________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
ઓગણપચાસમું પર્વ
૩૯૫
પદ્મપુરાણ
જેવા શોભે છે. અનેક પ્રકારની સુગંધ અને આભૂષણોના પ્રકાશથી સભા જાણે કે ઇન્દ્રની સભા હોય એવી શોભે છે. પછી હનુમાન આશ્ચર્ય પામી અત્યંત પ્રેમથી શ્રી રામને કહેવા લાગ્યા, હૈ દેવ ! શાસ્ત્રમાં એમ કહ્યું છે કે પ્રશંસા પરોક્ષમાં કરવી, પ્રત્યક્ષ ન કરવી. પરંતુ આપનાં ગુણોથી આ મન વશીભૂત થઈને પ્રત્યક્ષ સ્તુતિ કરે છે. અને આ રીત છે કે આપ જેમનો આધા૨ હો તેમનાં ગુણોનું વર્ણન કરીએ તો જેવો મહિમા અમે આપનો સાંભળ્યો હતો તેવો પ્રત્યક્ષ જોયો છે. આપ જીવો પ્રત્યે દયાવાન, અત્યંત પરાક્રમી, પ૨મ હિતચિંતક, ગુણોના સમૂહ, જેમના નિર્મળ યશથી જગત શોભે છે. હું નાથ! સીતાના સ્વયંવર વિધાનમાં હજારો દેવ જેની રક્ષા કરતા હતા એવું વજાવર્ત ધનુષ આપે ચડાવ્યું, એ બધા પરાક્રમ અમે સાંભળ્યાં હતાં. જેમના પિતા દશરથ, માતા કૌશલ્યા, ભાઈ લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાના ભાઈ ભામંડળ, તે જગતપતિ રામ તમે ધન્ય છો, તમારી શક્તિ ધન્ય છે, સાગરાવર્ત ધનુષના ધારક અને સદા આજ્ઞાકારી લક્ષ્મણ જેમના ભાઈ છે તેમને ધન્ય છે, એ ધૈર્ય ધન્ય, એ ત્યાગને ધન્ય છે જે પિતાનું વચન પાળવા માટે રાજ્યનો ત્યાગ કરી મહાભયાનક દંડકવનમાં પ્રવેશ કર્યો અને આપે અમારા ઉપ૨ જેવો ઉપકાર કર્યો છે તેવો ઇન્દ્ર પણ ન કરે. સુગ્રીવનું રૂપ લઈને સાહસગતિ સુગ્રીવના ઘરમાં આવ્યો હતો અને આપે કપિવંશનું કલંક દૂર કર્યું, આપનાં દર્શનથી પૈતાલી વિધા સાહસગતિના શરીરમાંથી નીકળી ગઈ. આપે યુદ્ધમાં તેને હણ્યો તેથી આપે તો અમારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. હવે અમે આપની શી સેવા કરીએ? શાસ્ત્રની એ આજ્ઞા છે કે પોતાના ઉપર જે ઉપકાર કરે અને તેની સેવા ન કરીએ તો તેને ભાવની શુદ્ધતા નથી. જે કૃતઘ્ન ઉપકાર ભૂલે છે તે ન્યાયધર્મથી બહિર્મુખ છે, પાપીઓમાં મહાપાપી છે અને પરાધીનમાં પારધી છે, નિર્દય છે અને તેની સાથે સત્પુરુષ વાત પણ કરતા નથી. માટે અમે અમારું શરીર છોડીને આપના કામ માટે તૈયાર છીએ. હું લંકાપતિને સમજાવીને તમારી સ્ત્રી તમારી પાસે લાવીશ. હું રાઘવ! મહાબાહુ, સીતાનું મુખકમળ, પૂર્ણમાસીના ચંદ્રમાસમાન કાંતિનો પુંજ, તેને આપ નિ:સંદેહ શીઘ્ર જ જોશો. પછી જાંબુનદ મંત્રીએ હનુમાનને ૫૨મહિતનાં વચન કહ્યાં કે હૈ વત્સ વાયુપુત્ર! અમારા બધાનો એક તું જ આધાર છો, સાવધાન થઈને લંકા જવું અને કોઈ સાથે કદી પણ વિરોધ ન કરવો. ત્યારે હનુમાને કહ્યું કે આપની આજ્ઞા પ્રમાણે જ થશે.
પછી હનુમાન લંકા જવા તૈયાર થયા. ત્યારે રામ અત્યંત ખુશ થયા અને એકાંતમાં કહ્યું, હૈ વાયુપુત્ર! સીતાને આમ કહેજો કે હૈ મહાસતી ! તમારા વિયોગથી રામનું મન એક ક્ષણ પણ શાતારૂપ નથી અને રામે એમ કહ્યું છે કે જ્યાં સુધી તમે પરવશ છો ત્યાં સુધી અમે અમારો પુરુષાર્થ માનતા નથી. તમે મહા નિર્મળ શીલથી પૂર્ણ છો અને અમારા વિયોગથી પ્રાણ તજવા ચાહો છો પણ પ્રાણ તજશો નહિ, પોતાના ચિત્તમાં સમાધાન રાખજો, વિવેકી જીવોએ આર્ત રૌદ્રધ્યાનથી પ્રાણ તજવા નહિ. મનુષ્યદેહ અત્યંત દુર્લભ છે, તેમાં જિનેન્દ્રનો ધર્મ દુર્લભ છે, તેમાં સમાધિમરણ ન થાય તો આ મનુષ્ય દેહ ફોતરા જેવો અસાર છે. અને તેને વિશ્વાસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com