________________
અઠોતેરમું પર્વ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ
४८७ અનેક રાજા મુનિ થયા. રતિવર્ધન તપ કરી જ્યાં ભાઈનો જીવ દેવ થયો હતો ત્યાં જ દેવ થયો. પછી બન્ને ભાઈ સ્વર્ગમાંથી ચ્યવીને રાજકુમાર થયાં. એકનું નામ, ઉર્વ, બીજાનું નામ ઉર્વસ. રાજા નરેન્દ્ર અને રાણી વિજયાના તે પુત્રો હતા. પછી જિનધર્મનું આરાધન કરી સ્વર્ગમાં દેવ થયા. ત્યાંથી ચ્યવીને તમે બન્ને ભાઈ રાવણની રાણી મંદોદરીના પેટે ઇન્દ્રજિત, મેઘનાદ નામે પુત્ર થયા અને નંદી શેઠની પત્ની ઇન્દ્રમુખી–રતિવર્ધનની માતા જન્માંતર કરી મંદોદરી થઈ. પૂર્વે સ્નેહ હતો તેથી અત્યારે પણ માતાનો પુત્ર પ્રત્યે અત્યંત સ્નેહ રહ્યો. મંદોદરીનું ચિત્ત જિનધર્મમાં આસક્ત છે. પોતાના પૂર્વભવ સાંભળીને બન્ને ભાઈ સંસારની માયાથી વિરક્ત થયા, તેમણે જૈનેશ્વરી દીક્ષા અંગીકાર કરી કુંભકર્ણ, મારીચ, રાજા મય અને બીજા પણ મોટા મોટા રાજા સંસારથી અત્યંત વિરક્ત થઈ મુનિ થયા. તેમણે વિદ્યાધરરાજની વિભૂતિ તૃણવત્ કરી, વિષય કષાય તજ્યા, મહાયોગીશ્વર થઈ અનેક ઋદ્ધિ મેળવી અને પૃથ્વી પર વિહાર કરતા ભવ્યોને પ્રતિબોધ આપ્યો. શ્રી મુનિસુવ્રતનાથના મુક્તિ ગયા પછી તેમના તીર્થમાં પરમ તપના ધારક અનેક ઋદ્ધિસંયુક્ત આ મહાપુરુષો થયા. તે ભવ્ય જીવોને વારંવાર વંદવાયોગ્ય છે. મંદોદરી પણ પતિ અને પુત્ર બન્નેના વિરહથી અત્યંત વ્યાકુળ થઈ મૂચ્છ પામી. પછી સચેત થઈ હરણીની પેઠે વિલાપ કરવા લાગી કે હાય પુત્ર! ઇન્દ્રજિત, મેઘનાદ! આ કેવો ઉદ્યમ કર્યો, હું તમારી માતા, અતિદીન તેને કેમ છોડી ? આ શું તમારા માટે યોગ્ય છે કે દુ:ખથી તપ્ત માતાનું સમાધાન કર્યા વિના ચાલ્યા ગયા? અરે પુત્રો! તમે મુનિવ્રત કેવી રીતે પાળી શકશો? તમે દેવ જેવા મહાભોગી, શરીરને લાડ કરનારા કઠોર ભૂમિ પર કેવી રીતે સૂઈ શકશો? તમે સમસ્ત વૈભવ છોડયો, સર્વ વિધા છોડી, કેવળ આત્મામાં તત્પર થયા, વળી રાજા મય મુનિ થયા તેનો પણ શોક કરે છે. અરે પિતા! આ તમે શું કર્યું? જગત છોડી મુનિવ્રત ધારણ કર્યું. તમે મારા તરફ આવો સ્નેહું તત્કાળ કેમ છોડયો ? હું તમારી પુત્રી, મારા ઉપર દયા કેમ ન રાખી ? બાલ્યાવસ્થામાં મારા ઉપર તમારી અત્યંત કૃપા હતી. હું પિતા, પુત્ર, પતિ બધાથી રહિત થઈ ગઈ. સ્ત્રીના એ જ રક્ષક છે. હવે હું કોના શરણે જાઉં? હું પુણ્યહીન, અતિદુ:ખ પામી. આ પ્રમાણે મંદોદરી રુદન કરે છે. તેનું રુદન સાંભળી બધાને દયા ઉપજે છે. તેને શશિકાંતા આર્થિક ઉત્તમ વચનથી ઉપદેશ દે છે. હું મૂર્ખા! રોવે છે શું? આ સંસારચક્રમાં જીવોએ અનંતા ભવ ધારણ કર્યા છે તેમાં નારકી અને દેવોને તો સંતાપ નથી, મનુષ્ય અને તિર્યંચને હોય છે. તે ચતુર્ગતિમાં ભ્રમણ કરતાં મનુષ્ય તિર્યંચના પણ અનંત જન્મ લીધા છે તેમાં તારે અનેક પિતા, પુત્ર, બધુ થયા. તેમના માટે જન્મોજન્મ રુદન કર્યું, હવે શા માટે વિલાપ કરે છે? નિશ્ચળ થા, આ સંસાર અસાર છે, એક જિનધર્મ જ સાર છે. તું જિનધર્મનું આરાધન કર, દુઃખથી નિવૃત્ત થા. પ્રતિબોધના કારણરૂપ આર્થિકાનાં મનોહર વચનો સાંભળી મંદોદરી વિરક્ત થઈ. સમસ્ત પરિગ્રહ છોડી એક શુક્લ વસ્ત્રધારી આર્થિકા થઈ. મંદોદરી મનવચનકાયથી નિર્મળ જિનશાસનમાં અનુરાગિણી છે. વળી રાવણની બહેન ચંદ્રનખા પણ એ જ આર્થિકા પાસે દીક્ષા લઈ આર્થિકા થઈ. જે દિવસે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com