________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો છમું પર્વ
૫૯૫ અધર્મને ઓળખનાર, પ્રધાન ગુણસંપન્ન તે કેમ મોહને વશ થઈને પરસ્ત્રીની અભિલાષારૂપ અગ્નિમાં પતંગિયું બનીને પડ્યો. અને લક્ષ્મણે તેને સંગ્રામમાં હણ્યો, રાવણ જેવો બળવાન વિધાધરોનો મહેશ્વર અનેક અદ્દભુત કાર્યોનો કરનાર આવા મરણને કેમ પામ્યો? ત્યારે કેવળીએ અનેક જન્મની કથા વિભીષણને કહી. હું લંકેશ્વર! રામલક્ષ્મણ બન્ને અનેક ભવના ભાઈ છે અને રાવણના જીવને લક્ષ્મણના જીવ સાથે ઘણા ભવથી વેર છે. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં એક નગર છે ત્યાં નયદત્ત નામનો ગરીબ વણિક રહેતો. તેની સ્ત્રીનું નામ સુનંદા. તેના પુત્રનું નામ ધનદત્ત જે રામનો જીવ હતો. બીજો પુત્ર વસુદત્ત તે લક્ષ્મણનો જીવ હતો. એક યજ્ઞબલ નામનો વિપ્ર વસુદત્તનો મિત્ર હતો તે તારો જીવ અને તે જ નગરમાં બીજા એક વણિક સાગરદત્તની સ્ત્રી રત્નપ્રભાની પુત્રી ગુણવતી તે સીતાનો જીવ. ગુણવતીનો નાનો ભાઈ ગુણવાન ભામંડળનો જીવ. ગુણવતી રૂપ, યૌવન કળા, કાંતિ અને લાવણ્યથી મંડિત બનેલી હોઈ ગુણવાને પિતાનો અભિપ્રાય જાણી ધનદત્ત સાથે બહેનની સગાઈ કરી અને તે જ નગરમાં એક અતિ ધનવાન વણિક શ્રીકાંત રહેતો હતો તે રાવણનો જીવ હતો. તે નિરંતર ગુણવતીને પરણવાની અભિલાષા રાખતો અને ગુણવતીના રૂપથી તેનું મન હરાઈ ગયું હતું. ગુણવતીનો લોભી ભાઈ ધનદત્તને અલ્પધનવાળો જાણી અને શ્રીકાંતને મહાધનવંત જોઈ પોતાની બહેનને શ્રીકાંત સાથે પરણાવવા તૈયાર થયો.
આ વૃત્તાંત યજ્ઞબલી બ્રાહ્મણે વસુદત્તને કહ્યો કે તારા મોટા ભાઈ સાથે સગપણ કરેલી કન્યાને તેનો ભાઈ શ્રીકાંતને ધનવાન જાણીને તેની સાથે પરણાવવા માંગે છે. વસુદત્ત આ સમાચાર સાંભળી શ્રીકાંતને મારવા તૈયાર થયો. તેણે ખડ્ઝ સજાવી અંધારી રાત્રે શ્યામ વસ્ત્ર પહેરી અવાજ કર્યા વિના ધીરે પગલે શ્રીકાંતના ઘરમાં જઈ, તે અસાવધાન બેઠો હતો, તેને ખગ્નથી માર્યો. પડતાં પડતાં શ્રીકાંતે પણ વસુદતને ખગ્ન માર્યું તેથી બેય મૃત્યુ પામ્યા અને વિંધ્યાચળના વનમાં હરણ થયા. નગરના દુર્જન લોકો હતા તેમણે ગુણવતી ધનદત્તને ન પરણાવવા દીધી કે એના ભાઈએ અપરાધ કર્યો છે. દુર્જનો તો વિના અપરાધેય કોપ કરે તેમાં આ તો એક બહાનું મળ્યું. પછી ધનદત્ત પોતાના ભાઈનું મરણ અને પોતાનું અપમાન તથા સગાઈ કરેલી કન્યાની અપ્રાપ્તિથી અત્યંત દુઃખી થઈ ઘરમાંથી નીકળી વિદેશગમન કરવા લાગ્યો. પેલી કન્યા ધનદત્તની અપ્રાપ્તિથી દુઃખી થઈ અને બીજા કોઈને ન પરણી. કન્યાએ મુનિઓની નિંદા, જિનમાર્ગની અશ્રદ્ધા, મિથ્યાત્વના અનુરાગથી પાપ ઉપાર્યા. કાળ પામી આર્તધ્યાનથી મરી અને જે વનમાં બન્ને મૃગ થયા હતા તે વનમાં એ મૃગલી થઈ. પૂર્વના વિરોધથી એના જ માટે બને મૃગ પરસ્પર લડીને મર્યા અને જંગલી સુવ્વર થયા. પછી હાથી, પાડા, બળદ, વાનર, ગેંડા, શિયાળ, ઘેટાં, ઈત્યાદિ અનેક જન્મ લીધા. અને આ તે જ જાતિની તિર્યંચણી થતી અને તેના નિમિત્તે પરસ્પર લડીને મરતા. જળના જીવ સ્થળના જીવ થઈ થઈને પ્રાણ તજતા. ધનદત્ત માર્ગના ખેદથી અતિદુઃખી થઈ એક દિવસ સૂર્યાસ્ત સમયે મુનિઓના આશ્રયે ગયો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com