________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [નોત્રમૈનેત્ર] ત્રણ લોક સંબંધી પદાર્થોને પ્રકાશિત કરવામાં અદ્વિતીય નેત્ર [પરમાનં] ઉત્કૃષ્ટ જૈનાગમને [પ્રયત્નન] અનેક પ્રકારના ઉપાયોથી [ નિરુJ] જાણીને અર્થાત્ પરંપરા જૈન સિદ્ધાંતોના નિરૂપણપૂર્વક [ સન્મામિ ] અમારા વડે [ વિદુષi ] વિદ્વાનોને માટે [ ] આ [પુરુષાર્થસિક્યુપાય: ] પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ [૩પોષ્ક્રિયત] ઉદ્ધાર કરવામાં આવે છે.
ટીકા- “અમ્મામિ વિદુષ મયં પુરુષાર્થસિદ્ધચુપાય:' ૩પોષ્ક્રિયતે' -અમે ગ્રન્થકર્તા જ્ઞાની જીવોને માટે આ પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ અથવા ચૈતન્યપુરુષનું પ્રયોજન સિદ્ધ કરવાનો ઉપાય પ્રગટ કરીએ છીએ. ‘વિરું કૃત્વા' –કેવી રીતે? “પ્રયત્નન'–અનેક પ્રકારે ઉધમ કરીને સાવધાનતાથી–પરમામિ નિરુથ'– પરંપરાથી જૈન સિદ્ધાન્તનો વિચાર કરીને.
ભાવાર્થ- જેવી રીતે કેવળી, શ્રુતકેવળી અને આચાર્યોના ઉપદેશની પરંપરા છે તેનો વિચાર કરીને અમે ઉપદેશ કરીએ છીએ, સ્વમતિથી કલ્પિત રચના કરતા નથી. કેવાં છે પરમાગમ? “નોત્રમૈનેત્ર'– ત્રણે લોકમાં ત્રણ લોક સંબંધી પદાર્થોને બતાવવા માટે અદ્વિતીય નેત્ર છે. ૩.
આ ગ્રન્થ ની શરૂઆતમાં વક્તા, શ્રોતા અને ગ્રન્થનું વર્ણન કરવું જોઈએ. એવી પરંપરા છે.
માટે પ્રથમ જ વક્તાનું લક્ષણ કહે છે
मुख्योपचारविवरण-निरस्तदुस्तरविनेय दुर्बोधाः। व्यवहारनिश्चयज्ञाः प्रवर्तयन्ते जगति तीर्थम्।।४।।
અન્વયાર્થઃ- [મુરડ્યો વીરવિવરનિરસ્ત,સ્તરવિનેય દુર્વોથ: ] મુખ્ય અને ઉપચાર કથનના વિવેચન વડે પ્રગટપણે શિષ્યોનો દુર્નિવાર અજ્ઞાનભાવ જેમણે નષ્ટ કર્યો છે તેવા તથા [ વ્યવહારનિશ્ચયજ્ઞા:] વ્યવહારનય અને નિશ્ચયનયના જાણનાર એવા આચાર્યો [નયાતિ] જગતમાં [તીર્થ ] ધર્મતીર્થ [પ્રવર્તયન્ત] પ્રવર્તાવે છે.
ટીકાઃ- “વ્યવરનિયજ્ઞ: નતિ તીર્થ પ્રવર્તયન્ત'– વ્યવહાર અને નિશ્ચયના જાણનાર આચાર્યો આ લોકમાં ધર્મતીર્થ પ્રવર્તાવે છે. કેવા છે આચાર્ય? મુરહ્યોપચારવિવરણનિરસ્તદુરસ્તરવિનેય દુર્બોધા: – મુખ્ય અને ઉપચાર કથનવડે શિષ્યના અપાર અજ્ઞાનભાવનો જેમણે નાશ કર્યો છે એવા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com