________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
છઠ્ઠું પર્વ
પદ્મપુરાણ પોતાના ઊંચા શિખરો વડે દિશારૂપી સ્ત્રીને સ્પર્શ કરે છે. આનંદ મંત્રીનાં આવાં વચન સાંભળીને રાજા કીર્તિધવલ ખૂબ આનંદ પામ્યા અને વાનરદ્વીપ શ્રીકંઠને આપ્યો. ચૈત્ર મહિનાના પહેલા દિવસે શ્રીકંઠ પરિવાર સહિત વાનરદ્વીપમાં ગયા. માર્ગમાં પૃથ્વીની શોભા જોતા જોતા ચાલ્યા જાય છે. તે પૃથ્વી નીલમણિની જ્યોતિથી આકાશ સમાન શોભે છે અને મહાગ્રહોના સમૂહથી સંયુક્ત સમુદ્રને જોઈને આશ્ચર્ય પામ્યા. એ રીતે તે વાનરદ્વીપ જઈ પહોંચ્યા. વાનરદ્વીપ જાણે બીજું સ્વર્ગ જ છે. પોતાનાં ઝરણાઓના શબ્દથી જાણે કે રાજા શ્રીકંઠને બોલાવી રહ્યો છે. ઝરણાઓના છાંટા જાણે કે આકાશમાં ઊછળે છે, જાણે કે તે રાજાના આવવાથી અતિહર્ષ પામી આનંદથી હસી રહ્યાં હોય. નાના પ્રકારના મણિઓની કાંતિથી ઊપજેલા સુન્દર સમૂહથી જાણે કે તોરણોના સમૂહ જ ઊંચે ચડી રહ્યા હોય. રાજા વાનરદ્વીપમાં ઊતર્યા અને ચારે તરફ પોતાની નીલકમલ સમાન દ્રષ્ટિ ફેલાવી. સોપારી, ખારેક, આંબળાં, અગરચંદન, લાખ, પીપર, અર્જુન, કદંબ, આમલી, ચારોલી, કેળા, દાડમ, એલચી, લવીંગ, મૌલશ્રી અને સર્વ પ્રકારના મેવાથી યુક્ત વિવિધ પ્રકારનાં વૃક્ષોથી દ્વીપ શોભાયમાન જોયો. એવી મનોહર ભૂમિ જોઇ કે જ્યાં દેખે ત્યાંથી બીજી તરફ દૃષ્ટિ જ ન ખસે. ત્યાં વૃક્ષો સીધાં અને વિસ્તીર્ણ ઉપરના છત્રથી બની રહ્યાં હતાં. સઘન સુન્દર પાંદડાં અને શાખા તથા ફૂલોના સમૂહથી શોભે છે, મહારસદાર, સ્વાદિષ્ટ, મિષ્ટ ફળોથી નીચાં નમી ગયાં છે. વૃક્ષો અત્યંત રસીલાં છે, અતિ ઊંચાં નથી, અતિ નીચાં નથી, જાણે કે કલ્પવૃક્ષો જ શોભે છે. વેલો ઉ૫૨ ફૂલોના ગુચ્છ લાગી ગયા છે. તેમના ઉપ૨ ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. જાણે કે આ વેલ તો સ્ત્રી છે, તેનાં જે પાંદડાં છે તે તેના હાથની હથેલી છે અને ફૂલોના ગુચ્છ તેના સ્તન છે અને ભમરાઓ નેત્ર છે, તે વૃક્ષો સાથે વીંટળાયેલી છે. એવાં જ સુન્દર પક્ષીઓ બોલે છે અને એવા જ મનોહર ભમરા ગુંજારવ કરે છે, જાણે કે પરસ્પર આલાપ કરે છે. ત્યાં કેટલાક દેશો તો સુવર્ણ સમાન કાંતિ ધારણ કરે છે, કેટલાક કમળ સમાન અને કેટલાક વૈસૂર્ય મણિસમાન છે. તે દેશ નાના પ્રકારનાં વૃક્ષોથી મંડિત છે, જેને જોયા પછી સુવર્ણભૂમિ પણ રુચતી નથી. ત્યાં દેવ ક્રીડા કરે છે, ત્યાં હંસ, સારસ, પોપટ, મેના, કબૂતર, કબૂતરી ઇત્યાદિ અનેક જાતિનાં પક્ષીઓનાં યુગલ ક્રીડા કરે છે, જીવોને કોઇ પ્રકારની બાધા નથી. જાતજાતના વૃક્ષોના મંડપ, રત્નસુવર્ણના અનેક નિવાસ, પુષ્પોની અતિ સુગંધ છે એવા ઉપવનમાં સુન્દર શિલાઓ ઉપર રાજા બિરાજ્યા. સેના પણ સકળ વનમાં ઊતરી. તેમણે હંસો અને મયૂરોના વિવિધ શબ્દો સાંભળ્યા અને ફળફૂલોની શોભા જોઇ. સરોવરોમાં માછલાને કેલિ કરતા જોયા. વૃક્ષોનાં ફૂલ ખર્યાં છે, પક્ષીઓનો કલ૨વ સંભળાઈ રહ્યો છે. જાણે કે તે વન રાજાના આગમનથી ફૂલોની વર્ષા કરી રહ્યું છે અને જયજયકારના શબ્દ કરી રહ્યું છે. નાના પ્રકારનાં રત્નોથી મંડિત પૃથ્વીમંડળની શોભા જોઈ વિદ્યાધરોનું ચિત્ત ખૂબ આનંદ પામ્યું. નંદનવન સરખા તે વનમાં રાજા શ્રીકંઠે ક્રીડા કરતા ઘણા વાંદરા જોયા. તેમની અનેક પ્રકારની ચેષ્ટા હતી. રાજા એ જોઈને મનમાં વિચારવા લાગ્યા કે તિર્યંચ યોનિનાં આ પ્રાણીઓ મનુષ્ય સમાન લીલા કરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com