________________
૩૭ર
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates છેતાળીસમું પર્વ
પદ્મપુરાણ હું કહું તેમ કર. સર્વ વસ્તુનું મૂળ પ્રાણ છે. ત્યારે મંદોદરીએ કહ્યું કે આપ કહેશો તે હું કરીશ. ત્યારે રાવણ એની સલાહ લઈ વ્યાકુળ થઈ કહેવા લાગ્યો કે હે પ્રિયે! એક સીતા નામની સ્ત્રી છે, સ્ત્રીઓની સૃષ્ટિમાં એવી બીજી નથી, તે જ મને નહિ ઇચ્છે તો મારું જીવન નહિ રહે. મારું લાવણ્ય, રૂપ, માધુર્ય, સુંદરતા તે સુંદરી મળવાથી સફળ થશે. ત્યારે એની દશા કષ્ટરૂપ જાણી હસીને દાંતની કાંતિરૂપ ચાંદનીને પ્રકાશતી કહેવા લાગી કે હું નાથ ! એ મોટા આશ્ચર્યની વાત છે કે તમારા જેવા પ્રાર્થના કરે અને તે તમને ન ઇચ્છે, તો તે મંદભાગિની છે. આ સંસારમાં એવી કઈ પરમસુંદરી છે, જેનું મન તમને દેખવાથી ખંડિત ન થાય અને મન મોહિત ન થાય અથવા તે સીતા કોઈ પરમ ઉદયરૂપ અદ્દભુત રૈલોક્યસુંદરી હોવી જોઈએ, જેને તમે ઈચ્છો છો અને તે તમને ઇચ્છતી નથી. આ તમારા હાથ હાથીને સૂંઢ જેવા, રત્નજડિત બાજુબંધવાળા છે તેનાથી છાતીએ ભીડી તેને બળાત્કારથી કેમ સેવતા નથી? ત્યારે રાવણે કહ્યું કે એ સર્વાંગસુંદરીને હું બળાત્કારે નહિ ગ્રહણ કરું, તેનું કારણ સાંભળ. અનંતવીર્ય કેવળીની પાસે મેં એક વ્રત લીધું છે, તે ભગવાન દેવ ઇન્દ્રાદિથી વંધ એ પ્રમાણે વ્યાખ્યા કરતા હતા કે સંસારમાં ભ્રમણ કરતા જીવ પરમદુઃખી છે, તેમને પાપની નિવૃત્તિ નિર્વાણનું કારણ છે, એક પણ નિયમ મહાફળ આપે છે અને જેને એક પણ વ્રત નથી તે મનુષ્યોમાં અને પશુઓમાં કાંઈ અંતર નથી, માટે પોતાની શક્તિ પ્રમાણે પાપને તજો, સુકૃતરૂપ ધન અંગીકાર કરો જેથી જન્મઅંધની પેઠે સંસારરૂપ અંધકૂપમાં ન પડો. આ પ્રમાણે ભગવાનના મુખકમળમાંથી નીકળેલું વચનરૂપ અમૃત પીને કેટલાક મનુષ્યો તો મુનિ થયા. કેટલાક અલ્પ શક્તિવાળા અણુવ્રત ધારણ કરીને શ્રાવક થયા, કર્મના સંબંધથી બધાની એકસરખી શક્તિ હોતી નથી. ત્યાં ભગવાનની સમીપમાં એક સાધુ મારા પર કૃપા કરીને મને કહેવા લાગ્યા, હે દશાનન ! તમે પણ કાંઈક નિયમ લ્યો, તું દયા-ધર્મરૂપ રત્ન-નદી પાસે આવ્યો છે તો ગુણરૂપ રત્નોના સંગ્રહ વિના ખાલી ન જા. એ પ્રમાણે કહ્યું ત્યારે મેં તેમની વાત માન્ય રાખીને દેવ-અસુર-વિધાધર-મુનિ-સર્વની સાક્ષીએ વ્રત લીધું કે જે પરનારી મને ન ઇચ્છે તેને હું બળાત્કારે નહિ સેવું. હે પ્રાણપ્રિયે ! મેં વિચાર્યું કે મારા જેવા રૂપાળા નરને જોઈને એવી કઈ સ્ત્રી છે જે માન કરે, તેથી હું બળાત્કારે સીતાનું સેવન નહિ કરું. રાજાઓની એ જ રીત છે કે જે વચન કહે તેને નિભાવે, નહિતર મહાન દોષ લાગે. તેથી હું પ્રાણ ત્યજું ત્યારપહેલાં તું સીતાને પ્રસન્ન કર; ઘર બળી ગયા પછી કૂવો ખોદવો નકામો છે. પછી મંદોદરી રાવણને વિહ્વળ જાણીને કહેવા લાગી કે હે નાથ! તમારી આજ્ઞા પ્રમાણે જ થશે. આમ કહીને દેવારણ્ય નામના ઉધાનમાં ગઈ અને તેની આજ્ઞા થતાં અઢાર હજાર રાણી ગઈ. મંદોદરી જઈ સીતાને આ પ્રમાણે કહેવા લાગી: હે સુંદરી ! હર્ષના સ્થાનમાં વિષાદ શા માટે કરે છે ? જે સ્ત્રીની રાવણપતિ હોય તે જગતમાં ધન્ય છે. બધા વિધાધરોના અધિપતિ, સુરપતિને જીતનાર, ત્રણ લોકમાં સુંદર, તેને કેમ ઇચ્છતી નથી ? નિર્જન વનના નિવાસી, નિર્ધન, શક્તિહીન ભૂમિગોચરીને માટે શું દુ:ખ કરે છે? સર્વલોકમાં શ્રેષ્ઠને અંગીકાર કરી સુખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com