________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
સત્તાણુંમું પર્વ
૫૪૭
જેણે ઉખાડી નાખ્યા છે, પર્વતના પાષણોને પણ તેણે ઉખાડી નાખ્યા છે, તે ગંભીર બની સમુદ્ર તરફ ચાલી જાય છે. તેમાં ફીણના ગોટા ઊઠે છે. તેની અંદરનાં વમળો ભયાનક છે. બન્ને કાંઠા પર બેઠેલાં પક્ષીઓ અવાજ કરે છે. રથના તેજસ્વી તુરંગો તે નદીને પાર કરી ગયા, તેમનો વેગ પવન સમાન છે, જેમ સાધુ પુરુષ સંસારસમુદ્રથી પાર થાય તેમ. સામે તીરે જઈ જોકે સેનાપતિનું ચિત્ત મેરુ સમાન અચળ હતું તો પણ દયાના યોગથી અતિવિષાદ પામ્યું. તે અતિદુ:ખથી કાંઈ બોલી ન શક્યો. આંખમાં આંસુ ભરાઈ ગયાં. ૨થ રોકીને ઊંચા સ્વરે રોવા લાગ્યો, તેનું શરીર ઢીલું થઈ ગયું, તેની કાંતિ ચાલી ગઈ. ત્યારે સતી સીતાએ કહ્યું, હૈ કૃતાંતવક્ર! તું શા માટે દુ:ખી થઈને રોવે છે? આજે જિનવંદનાનો ઉત્સવદિન છે, તું હર્ષમાં વિષાદ કેમ કરે છે? આ નિર્જન વનમાં શા માટે રુએ છે? ત્યારે ખૂબ રોતાં રોતાં યથાવત્ વૃત્તાંત કહ્યો, જેના શબ્દો વિષ સમાન, અગ્નિ સમાન, શસ્ત્ર સમાન છે. હે માતા ! દુર્જનોના અપવાદથી રામે અપકીર્તિના ભયથી તમારા ન ત્યજી શકાય એવા સ્નેહને તજીને ચૈત્યાલયોનાં દર્શનની તમારી અભિલાષા પૂરી કરીને તમને ચૈત્યાલયોનાં અને નિર્વાણક્ષેત્રોનાં દર્શન કરાવીને ભયાનક વનમાં તજી દીધાં છે. હે દેવી! જેમ યતિ રાગપરિણતિને તજે તેમ રામે તમારો ત્યાગ કર્યો છે. લક્ષ્મણે કહેવાની જેટલી હદ હતી તેટલું કહ્યું. કાંઈ બાકી ન રાખ્યું. તમારા માટે અનેક ન્યાયનાં વચન કહ્યાં, પરંતુ રામે હઠ ન છોડી, હૈ સ્વામિની! રામ તમારા તરફ રાગરહિત થયા, હવે તમારે ધર્મનું જ શરણ છે. આ સંસારમાં માતા, પિતા, ભાઈ કે કુટુંબ કોઈ જીવના સહાયક નથી. એક ધર્મ જ સહાયક છે. હવે તમારા માટે આ મૃગોનું ભરેલું વન જ આશ્રયસ્થાન છે. આ વચન સાંભળી સીતા ૫૨ વજ્રપાત થયો. હૃદયનાં દુઃખના ભારથી તે મૂર્છા પામી. પછી સચેત થઈ ગદગદ વાણીથી બોલી શીઘ્ર મને પ્રાણનાથનો મેળાપ કરાવો. ત્યારે તેણે કહ્યું કે હું માતા! નગરી અને રામનાં દર્શન દૂર રહી ગયાં. અશ્રુપાતરૂપ જળની ધારા વહાવતી તે બોલી કે હૈ સેનાપતિ! તું મારાં આ વચન રામને કહેજે કે મારા ત્યાગનો તે વિષાદ ન કરે, ખૂબ જ ધૈર્યનું આલંબન લઈને સદા પ્રજાનું રક્ષણ કરે, જેમ પિતા પુત્રનું રક્ષણ કરે છે. પોતે સાચા, ન્યાયી અને કલાના પારગામી છે. રાજાને પ્રજા જ આનંદનું કારણ છે. રાજા તે જ, જેને પ્રજા શરદની પૂનમના ચંદ્રની પેઠે ચાહે. આ સંસાર અસાર છે, અતિભયંકર દુઃખરૂપ છે. જે સમ્યગ્દર્શનથી ભવ્ય જીવ સંસારથી મુક્ત થાય છે તેની તમારે આરાધના કરવી યોગ્ય છે. તમે રાજ્ય કરતાં પણ સમ્યગ્દર્શનને અધિક હિતરૂપ જાણજો. આ સમ્યગ્દર્શન અવિનાશી સુખ આપે છે. અભવ્ય જીવ નિંદા કરે તો તેમની નિંદાના ભયથી હું પુરુષોત્તમ! સમ્યગ્દર્શનને કદી પણ ન છોડતા, એ અત્યંત દુલર્ભ છે. જેમ હાથમાં આવેલું રત્ન સમુદ્રમાં ફેંકી દઈએ તો પછી કયા ઉપાયથી હાથ આવે? અમૃતફળને અંધારિયા કૂવામાં નાખી દેવાથી ફરી કેવી રીતે મળે ? જેમ અમૃતફળને ફેંકી બાળક પશ્ચાત્તાપ કરે તેમ સમ્યગ્દર્શનથી રહિત થયેલો જીવ વિષાદ કરે છે. આ જગત દુર્નિવાર છે. જગતનું મુખ બંધ કરવાને કોણ સમર્થ છે? જેના મુખમાં જે આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com