________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૯૬ એકસો છમું પર્વ
પદ્મપુરાણ તે ભોળો કાંઈ જાણતો નહિ. તેણે સાધુઓને કહ્યું કે હું બહુ તરસ્યો છું, મને પાણી પાવ, તમે ધર્માત્મા છો. ત્યારે મુનિ તો ન બોલ્યા અને કોઈ જિનધર્મીએ મધુર વચનથી તેને સંતુષ્ટ કરી કહ્યું, હે મિત્ર! રાત્રે અમૃત પણ ન પીવું, જળની તો શી વાત છે? જે વખતે આંખથી કાંઈ દેખાતું ન હોય, સૂક્ષ્મ જીવ નજરે પડતા ન હોય તે વખતે હે વત્સ! જો તું ખૂબ આતુર હો તો પણ ખાનપાન કરવું નહિ. રાત્રિભોજન કરવામાં માંસનો દોષ લાગે છે. તેથી તું એવું ન કર કે જેથી ભવસાગરમાં ડુબાય. આ ઉપદેશ સાંભળી ધનદત્તનું ચિત્ત શાંત થયું, તેની શક્તિ ઓછી હતી તેથી તે મુનિ ન થઈ શક્યો, પણ દયાયુક્ત ચિત્તવાળો તે અણુવ્રતી શ્રાવક થયો. પછી કાળ પામીને સમાધિમરણ કરી સૌધર્મ સ્વર્ગમાં મોટો ઋદ્ધિધારક દેવ થયો. મુગટ, હાર, બાજબંધાદિથી શોભિત પર્વણના ઉદયથી દેવાંગનાદિનાં સુખ ભોગવ્યાં. પછી સ્વર્ગમાંથી ચ્યવીને મહાપુર નગરમાં મેરુ શ્રેષ્ઠીની પત્ની ધારિણીની કૂખે પારૂચિ નામનો પુત્ર થયો. તે જ નગરમાં રાજા છત્રચ્છાયની રાણી શ્રી દત્તા ગુણોની મંજૂષા હતી. એક દિવસ શેઠનો પુત્ર પૌરુચિ પોતાના ગાયોના ધણમાં અશ્વ પર બેસીને આવ્યો ત્યાં તેણે એક વૃદ્ધ બળદને મરવાની અણી પર જોયો. સુગંધી વસ્ત્ર માળાના ધારક પદ્મરુચિએ અશ્વ પરથી ઊતરી દયાથી બળદના કાનમાં મોકાર મંત્ર આપ્યો. પેલા બળદે તે ચિત્ત દઈને સાંભળ્યો અને પ્રાણ તજી રાણી શ્રીદત્તાના ગર્ભમાં આવી ઉપજ્યો. રાજા છત્રચ્છાયને પુત્ર નહોતો તે પુત્રના જન્મથી અતિ હર્ષ પામ્યો. નગરની શોભા કરી. ઘણું દ્રવ્ય ખર્ચ્યુ, મોટો ઉત્સવ કર્યો. વાજિંત્રોના અવાજથી દશે દિશાઓ ગુંજી ઊઠી. આ બાળક પુણ્યકર્મના પ્રભાવથી પૂર્વજન્મ જાણતો હતો. તે બળદના ભવમાં શીત-આતાપ આદિ મહાદુઃખ અને મરણ સમયે ણમોકાર મંત્ર સાંભળ્યો તેના પ્રભાવથી રાજકુમાર થયો તે પૂર્વ અવસ્થા યાદ કરી બાળક અવસ્થામાં જ વિવેકી થયો. જ્યારે તરૂણ અવસ્થા થઈ ત્યારે ફરતો ફરતો બળદના મરણના સ્થાન પર ગયો, પોતાનું પૂર્વચરિત્ર યાદ કરી એ વૃષભધ્વજકુમાર હાથી ઉપરથી ઊતરી પૂર્વજન્મની મરણભૂમિ જોઈને દુઃખી થયો. પોતાનું મરણ સુધારનાર ણમોકાર મંત્ર આપનાર તેને જણાવવા અર્થે એક કેલાસના શિખર સમાન ઊંચું ચૈત્યાલય બનાવરાવ્યું અને ચૈત્યાલયના દ્વારમાં એક બળદની મૂર્તિ જેની પાસે બેસી એક પુરુષ સમોકાર મંત્ર સંભળાવે છે એવું એક ચિત્રપટ બનાવરાવી મૂક્યું અને તેની પાસે સમજવા માટે માણસો મૂક્યા. મેરુ શ્રેષ્ઠીનો પુત્ર પદ્મરુચિ દર્શન કરવા આવ્યો તે જોઈને ખૂબ હર્ષ પામ્યો અને દર્શન કરી પછી બળદના ચિત્રપટ તરફ જોઈને મનમાં વિચારે છે કે એક બળદને મેં મોકાર મંત્ર સંભળાવ્યા હતા તેથી તે ઊભા ઊભા જુએ છે. જે રક્ષકો અહીં મૂકયા હતા તેમણે જઈ રાજકુમારને વાત કરી તે સાંભળતાં જ તે મહાન વૈભવપૂર્વક હાથી ઉપર બેસી શીધ્ર પોતાના મિત્રને મળવા આવ્યો. હાથી ઉપરથી ઉતરી તે જિનમંદિરમાં ગયો પછી બહાર આવ્યો, પારુચિને બળદ તરફ નિહાળતો જોયો. રાજકુમારે શ્રેષ્ઠીપુત્રને પૂછયું કે તમે બળદનું ચિત્રપટ કેમ નિરખો છો ? ત્યારે પમરુચિએ કહ્યું કે એક મરતા બળદને મેં ણમોકાર મંત્ર આપ્યો હતો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com