________________
૬૨૭.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
એકસો તેરમું પર્વ તેમને શત્રુ જ કહીએ. જ્યારે આ જીવે નરકના નિવાસમાં મહાદુઃખ ભોગવ્યાં ત્યારે માતાપિતા, મિત્ર, ભાઈ, કોઈ જ સહાયક ન થયાં. આ દુર્લભ મનુષ્યદેહ અને જિનશાસનનું જ્ઞાન પામીને બુદ્ધિમાનોએ પ્રમાદ કરવો યોગ્ય નથી. જેમ રાજ્યના ભોગથી મને અપ્રીતિ થઈ તેમ તમારા પ્રત્યે પણ થઈ છે. આ કર્મજનિત ઠાઠ વિનાશિક છે, નિઃસંદેહ અમારો અને તમારો વિયોગ થશે. જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે. સુર, નર અને એમના અધિપતિ ઇન્દ્ર, નરેન્દ્ર એ બધા જ પોતપોતાના કર્મોને આધીન છે. કાળરૂપ દાવાનળથી કોણ કોણ ભસ્મ થયા નથી ? મેં સાગરો સુધી અનેક ભવ દેવોનાં સુખ ભોગવ્યાં, પરંતુ તુપ્ત થયો નહિ, જેમ સૂકાં બંધનથી અગ્નિ લુપ્ત થતો નથી. ગતિ, જાતિ, શરીરનું કારણ નામકર્મ છે. તેનાથી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં ભ્રમણ કરે છે. મોહનું બળ ઘણું છે, જેના ઉદયથી આ શરીર ઉપસ્યું છે, તે રહેશે નહિ. આ સંસારના અતિવિષમ છે, જેમાં પ્રાણીઓ મોડુ પામીને ભવસંકટ ભોગવે છે, તેનું ઉલ્લંઘન કરીને હું જન્મ, જરા, મૃત્યુથી પર પરમપદ પ્રાપ્ત કરવા ચાહું છું. હનુમાને મંત્રીઓને જે કહ્યું તે રણવાસની સ્ત્રીઓએ પણ સાંભળ્યું અને તે ખેદખિન્ન થઈને રુદન કરવા લાગી. જે સમજાવવામાં સમર્થ હતા તેમણે તેમનાં ચિત્ત શાંત કર્યા. સમજાવનારા જાતજાતનાં વૃત્તાંતોમાં પ્રવીણ હતા. નિશ્ચળ ચિત્તવાળા હનુમાન પોતાના મોટા પુત્રને રાજ્ય આપી અને બધાને યથાયોગ્ય વિભૂતિ આપીને રત્નોના સમૂહ્યુક્ત દેવવિમાન સમાન પોતાના મહેલને છોડીને નીકળી ગયા. સુવર્ણ-રત્નમયી પાલખીમાં બેસી ચૈત્યવાન નામના વનમાં ગયા. નગરના લોકો હનુમાનની પાલખી જઈ સજળનેત્ર થયા. પાલખી પર ધજા ફરકે છે, ચામરોથી શોભિત છે, મોતીઓની ઝાલરોથી મનોહર છે. હનુમાન વનમાં આવ્યા. વન નાના પ્રકારનાં વૃક્ષો, પુષ્પો, પક્ષીઓથી મંડિત છે ત્યાં સ્વામી ધર્મરત્ન નામના ઉત્તમ યોગીશ્વર, જેમના દર્શનથી પાપ વિલય પામે એવા ચારણાદિ અનેક ઋદ્ધિઓથી મંડિત બિરાજતા હતા. આકાશમાં ગમન કરતા તેમને દૂરથી હનુમાને જોયા અને પોતે પાલખીમાંથી નીચે ઉતર્યા. ત્યાં ભક્તિયુક્ત નમસ્કાર કરી કહ્યું હે નાથ ! હું શરીરાદિક પદ્રવ્યોથી મમત્વહીન થયો છું. આપ મને કૃપા કરીને પારમેશ્વરી દીક્ષા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે ભવ્ય! તેં સારો વિચાર કર્યો છે. તું ઉત્તમ પુરુષ છે, જિનદીક્ષા તું લે. આ જગત અસાર છે, શરીર વિનશ્વર છે માટે શીધ્ર આત્મકલ્યાણ કર. અવિનરપદ લેવાની પરમ કલ્યાણકારી બુદ્ધિ તને ઉપજી છે, એ વિવેકબુદ્ધિવાળા જીવને જ ઉપજે છે. મુનિની આવી આજ્ઞા પામી, મુનિને પ્રણામ કરી પદ્માસન ધરીને બેઠા. મુકુટ, કુંડળ, હાર આદિ સર્વ આભૂષણ ઉતારી નાખ્યાં, જગત પ્રત્યેનો મનનો રાગ ટાળ્યો, સ્ત્રીરૂપ બંધન તોડી, મોહમમતા મટાડી, પોતાને સ્નેહરૂપ પાશથી છોડાવી, વિષ સમાન વિષયસુખ છોડી વૈરાગ્યરૂપ દીપશિખાથી રાગરૂપ અંધકાર મટાડી શરીર અને સંસારને અસાર જાણી કમળને જીતે એવા સુકુમાર હસ્તથી શિરનો કેશલોચ કર્યો. સમસ્ત પરિગ્રહથી રહિત થઈ મોક્ષલક્ષ્મી માટે ઉદ્યમી થયા, મહાવ્રત ધારણ કરી અસંયમનો ત્યાગ કર્યો. હનુમાન સાથે સાડાસાતસો મોટા વિધાધર શુદ્ધચિત્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com