________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨૮ એકસો ચૌદમું પર્વ
પદ્મપુરાણ વિધુતગતિ આદિ રાજાઓ જે હનુમાનના પરમ મિત્ર હતા તે પોતાના પુત્રોને રાજ્ય આપી અઠ્ઠાવીસ મૂળગુણ ધારણ કરી યોગીન્દ્ર થયા અને હનુમાનની રાણીઓ તેમ જ આ રાજાઓની રાણીઓ પ્રથમ તો વિયોગરૂપ અગ્નિથી તસાયમાન વિલાપ કરવા લાગી, પછી વૈરાગ્ય પામી બંધુમતી નામની આર્થિકા પાસે જઈ ભક્તિથી નમસ્કાર કરી આર્થિકાનાં વ્રત ધારણ કરવા લાગી. તે બુદ્ધિવંતી શીલવંતીઓએ ભવભ્રમણના ભયથી આભૂષણ ત્યાગી એક સફેદ વસ્ત્ર રાખ્યું. શીલ જ જેમનાં આભરણ છે તેમને રાજ્યવિભૂતિ સડેલા તણખલા જેવી લાગી. હનુમાન મહાબુદ્ધિમાન, મહાતપોધન સંસારથી અત્યંત વિરક્ત પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ ધારણ કરી શૈલ એટલે પર્વતથી પણ અધિક, શ્રીશૈલ એટલે હનુમાન-રાજા પવનના પુત્ર ચારિત્રમાં અચળ થયા. તેમનો નિર્મળ યશ ઇન્દ્રાદિદેવ ગાય છે, વારંવાર વંદના કરે છે અને મોટા મોટા માણસો યશ ફેલાવે છે. જેમનું આચરણ નિર્મળ છે એવા સર્વજ્ઞ વીતરાગદેવનો ભાખેલો નિર્મળ ધર્મ આચરીને તે ભવસાગર તરી ગયા. તે મહામુનિ હનુમાન પુરુષોમાં સૂર્ય સમાન તેજસ્વી જિનેન્દ્રદેવનો ધર્મ આરાધી ધ્યાનાથિી આઠ કર્મની સમસ્ત પ્રકૃતિરૂપ ધંધનને ભસ્મ કરી તુંગીગિરિના શિખર ઉપરથી સિદ્ધ થયા. કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ અનંતગુણમય સદા સિદ્ધલોકમાં રહેશે.
આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હનુમાનના નિર્વાણગમનનું વર્ણન કરનાર એકસો તેરમું પર્વ પૂર્ણ થયું.
* * *
એકસો ચૌદમું પર્વ (ઇન્દ્રનો પોતાની સભામાં ઘર્મોપદેશ અને શ્રીરામચંદ્રના ભાતૃસ્નેહની ચર્ચા)
રામ સિંહાસન પર વિરાજતા હતા, લક્ષ્મણના આઠ પુત્રો અને હનુમાનના મુનિ થવાના સમાચાર મનુષ્યોના મુખેથી સાંભળીને તે હસ્યા અને બોલ્યા. એમણે મનુષ્યભવનાં કયાં સુખ ભોગવ્યાં? એ નાની ઉંમરમાં આવા ભોગ તજી યોગ ધારણ કરે છે તે મોટું આશ્ચર્ય છે, એ હઠરૂપી ગ્રાહુથી ગ્રહાયા છે જુઓ, આવા મનોહર કામભોગ તજી વિરક્ત થઈ બેઠા છે. જોકે શ્રી રામ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે તો પણ ચારિત્રમોહને વશ કેટલાક દિવસ લોકોની જેમ જગતમાં રહ્યા હતા. સંસારના અલ્પ સુખમાં રમતા રામલક્ષ્મણ ન્યાયસહિત રાજ્ય કરતા હતા. એક દિવસ મહાન જ્યોતિના ધારક ઇન્દ્ર પરમઋદ્ધિથી યુક્ત ધીર અને ગંભીર, નાના અલંકાર ધારણ કરેલા, સામાજિક જાતિના દેવ જે ગુરુજનતુલ્ય છે, લોકપાલ જાતિના દેવ જે દેશપાલતુલ્ય છે, ત્રાયશ્ચિંશત્ જાતિના દેવ મંત્રી સમાન છે તેમનાથી મંડિત અને અન્ય સકળ દેવસહિત બીજા પર્વતોની મધ્યમાં સુમેરુ પર્વત શોભે તેવા ઇન્દ્રાસન પર બેઠેલા શોભતા હતા. તેજ:પુંજ અદ્દભુત રત્નોના સિંહાસન પર સુખે બિરાજતા તે સુમેરુ પર જિનરાજ જેવા ભાસતા હતા. ચંદ્રમા અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com