________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
ચુંમોતે૨મું ૫ર્વ
૪૭૧ જ જ્યોતિષે લોકે ઓળંગીને આવવા લાગ્યા. જાતજાતનાં વાજિંત્રો અને ઘોડાની હણહણાટી, ગજોની ગર્જના, યોદ્ધાઓના સિંહનાદ, બંદીજનોના જયજય નાદ અને ગુણીજનોના વી૨૨સથી ભરેલાં ગીતો વગેરેના શબ્દો ભેગા થયા. ધરતી અને આકાશ શબ્દાયમાન થયા, જેમ પ્રલયકાળના મેઘપટલ હોય તેમ નીકળ્યા. મનુષ્ય, હાથી, ઘોડા, ૨થ, પ્યાદાં, પરસ્પર અત્યંત વિભૂતિથી દેદીપ્યમાન, બખ્તર પહેરી લાંબી ભુજાઓ અને ઉત્તુંગ ઉરસ્થળવાળા વિજયના અભિલાષી નીકળ્યા. પ્યાદાં ખડ્ગ સંભાળી આગળ આગળ ચાલ્યા જાય છે. સ્વામીને હર્ષ ઉપજાવનાર તેમનાથી આકાશ, પૃથ્વી અને બધી દિશાઓ ઢંકાઈ ગઈ. આવા ઉપાય કરવા છતાં પણ આ જીવને પૂર્વકર્મનો જેવો ઉદય હોય તેવું જ થાય છે. આ પ્રાણી અનેક ચેષ્ટા કરે છે. પરંતુ અન્યથા ન થાય જેવું ભવિતવ્ય હોય તેવું જ થાય. સૂર્ય પણ અન્ય પ્રકારે ન કરી શકે.
આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવનિકાના ગુજરાતી અનુવાદમાં રાવણની યુદ્ધની તૈયારીનું વર્ણન કરનાર તોત્તેરમું પર્વ પૂર્ણ થયું.
***
ચુંમોતે૨મું પર્વ
(રાવણનું રામ-લક્ષ્મણ સાથે યુદ્ધ)
પછી લંકેશ્વરે મંદોદરીને કહ્યું-હે પ્રિયે ! ખબર નથી કે ફરી વાર તારાં દર્શન થાય કે ન થાય. ત્યારે મંદોદરીએ કહ્યું કે હું નાથ! સદા વૃદ્ધિ પામો. શત્રુઓને જીતીને શીઘ્ર જ આવી અમને મળશો અને સંગ્રામમાંથી જીવતા આવશો; અને હજારો સ્ત્રીઓને અવલોકતો રાક્ષસોનો નાથ મહેલમાંથી બહાર નીકળ્યો. વિદ્યાધરોએ બનાવેલા અત્યંત વિકટ ઐન્દ્ર નામના રથને જોયો જેને હજાર હાથી જોડયા હતા, જાણે કે કાળી ઘટાનો મેઘ જ હોય. હાથી મદોન્મત્ત, મધઝરતા, મોતીઓની માળા પહેરેલા, ઘંટનાદ કરતા ઐરાવત જેવા નાના પ્રકારના રંગોથી શોભિત વિનયનું ધામ એવા શોભતા હતા જાણે કાળી ઘટાનો સમૂહ જ છે. હાથીઓ જોડેલા રથ પર ચડેલો રાવણ ભુજબંધથી શોભાયમાન સાક્ષાત્ ઇન્દ્ર જ છે. વિશાળ આંખોવાળા, અનુપમ આકારધારી, તેજથી સકળ લોકમાં શ્રેષ્ઠ પોતાના જેવા દસ હજાર વિદ્યાધરોના મંડળયુક્ત રણમાં આવ્યો તેથી અતિબળવાન, દેવ જેવા અભિપ્રાયના જાણનારા રાવણને જોઈ સુગ્રીવ અને હનુમાન કુપિત થયા. જ્યારે રાવણ ચડયો ત્યારે ઘણાં અપશુકન થયાં-ભયંકર અવાજ થયા, આકાશમાં ગીધ ફરવા લાગ્યા, તેમણે સૂર્યનો પ્રકાશ ઢાંકી દીધો. ક્ષયસૂચક આ અપશુકન થયાં, પરંતુ રાવણના સુભટોએ તેમને ગણકાર્યાં નહિ, યુદ્ધ માટે આવ્યા જ. શ્રી રામચંદ્ર પોતાની સેનામાં ઊભા રહી લોકોને પૂછ્યું-હૈ લોકો! આ નગરીની સમીપમાં આ ક્યો પર્વત છે? ત્યારે સુષેણાદિક તો તત્કાળ જવાબ ન આપી શક્યા અને જાંબુદિક કહેવા લાગ્યા આ બહુરૂપિણી વિધાથી રચેલો પદ્મનાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com