________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૦ એકાસીમું પર્વ
પદ્મપુરાણ તરફ ચાલ્યા. લંકા પાસે જઈને તેમણે વિચાર્યું કે રામ-લક્ષ્મણની વાત કેવી રીતે જાણવી? જો રામ-લક્ષ્મણની વાત લોકોને પૂછીશ તો રાવણના લોકોને નહિ ગમે. માટે રાવણની વાત પૂછવી. રાવણની વાત ઉપરથી તેમની હાલત જણાઈ જશે. આમ વિચારી નારદ પમ સરોવર ગયા ત્યાં અંગદ અંતઃપુર સહિત ક્રીડા કરતો હતો. તેના સેવકોને નારદે રાવણની કુશળતા વિશે પૂછયું. તે નોકરો એ સાંભળી ક્રોધરૂપ થઈ બોલવા લાગ્યા, આ તાપસ રાવણનો મળતિયો છે એમ કહી એને અંગદની પાસે લઈ ગયા. નારદે કહ્યું કે મારે રાવણનું કાંઈ પ્રયોજન નથી. કિંકરોએ કહ્યું કે તારે રાવણનું કાંઈ પ્રયોજન ન હોય તો રાવણની કુશળતા કેમ પૂછતો હતો ? અંગદ હસીને કહ્યું કે આ તાપસને પદ્મનાભિની પાસે લઈ જાવ. તેઓ નારદને ખેંચતા ચાલવા લાગ્યા. નારદ વિચારે છે કે કોણ જાણે આ પદ્મનાભિ કોણ છે? કૌશલ્યાના પુત્ર હોય તો મારી સાથે આમ કેમ વર્તે? એ મને ક્યાં લઈ જાય છે, હું સંશયમાં પડયો છું, જિનશાસનના ભક્ત દેવ મારી સહાય કરો. અંગદના કિંકરો તેને વિભીષણના મહેલમાં, જ્યાં શ્રી રામ બિરાજતા હતા ત્યાં, લઈ ગયા. શ્રી રામ દૂરથી જોઈ એમને નારદ જાણી સિંહાસન પરથી ઊભા થયા, તેમનો અતિ આદર કર્યો અને કિંકરોને દૂર જવા કહ્યું. નારદ શ્રી રામ-લક્ષ્મણને જોઈ અત્યંત આનંદ પામ્યા, આશીર્વાદ આપીને એમની સમીપમાં બેઠા. ત્યારે રામ બોલ્યા, હે ક્ષુલ્લક! ક્યાંથી આવ્યા? ઘણા દિવસે આવ્યા છો, સારા છોને? નારદે કહ્યું કે તારી માતા કષ્ટના સાગરમાં મગ્ન છે એ વાત કહેવા માટે તમારી પાસે શીધ્ર આવ્યો છું. કૌશલ્યા માતા મહાસતી, જિનમતિ નિરંતર આંસુ પાડે છે અને તમારા વિના ખૂબ દુઃખી, છે. જેમ સિંહણ પોતાના બાળક વિના વ્યાકુળ થાય તેમ અતિ વ્યાકુળ થઈ વિલાપ કરે છે, જેનો વિલાપ સાંભળી પાષાણ પણ પીગળી જાય. તમારા જેવા માતાના આજ્ઞાંકિત પુત્ર હોય અને તમારા હોતાં માતા આવું કષ્ટ ભોગવે એ કેવા આશ્ચર્યની વાત છે? એ ગુણવંતી જો તમને નહિ જુએ તો તમારા વિયોગરૂપ સૂર્યથી સુકાઈ જશે. માટે કૃપા કરીને ઊઠો અને તેને શીધ્ર મળો. આ સંસારમાં માતા સમાન બીજો કોઈ પદાર્થ નથી. તમારી બન્નેની માતાનાં દુઃખથી કૈકેયી સુપ્રભા બધાં જ દુઃખી છે. કૌશલ્યા અને સુમિત્રા બન્ને મરણતુલ્ય થઈ ગઈ છે. આહાર, નિદ્રા બધું ગયું છે. રાતદિવસ આંસુ સારે છે, તમારાં દર્શન કરશે તો જ તે ટકશે. જેમ બાળવિહોણી વિલાપ કરે તેમ વિલાપ કરે છે. છાતી અને મસ્તક હાથથી કૂટે છે. બન્નેય માતા તમારા વિયોગથી અગ્નિમાં જલે છે. તમારાં દર્શનરૂપ અમૃતની ધારાથી તેમનો આતાપ નિવારો. નારદનાં આવાં વચન સાંભળી બન્ને ભાઈ માતાઓના દુઃખથી અત્યંત દુઃખી થયા, રૂદન કરવા લાગ્યા. ત્યારે બધા વિદ્યાધરોએ તેમને વૈર્ય બંધાવ્યું. રામ લક્ષ્મણે નારદને કહ્યું, હે નારદ ! તને અમારા પર મોટો ઉપકાર કર્યો, અમે દુરાચારી માતાને ભૂલી ગયા હતા તેનું તમે સ્મરણ કરાવ્યું. તમારા જેવો અમને કોઈ પ્રિય નથી. જે મનુષ્ય માતાનો વિનય કરે છે, દાસ થઈને માતાની સેવા કરે છે તે મહા પુણ્યવાન છે. જે માતાના ઉપકારનું વિસ્મરણ કરે છે તે કૃતજ્ઞ છે. માતાના સ્નેહથી વ્યાકુળ ચિત્તવાળા બન્ને ભાઈઓએ નારદની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com