________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ છઠું પર્વ
૫૭ છે. તેમના હાથપગનો સર્વ આકાર મનુષ્ય જેવો છે. તેમની ચેષ્ટા જોઈને રાજા કિંત થઈ ગયા. તેમણે પાસે રહેલા પુરુષોને કહ્યું કે જાવ. એમને મારી પાસે લાવો. રાજાની આજ્ઞાથી તેઓ કેટલાક વાંદરાઓને પકડી લાવ્યા. રાજાએ તેમને ઘણા પ્રેમથી રાખ્યા અને તેમને નૃત્ય કરતાં શીખવ્યું. તેમના સફેદ દાંતને દાડમના ફૂલથી રંગીને તમાશા જોયા, તેમની મુખમાં સોનાના તાર લગાવીને કુતૂહલ કરાવ્યું. તે અંદરોઅંદર એકબીજાની જૂ માથામાંથી કાઢતા હતા તેના તમાશા જોયા અને તેઓ અંદરોઅંદર સ્નેહ અને કલહુ કરતા હતા તેના તમાશા પણ જોયા. રાજાએ તે વાંદરા માણસોને રક્ષા નિમિત્તે સોંપ્યા અને મીઠા મીઠા ભોજન વડે તેમનો સત્કાર કર્યો. તે વાંદરાને સાથે લઈને કિકુંદ પર્વત ઉપર ચડ્યા. સુન્દર વૃક્ષ, સુન્દર વેલો અને પાણીનાં ઝરણાઓથી રાજાનું ચિત્ત દુરાઈ ગયું. ત્યાં પર્વત ઉપર સપાટ વિસ્તીર્ણ ભૂમિ જોઈ. ત્યાં કિકુંદ નામનું નગર વસાવ્યું. તે નગરમાં વેરીઓનું મન પણ પ્રવેશી શકે તેમ નહોતું. તે ચૌદ યોજન લાંબું, ચૌદ યોજન પહોળું અને બેંતાલીસ યોજનથી કાંઈક અધિક તેનું પરીધ હતું. જેના મણિના કોટ હતા, રત્નોના દરવાજા અને રત્નોના મહેલ છે. રત્નોના કોટ એટલા ઊંચા છે કે પોતાના શિખરથી જાણે કે આકાશને જ અડી રહ્યા છે. દરવાજા ઊંચા મણિઓથી એટલા શોભે છે કે જાણે તે પોતાની જ્યોતિથી સ્થિર થઈ ગયા છે. ઘરના ઉંબરા પદ્મરાગ મણિના છે તે અત્યંત લાલ છે જાણે છે કે આ નગરી નારીસ્વરૂપ છે, તે તાંબૂલથી પોતાના હોઠ લાલ કરી રહી છે. દરવાજા મોતીની માળાઓ સહિત છે. જાણે કે આખો લોક જ સંપદાને હસી રહ્યો છે અને મહેલના શિખર પર ચંદ્રકાંતમણિ જડેલા છે. તે રાત્રે અંધારી રાતે ચંદ્ર ઊગી રહ્યો હોય એવા લાગે છે. વિવિધ પ્રકારનાં રત્નોની પ્રજાની પંક્તિથી જાણે ઊંચાં તોરણ ચડી રહ્યાં છે. ત્યાં વિધાધરોની બનાવેલી ઘરની હારો ખૂબ શોભે છે. ઘરના ચોક મણિઓના છે, નગરના રાજમાર્ગ, બજાર એકદમ સીધાં છે, તેમાં વકતા નથી. તે અતિવિસ્તીર્ણ છે, જાણે કે રત્નના સાગર જ છે. સાગર જળરૂપ છે, આ સ્થળરૂપ છે. મકાનોની ઉપર લોકોએ કબૂતરોના નિવાસ નિમિત્તે સ્થાન બનાવી રાખ્યા છે તે કેવા શોભે છે? જાણે રત્નના તેજે નગરીમાંથી અંધકાર દૂર કરી દીધો છે તે શરણે આવીને સમીપમાં પડ્યો છે. ઈત્યાદિ નગરનું વર્ણન ક્યાં સુધી કરીએ ? ઇન્દ્રના નગર સમાન તે નગરમાં રાજા શ્રીકંઠ પદ્માભા રાણી સહિત સ્વર્ગમાં શચી સહિત સુરેશ રમે તેમ ઘણા કાળ સુધી રમતા રહ્યા. જે વસ્તુ ભદ્રશાલ વનમાં, સૌમનસ વનમાં તથા નંદનવનમાં પ્રાપ્ત ન થાય તે રાજાના વનમાં પ્રાપ્ત થતી હતી.
એક દિવસ રાજા મહેલમાં બિરાજતા હતા ત્યારે અષ્ટાનિકાના દિવસોમાં ઇન્દ્રને ચારે પ્રકારના દેવો સહિત નંદીશ્વરદ્વીપમાં જતા જોયા. દેવીઓના મુગટની પ્રભાથી આકાશને અનેક રંગરૂપ જ્યોતિ સહિત જોયું. વાજિંત્રો વગાડનારાના સમૂહથી દશે દિશા શબ્દરૂપ થતી દેખી, કોઈને કોઈનો શબ્દ ન સંભળાય, કેટલાક દેવો માયામયી હંસો ઉપર, અશ્વો ઉપર, એમ અનેક પ્રકારના વાહનો ઉપર ચઢીને જતા જોયા. દેવોના શરીરની સુગંધથી દશે દિશા વ્યાપ્ત થઈ થઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com