________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीजिनाय नमः
શ્રીમદ્દઅમૃતચંદ્રાચાર્યદેવવિરચિત
પુરુષાર્થસિદ્ધિ ઉપાય
રૂારથિત કમાય
આચાર્યકલ્પ શ્રી પં. ટોડરમલજીકૃત ભાષાવચનિકાનો
ગુજરાતી અનુવાદ
મંગલાચરણ
(દોહા )- પરમ પુરુષ નિજ અર્થને, સાધિ થયા ગુણવંદ;
આનન્દામૃતચન્દ્રને, વંદું છું સુખકંદ. ૧ બાની બિન બૈન ન બને, બૈન બિના બિન નૈન; નૈન બિના ના બાન બન, નમોં બાનિ બિન બૈન. ૨ ગુરુ ઉર ભાવૈ આ૫ પ૨, તા૨ક, બા૨ક પાપ; સુરગુરુ ગાવૈ આપ પર, હારક વાચ કલાપ. ૩ મૈ નમો નગન જૈન જિન,જ્ઞાન ધ્યાન ધન લીન; મૈન માન વિન દાનઘન, એન હીન તન છીન. ૪
ભાવાર્થ- જે પરમ પુરુષ નિજ સ્વરૂપ સાધીને શુદ્ધગુણ સમૂહરૂપે થયા તે સુખકન્દ આનંદસ્વરૂપ શ્રી અમૃતચંદ્રાચાર્યને વંદું . ૧. વાણીનો યોગ ન હોય તો વર્ણન થાય નહીં, જિનવાણીના વર્ણન વિના જ્ઞાનચક્ષુ ન હોય, ભાવભાસનરૂપ જ્ઞાનચક્ષુ વિના વર્ણનને નિમિત્ત કહી શકાતું નથી, નિરક્ષરી જિનવાણીને નમસ્કાર હો. ૨. શ્રીગુરુ કેવા છે? કે હૃદયમાં સ્વ-પર ભેદવિજ્ઞાન ભાવે છે, તારક છે, પાપનું નિવારણ કરનારા છે; વચનબલી વાદીને જીતનારા જે સુરગુરુ તેઓ ભેદવિજ્ઞાન ગાય છે-ભક્તિ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com