________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨૮ સાઠમું પર્વ
પદ્મપુરાણ ભાવ રાખે નહિ. જેમ અંધકારથી આચ્છાદિત રસ્તા પર આંખોવાળો પુરુષ પણ પૃથ્વી પર પડેલા સર્પ પર પગ મૂકે છે અને સૂર્યના પ્રકાશથી માર્ગ પ્રગટ થાય ત્યારે આંખોવાળા સુખપૂર્વક ગમન કરે છે તેમ જ્યાં સુધી મિથ્યારૂપ અંધકારથી માર્ગ અવલોકતા નથી ત્યાં સુધી નરકાદિ વિવરમાં પડે છે અને જ્યારે જ્ઞાનસૂર્યનો ઉદય થાય ત્યારે સુખેથી અવિનાશીપુર જઈ પહોંચે છે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં હુક્ત-પ્રહસ્ત અને નળ-નીલના પૂર્વભવનું વર્ણન કરનાર ઓગણસાઠમું પર્વ પૂર્ણ થયું.
* * *
સાઠમું પર્વ (રામ-લક્ષ્મણને અનેક વિદ્યાના લાભનું વર્ણન) હસ્ત અને પ્રહસ્તને નળ-નીલે હણ્યા એ સાંભળીને ઘણા યોદ્ધા ક્રોધ કરીને યુદ્ધ માટે તૈયાર થયા. મારીચ, સિંહજધન, ધન, સ્વયંભૂ, શંભુ, ઉર્જિત, શુક્ર, સારણ, ચંદ્ર, અર્ક, જગબીભત્સ, નિસ્વન, જ્વર, ઉગ્ર, મકર, વજાક્ષ, ઘાતનિષ્ફર, ગંભીરનાદ, સંવાદ, ઈત્યાદિ રાક્ષસ પક્ષના યોદ્ધા સિંહ, અશ્વ, રથ આદિ પર ચડીને આવ્યા અને વાનરવંશીઓની સેનાને ક્ષોભ ઉપજાવવા લાગ્યા. તેમને પ્રબળ જાણી વાનરવંશીઓના મદન, મદનાંકુર, સંતાપ, પ્રથિત, આક્રોશ, નંદન, દુરિત, અનધ, પુસ્માસ્ત્ર, વિધ્ર, પ્રિયંકર, ઈત્યાદિ યોદ્ધાઓ રાક્ષસો સાથે લડવા લાગ્યા. એમનાં નાના પ્રકારનાં શસ્ત્રોથી પરસ્પર સંગ્રામ થયો અને આકાશ ઢંકાઈ ગયું. સંતાપ મારીચ સાથે લડતો હતો, પ્રસ્થિત સિંહજધન સાથે, વિપ્ન ઉધાન સાથે, આક્રોશ સારણ સાથે, જવર નંદન સાથે એમ સરખેસરખા યોદ્ધાઓમાં અભુત યુદ્ધ થયું. મારીચે સંતાપને પાડી દીધો, નંદને જવરની છાતીમાં બરછી મારી, સિંહફટીએ પ્રથિતને અને ઉદ્દામકીર્તિએ વિધ્રને હણ્યો. સૂર્યાસ્ત થયો. પોતાના પતિનું મૃત્યુ સાંભળી તેમની સ્ત્રીઓ શોકસાગરમાં ડૂબી ગઈ, તેમની રાત્રી લાંબી થઈ ગઈ.
બીજે દિવસે અત્યંત ક્રોધ ભરેલા સામંતો યુદ્ધમાં ઊતર્યા. વજાક્ષ અને યુભિતાર, મૃગેન્દ્રદમન અને વિધિ, શંભૂ અને સ્વયંભૂ, ચન્દ્રાર્ક અને વજોદર ઈત્યાદિ રાક્ષસ પક્ષના મોટા મોટા સામંતો અને વાનરવંશીઓના સામંતો પરસ્પર જન્માંતરના ઉપાર્જિત વેરથી કૂદ્ધ થઈ યુદ્ધ કરતા હતા, જીવન પ્રત્યે બેપરવા હતા. સંક્રોધે ક્ષપિતારિને ઊંચા અવાજે બોલાવ્યો, બાહુબલિએ મૃગારિદમનને બોલાવ્યો, વિતાપીએ વિધિને એ પ્રમાણે અનેક યોદ્ધા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. શાર્દૂલે વજોદરને ઘાયલ કર્યો, ક્ષપિતારિએ સંક્રોધને માર્યો, શંભુએ વિશાલવુતિને માર્યો, સ્વયંભૂએ વિજયને લોઢાની યષ્ટિથી માર્યો, વિધિએ વિતાપીને ગદાથી માર્યો. ઘણો લાંબો સમય યુદ્ધ થતું રહ્યું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com