________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
સ્થાન પૂજ્ય નથી, ગુણ પૂજ્ય છે તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે એમ આચાર્ય નિશ્ચય કર્યો. જેમનામાં એવો ગુણ હોય તે સહજ જ સ્મૃતિ કરવા યોગ્ય થયો. કારણ કે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રયે છે, જુદો નથી એમ વિચારીને નિશ્ચય કરીએ તો એવો ગુણ પ્રગટરૂપ અરિહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઈષ્ટદેવનું સ્તવન કર્યું. ૧.
હવે ઈષ્ટ આગમનું સ્તવન કરે છે.
परमागमस्य जीवं निषिद्धजात्यन्धसिन्धुरविधानम्। सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम्।।२।।
અન્વયાર્થઃ- [ નિષિદ્ધના–ધૂસિન્થરવિધાન] જન્મથી અંધ પુરુષોના હાથીના વિધાનનો નિષેધ કરનાર [સવનયવિનંતિતાના ] સમસ્ત નયોથી પ્રકાશિત વસ્તુસ્વભાવોના [ વિરોધ મથ ] વિરોધોને દૂર કરનાર [ પરમી/મસ્ય] ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાન્તના [ નીવે ] જીવભૂતળું બનેવાન્તર્] અનેકાન્તને-એક પક્ષરહિત સ્યાદ્વાદને હું અમૃતચંદ્રસૂરિ [ નમામિ ] નમસ્કાર કરું છું.
ટીકા:- “ગર્દ અને સ્તં નમામિ'– હું-ગ્રંથકર્તા અનેકાન્ત-એકપક્ષ રહિત સ્યાદ્વાદને નમસ્કાર કરું છું. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જિનાગમને નમસ્કાર કરવા હતા, અહીં સ્યાદ્વાદને નમસ્કાર કર્યા તેનું કારણ શું? તેનો ઉત્તર-જે સ્યાદ્વાદને અમે નમસ્કાર કર્યા તે કેવો છે? ‘પરમા |મચ નીવ'– ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાંતના જીવભૂત છે.
ભાવાર્થ:- જેમ શરીર જીવ સહિત કાર્યકારી છે, જીવ વિનાનું મૃતક શરીર કાંઈ કામનું નથી તેમ જૈન સિદ્ધાંત છે તે વચનાત્મક છે, વચન ક્રમવર્તી છે. તે જે કથન કરે છે તે એક નયની પ્રધાનતાથી કરે છે, પરન્તુ જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદ્વાદથી વ્યાપ્ત છે. જ્યાં એક નયની પ્રધાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ છે તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી છે. અન્યમતના સિદ્ધાંત એક પક્ષથી દૂષિત છે, સ્યાદ્વાદરહિત છે માટે કાર્યકારી નથી. જે જૈનશાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી સ્યાદ્વાદરહિત શ્રદ્ધે છે તેને વિપરીત ફળ મળે છે. માટે સ્યાદ્વાદ પરમાગમના જીવભૂત છે. તેને નમસ્કાર કરું છું.
વળી કેવો છે સ્યાદ્વાદ? “નિષિદ્ધના–ધૂસિન્થરવિધાન' જન્માંધ પુરુષોનું હસ્તિ-વિધાન જેણે દૂર કર્યું છે એવો છે. જેમ ઘણા જન્માંધ પુરુષો મળ્યા. તેમણે
* पाठान्तर बीज
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com