________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પદ્મપુરાણ
સાઠમું પર્વ
૪૨૯
રાજા સુગ્રીવ પોતાની સેનાને રાક્ષસોની સેનાથી ખેદખિન્ન જોઈને પોતે અત્યંત ગુસ્સે થઈ યુદ્ધ કરવા તૈયાર થયો. અંજનીપુત્ર હનુમાન હાથીઓના રથ ૫૨ ચડી રાક્ષસો સાથે યુદ્ધ કરવા લાગ્યો. રાક્ષસોના સામંતો પવનપુત્રને જોઈ સિંહને જોઈ ગાય ડરે તેમ ડરવા લાગ્યા. રાક્ષસો પરસ્પર બોલતા કે આ હનુમાન આજ ઘણી સ્ત્રીઓને વિધવા કરશે. તેની સામે માલી આવ્યો. તેને આવેલો જોઈ હનુમાન ધનુષ ૫૨ બાણ ચડાવી સામે થયો. મંત્રી મંત્રીઓ સાથે, ૨થી ૨થીઓ સાથે, ઘોડેસવારો ઘોડેસવારો સાથે, હાથીના સવાર હાથીના સવાર સાથે લડવા લાગ્યા. હનુમાનની શક્તિથી માલી પાછો પડયો. એટલે મહાપરાક્રમી વજોદર હનુમાન તરફ દોડયો. તેમની વચ્ચે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. હનુમાને વજોદ૨ને થરહિત કર્યાં, તે બીજા ૨થ ૫૨ બેસીને હનુમાન સામે આવ્યો. હનુમાને તેને ફરી વા૨ ૨થરહિત કર્યો તેથી પવનથી પણ અધિક વેગવાળા રથ પર ચઢીને હનુમાન ૫૨ દોડયો. છેવટે હનુમાને તેને હણ્યો, તે પ્રાણરહિત થઈ ગયો. હવે હનુમાનની સામે રાવણનો પુત્ર જંબુમાલી આવ્યો. તેણે આવતાંવેંત હનુમાનની ધજા છેદી નાખી. હનુમાને ક્રોધથી જંબુમાલીનું બખ્તર ભેદું, ઘાસને તોડે તેમ તેનું ધનુષ તોડી નાખ્યું. મંદોદરીનો તે પુત્ર નવું બખ્તર પહેરીને હનુમાનની છાતીમાં તીક્ષ્ણ બાણોથી પ્રહાર કરવા લાગ્યો. પણ હનુમાનને એવું લાગ્યું કે નવા કમળની નાલિકાનો સ્પર્શ થયો. હનુમાને ચંદ્રવક્ર નામનું બાણ ચલાવ્યું જેથી જંબુમાલીના રથને ઘણા સિંહ જોડયા હતા તે છૂટી ગયા, તેમના જ સૈન્યમાં ભાગ્યા, તેમની વિકરાળ દાઢ, વિકરાળ વદન, ભયંકર નેત્રથી આખી સેના વિહ્વળ બની ગઈ, જાણે કે સેનારૂપ સમુદ્રમાં તે સિંહ કલ્લાલેરૂપ થયા અથવા દુષ્ટ જળચર જીવસમાન વિચરતા લાગ્યા અથવા સેનારૂપ મેઘમાં વીજળી સમાન ચમકે છે અથવા સંગ્રામરૂપ સંસારચક્રમાં સેનાના માણસોરૂપી જીવોને આ રથના છૂટેલા સિંહ કર્મરૂપ થઈને મહાદુ:ખી કરે છે. એનાથી આખી સેના દુ:ખી થઈ, તુરંગ, રથ, ગજ, પ્યાદા સર્વ વિહ્વળ થઈ ગયા. રાવણનું કાર્ય છોડીને દશે દિશામાં ભાગ્યા. પછી પવનપુત્ર બધાને કચરતો રાવણ સુધી જઈ પહોંચ્યો. તેણે દૂરથી રાવણને જોયો. હનુમાન સિંહના રથ પર ચઢી, ધનુષબાણ લઈ રાવણ સામે ગયો. રાવણ સિંહોથી સેનાને ભયરૂપ જોઈને અને કાળ સમાન હનુમાનને અત્યંત દુર્ધર જાણીને પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. ત્યારે મહોદર રાવણને પ્રણામ કરી, હનુમાન સામે લડવા આવ્યો. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. તે વખતે છૂટા થયેલા સિંહોને યોદ્ધાઓએ વશ કરી લીધા હતા. સિંહોને વશ થયેલા જોઈ સર્વ રાક્ષસો અત્યંત ક્રોધપૂર્વક હનુમાન ૫૨ તૂટી પડયા. અંજનાના પુત્ર, મહાભટ, પુણ્યના અધિકારીએ બધાને અનેક બાણોથી રોકી લીધા. રાક્ષસોએ હનુમાન ૫૨ અનેક બાણ ચલાવ્યાં, પરંતુ હનુમાનને ચલાયમાન ન કરી શક્યા. જેમ દુર્જનો અનેક કુવચનરૂપ બાણ સંયમીને મારે, પરંતુ તેમને (સંયમીને ) એકેય ન વાગે તેમ હનુમાનને રાક્ષસોનું એક પણ બાણ વાગ્યું નહિ. હનુમાનને અનેક રાક્ષસોથી ઘેરાયેલા જોઈને વાનરવંશી વિધાધરો સુષેણ, નળ, નીલ, પ્રીતિંકર, વિરાધિત, સંત્રાસિત, હરિકટ, સૂર્યજ્યોતિ, મહાબળ, જાંબુનદના પુત્ર યુદ્ધ કરવા પહોંચી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com