________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦ એકત્રીસમું પર્વ
પદ્મપુરાણ જ છે. અભવ્યોને તો સર્વથા મુક્તિ નથી, નિરંતર ભવભ્રમણ જ છે અને ભવ્યોમાંથી કોઈકને મુક્તિ મળે છે. જ્યાં સુધી જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ છે તે લોકાકાશ છે અને જ્યાં એકલું આકાશ જ છે તે અલોકાકાશ છે. લોકના શિખરે સિદ્ધ બિરાજે છે. આ લોકાકાશમાં ચેતના લક્ષણવાળા જીવ અનંતા છે તેમનો વિનાશ થતો નથી. સંસારી જીવ નિરંતર પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય આ છે કાયમાં દેહ ધારણ કરીને ભ્રમણ કરે છે. આ ત્રિલોક અનાદિ છે, અનંત છે તેમાં સ્થાવર-જંગમ જીવો પોતપોતાના કર્મસમૂહોથી બંધાઈને ભિન્ન ભિન્ન યોનિઓમાં ભ્રમણ કરે છે. આ જિનરાજના ધર્મથી અનંત સિદ્ધ થયા અને અનંત સિદ્ધ થશે અને વર્તમાનમાં થાય છે. જિનમાર્ગ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. અનંતકાળ વીતી ગયો, અનંતકાળ વીતશે, કાળનો અંત નથી. જે જીવ સંદેહરૂપ કલંકથી કલંકી છે અને પાપથી પૂર્ણ છે, ધર્મને જાણતા નથી, તેમને જૈનનું શ્રદ્ધાન ક્યાંથી હોય? અને જેને શ્રદ્ધાન નથી, જે સમ્યકત્વરહિત છે, તેમને ધર્મ ક્યાંથી હોય? ધર્મરૂપ વૃક્ષ વિના મોક્ષફળ કેવી રીતે મેળવે. અજ્ઞાન અનંત દુઃખનું કારણ છે. જે મિથ્યાદષ્ટિ અધર્મમાં અનુરાગી છે અને અતિ ઉગ્ર પાપકર્મથી મંડિત છે, રાગાદિ વિષથી ભરેલા છે, તેમનું કલ્યાણ કેવી રીતે થાય? તે દુઃખ જ ભોગવે છે. હસ્તિનાપુરમાં એક ઉપાતિ નામનો પુરુષ હતો, તેની સ્ત્રી દીપની મિથ્યાભિમાનથી પૂર્ણ હતી. તે વ્રતનિયમ કાંઈ પાળતી નહિ. તે ખૂબ ક્રોધી, અદેખી, કષાયરૂપ વિષની ધારક, સાધુઓની સતત નિંદા કરનારી, કુશબ્દ બોલનારી, અતિકૃપણ, કુટિલ, પોતે કોઈને અન્ન આપે નહિ અને આપતું હોય તેને પણ રોકનારી, ધનની ભૂખી, ધર્મથી અજાણ ઈત્યાદિ અનેક દોષથી ભરેલી મિથ્યામાર્ગની સેવક, પાપકર્મના પ્રભાવથી ભવસાગરમાં અનંતકાળથી ભટકતી હતી. ઉપાસ્તિ દાનના અનુરાગથી ચંદ્રપુરનગરમાં ભદ્ર નામના પુરુષની ધારિણી નામક સ્ત્રીને પેટે ધારણ નામનો પુત્ર થયો. તે ભાગ્યશાળી હતો, મોટું કુટુંબ હતું અને નયનસુંદરી નામની પત્ની હતી. ધારણ શુદ્ધ ભાવથી મુનિઓને આહારદાન આપી અંતકાળે શરીર છોડી, ધાતકીખંડદ્વીપમાં ઉત્તરકુરુ ભોગભૂમિમાં ત્રણ પલ્યનું સુખ ભોગવી, દેવપર્યાય પામી, ત્યાંથી ચ્યવીને પૃથલાવતી નગરીમાં રાજા નંદીઘોષ અને રાણી વસુધાનો નંદીવર્ધન નામે પુત્ર થયો. એક દિવસ રાજા નંદીઘોષ યશોધર નામના મુનિની પાસે ધર્મશ્રવણ કરી, નંદીવર્ધનને રાજ્ય આપી પોતે મુનિ થયા અને તપ કરીને સ્વર્ગમાં ગયા. નંદીવર્ધને શ્રાવકના વ્રત ધારણ કર્યા, નમસ્કાર મંત્રના સ્મરણમાં તત્પર રહેતા. તેમણે કરોડ પૂર્વ સુધી મહારાજપદનું સુખ ભોગવી અંતકાળે સમાધિમરણ કરી, પંચમ દેવલોકની પ્રાપ્તિ કરી. ત્યાંથી ચ્યવીને પશ્ચિમ વિદેહમાં વિજ્યાધ પર્વત પર શશિપુર નામના નગરમાં રાજા રત્નમાલીની રાણી વિધુતલતાની કુક્ષિએ સૂર્યજય નામનો પુત્ર થયો. એક દિવસ મહાબળવાન રત્નમાલી સિંહપુરના રાજા વજલોચન સાથે યુદ્ધ કરવા ગયો. અનેક દિવ્ય રથ, હાથી, ઘોડા, પ્યાદાં મહાપરાક્રમી સામતો સાથે, નાના પ્રકારનાં શસ્ત્રોનો ધારક રાજા હોઠ કચડતો, ધનુષ ચઢાવીને, રથમાં આરૂઢ થઈને ભયાનક આકૃતિ ધારણ કરી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com