________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ | તોતેરમું પર્વ
૪૬૯ ભય રાખે છે? તે કહ્યું કે એ બળદેવ, નારાયણ છે, પણ નામ નારાયણ અને નામ બળદેવ થયું તેથી શું? નામ રાખે કાર્યની સિદ્ધિ નથી, નામ સિંહ પડ્યું તો થઈ ગયું? સિંહનું પરાક્રમ બતાવે તો સિંહ ગણાય. કોઈ માણસે પોતાનું નામ સિદ્ધ પાડયું તો શું તે સિદ્ધ થઈ જાય? હે કાંતે! તું કાયરતાની કેમ વાત કરે છે? રથનુપુરનો રાજા ઇન્દ્ર કહેવડાવતો હતો તો શું ઇન્દ્ર થઈ ગયો? તેમ આ પણ નારાયણ નથી. આ પ્રમાણે પ્રતિનારાયણ રાવણે એવાં પ્રબળ વચનો સ્ત્રીને કહ્યાં અને મંદોદરી સહિત ક્રીડા ભવનમાં ગયો, જેમ ઇન્દ્ર ઇન્દ્રાણી સાથે ક્રિીડાગૃહમાં જાય. સાંજે સંધ્યા ખીલી, અસ્ત પામતો સૂર્ય કિરણ સંકોચવા લાગ્યો, જેમ સંયમી કષાયોને સંકોચે. સૂર્ય લાલ થઈ અશક્ત બન્યો, કોમળો બિડાઈ ગયા, ચકલા-ચકવી વિયોગના ભયથી દીન વચન રટવા લાગ્યા, જાણે કે સૂર્યને બોલાવતા હોય અને સૂર્ય અસ્ત થતાં ગ્રહુ-નક્ષત્રોની સેના આકાશમાં વિસ્તરી જાણે કે ચંદ્રમાએ મોકલી. રાત્રિના સમયે રત્નદીપોનો પ્રકાશ થયો, દીપના પ્રકાશથી લંકાનગરી જાણે સુમેરુની શિખા જ હોય એવી શોભતી હતી. કોઈ વલ્લભા વલ્લભને મળીને એમ કહેતી કે એક રાત્રિ તો તમારી સાથે વિતાવીશું, પછી જોઈએ કે શું થાય છે? કોઈ પ્રિયા જુદા જુદા પ્રકારનાં પુષ્પોની સુગંધથી ઉન્મત્ત થઈ સ્વામીના અંગ પર જાણે કે કોમળ પુષ્પોની વૃષ્ટિ જ થઈ. કોઈ નારી કમળતુલ્ય ચરણ અને કઠણ સ્તનવાળી અને સુંદર શરીરની ધારક સુંદર પતિની સમીપે ગઈ. કોઈ સુંદરી આભૂષણો પહેરતી જાણે કે સુવર્ણ રત્નોને કૃતાર્થ કરતી હોય તેવી શોભતી હતી.
ભાવાર્થ- તેના જેવો પ્રકાશ રત્નોમાં અને સુવર્ણમાં નહોતો. રાત્રિના સમયમાં વિધાધરો વિદ્યા વડે મનવાંછિત ક્રીડા કરવા લાગ્યા. ધીરે ધીરે ભોગભૂમિ જેવી રચના થઈ ગઈ. સુંદર ગીત અને વીણા-બંસરીના શબ્દોથી લંકા જાણે વાર્તાલાપ કરતી હોય તેવી હર્ષિત બની. તાંબૂલ, સુગંધ, માળાદિક ભોગ અને સ્ત્રી આદિ ઉપભોગથી લોકો દેવોની જેમ રમ્યા. કેટલીક સ્ત્રીઓ પોતાના મુખનું પ્રતિબિંબ રત્નોની ભીંતમાં જોઈને માનવા લાગી કે બીજી કોઈ સ્ત્રી મકાનમાં આવી છે તેથી ઇર્ષાથી પતિને નીલકમળનો પ્રહાર કરવા લાગી. સ્ત્રીઓનાં મુખની-સુંગધથી સુવાસ ફેલાઈ ગઈ અને બરફના યોગથી સ્ત્રીઓનાં નેત્ર લાલ થઈ ગયાં. કોઈ નાયિકા નવોઢા હતી તેને પ્રીતમે નશો થાય તેવી વસ્તુ ખવડાવી ઉન્મત્ત કરી મૂકી તેથી તે કામક્રીડામાં પ્રવીણ પ્રૌઢત્વ પામી, લજ્જારૂપ સખીને દૂર કરી ઉન્મત્તતારૂપ સખીએ તેને ક્રિીડામાં અત્યંત તત્પર કરી, જેનાં નેત્ર ફરવા લાગ્યાં અને વચન અલિત થયાં, સ્ત્રીપુરુષની ચેષ્ટા ઉન્મત્તપણે કરીને વિકટરૂપ થઈ ગઈ. પુરુષ અને સ્ત્રીના અધર મૂંગા સમાન (લાલ) શોભવા લાગ્યા, નરનારી મદોન્મત્ત થયાં તે ન બોલવાની વાત બોલવા લાગ્યાં અને ન કરવાની વાત કરવા લાગ્યાં, લજ્જા છૂટી ગઈ, ચંદ્રમાના ઉદયથી કામની વૃદ્ધિ થઈ. એવું જ એમનું યૌવન હતું, એવા જ સુંદર મહેલો અને એવા જ અમલના જોરથી બધાં જ ઉન્મત્ત ચેષ્ટાનાં કારણો આવી મળ્યાં, આવી રાત્રે સવારમાં જેમને યુદ્ધમાં જવાનું છે તે સંભોગનો યોગ ઉત્સવરૂપ થઈ ગયો. રાક્ષસોનો ઇન્દ્ર,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com