________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ એકત્રીસમું પર્વ
પદ્મપુરાણ પીડા નહિ થાય. હવે તું ઊંડા નિશ્વાસ ન કાઢ, થોડાક દિવસ પિતાની આજ્ઞા માની, રાજ્ય કરી ન્યાયસહિત પૃથ્વીનું રક્ષણ કર. નિર્મળ સ્વભાવવાળા! આ ઈક્વાકુવંશના કુળને અત્યંત શોભાવ, જેમ ચંદ્રમાં ગ્રહ, નક્ષત્ર વગેરેને શોભાવે છે તેમ. પંડિતોએ કહ્યું છે કે ભાઈનું રક્ષણ કરે, સંતાપ હરે તે જ ભાઈનું ભાઈપણું છે. શ્રી રામચંદ્ર આમ કહીને પિતાનાં ચરણોને ભાવસહિત પ્રણામ કરીને ચાલી નીકળ્યા. પિતાને મૂર્છા આવી ગઈ, લાકડાના થાંભલા જેવું શરીર થઈ ગયું. રામે ભાથો બાંધી, હાથમાં ધનુષ લઈ માતાને નમસ્કાર કરી કહ્યું: હે માતા! હું અન્ય દેશમાં જાઉં છું. તમે ચિંતા કરશો નહિ, ત્યારે માતાને પણ મૂર્છા આવી ગઈ. પછી સચેત થઈને, આંસુ વહાવતી કહેવા લાગી કે અરે પુત્ર! તું મને શોકસાગરમાં ડૂબાડીને ક્યાં જાય છે? તું ઉત્તમ ચેષ્ટા કરનાર છો, જેમ શાખાને મૂળનો આધાર હોય છે તેમ માતાને પુત્રનું જ અવલંબન હોય છે. માતા વિલાપ કરવા લાગી. ત્યારે માતાની ભક્તિમાં તત્પર શ્રીરામ તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે માતા! તમે વિષાદ ન કરો. હું દક્ષિણ દિશામાં કોઈ સ્થાન શોધીને તમને ચોક્કસ બોલાવીશ. મારા પિતાએ માતા કૈકેયીને વચન આપ્યું હતું તેથી ભરતને રાજ્ય આપ્યું છે. હવે હું અહીં નહિ રહું. વિધ્યાંચળના વનમાં અથવા મલયાચળના વનમાં તથા સમુદ્રની સમીપે સ્થાન કરીશ. સૂર્ય સમાન હું અહીં રહું તો ચંદ્રમા સમાન ભારતની આજ્ઞા અને ઐશ્વર્યરૂપ કાંતિ ન વિસ્તરે. ત્યારે નમેલા પુત્રને માતા છાતીએ ચાપી રુદન કરતી કહેવા લાગી કે હે પુત્ર! મારે તારી સાથે જ આવવું ઉચિત છે, તને જોયા વિના હું મારા પ્રાણ ટકાવવાને સમર્થ નથી. કુળવાન સ્ત્રીને પિતા, પતિ કે પુત્રનો જ આશ્રય છે. પિતા તો મૃત્યુ પામ્યા છે, પતિ જિનદીક્ષા લેવાને તૈયાર થયા છે એટલે હવે પુત્રનો જ આધાર છે. જો તું જ છોડીને ચાલ્યો જા તો મારી કઈ ગતિ થશે ? ત્યારે રામ બોલ્યા, હે માતા ! માર્ગમાં પથ્થર અને કાંટા ઘણા છે, તમે કેવી રીતે પગે ચાલી શકશો? માટે કોઈ સુખદાયક સ્થાન નક્કી કરી, વાહન મોકલી તમને બોલાવીશ. હું તમારા ચરણોના સોગંદ ખાઈને કહું છું કે તમને લેવા હું આવીશ, તમે ચિંતા ન કરો. આ પ્રમાણે કહી માતાને શાંતિ ઉપજાવીને વિદાય આપી. પછી પિતા પાસે ગયા. પિતા મૂચ્છિત થઈ ગયા હતા તે સચેત થયા. પિતાને પ્રણામ કરી, બીજી માતાઓ પાસે ગયા. સુમિત્રા, કૈકેયી અને સુપ્રભા બધાને પ્રણામ કરી વિદાય લીધી. રામ ન્યાયમાં પ્રવીણ છે, નિરાકુળ ચિત્તવાળા છે, તે ભાઈ, બંધુ, મંત્રી, અનેક રાજા, ઉમરાવ, પરિવારના લોકો એમ બધાને શુભ વચન કહીને વિદાય થયા. બધાને ખૂબ આશ્વાસન આપી છાતીસરસા ચાંપ્યા, તેમના આંસુ લૂછયાં. તેમણે ઘણી વિનંતી કરી કે અહીં જ રહો, પણ તે માન્યા નહિ. સામત, હાથી, ઘોડા, રથ બધા તરફ કૃપાદૃષ્ટિથી જોયું મોટા મોટા સામંતો હાથી, ઘોડા વગેરે ભેટ લાવ્યા તે પણ રામે ન રાખ્યાં. સીતા પોતાના પતિને વિદેશ જવા તૈયાર જોઈ, સાસુ અને સસરાને પ્રણામ કરી પતિની સાથે ચાલી, જેમ શચિ ઇન્દ્રની સાથે જાય છે તેમ. લક્ષ્મણ સ્નેહથી પૂર્ણ રામને વિદેશ જવા તૈયાર થયેલા જોઈ મનમા ગુસ્સાથી વિચારવા લાગ્યા કે પિતાજીએ સ્ત્રીના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com