________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes
પદ્મપુરાણ
અઠ્ઠાવીસમું પર્વ
૨૫૭
મટતો નહિ. કોઈ વાર તે મૌન થઈ જતો, કોઈ વા૨ હસવા લાગતો. કોઈ વાર વિકથા કર્યા કરતો, કોઈ વાર ઉઠીને ઊભો રહેતો, નકામો ઊભો થઈને ચાલવા લાગતો, વળી પાછો આવતો. આવી ચેષ્ટા કરતો, જાણે કે તેને ભૂત વળગ્યું હોય! ત્યારે મોટા મોટા બુદ્ધિમાન લોકો એને કામાતુર જાણીને પરસ્પર વાત કરવા લાગ્યા કે આ કન્યાનું રૂપ કોઈએ ચિત્રપટમાં અંકિત કરીને આની પાસે ફેંકયું છે તેથી તેનું મન ડામાડોળ થઈ ગયું છે. કદાચ આ ચેષ્ટા નારદે જ કરી હોય. તે વખતે નારદે પોતાના કાર્યથી કુમારને વ્યાકુળ થયેલો જાણીને અને લોકોની વાત સાંભળીને કુમારનાં સગાઓને દર્શન દીધાં. તેઓએ તેમનો ખૂબ આદર કરીને પૂછ્યું કે હું દેવ! કહો, આ કોની કન્યાનું ચિત્ર છે? તમે તેને ક્યાં જોઈ ? આ કોઈ સ્વર્ગની દેવાંગનાનું રૂપ છે, નાગકુમારીનું રૂપ છે કે કોઈ પૃથ્વી ૫૨ આવેલીને તમે જોઈ છે? ત્યારે નારદે માથું હલાવીને બોલ્યા કે એક મિથિલા નામની નગરી છે, ત્યાં રાજા ઇન્દ્રકેતુનો પુત્ર જનક રાજ્ય કરે છે, તેની રાણીનું નામ વિદેહા છે, તે રાજાને અતિપ્રિય છે, આ રૂપ તેની પુત્રી સીતાનું છે. આમ કહીને નારદ ભામંડળને કહેવા લાગ્યા કે હૈ કુમાર! તું વિષાદ ન કર. તું વિધાધર રાજાનો પુત્ર છે, તારા માટે આ કન્યા દુર્લભ નથી, સુલભ જ છે. વળી, તું રૂપમાત્રથી જ અનુરાગી થયો, તેનામાં ઘણા ગુણ છે, તેના હાવભાવ, વિલાસાદિકનું વર્ણન કોણ કરી શકે? અને એને જોતાં તારું ચિત્ત વશીભૂત થયું હોય તો એમાં આશ્ચર્ય શેનું છે? તેને જોવાથી તો મોટા મોટા પુરુષોનાં ચિત્ત પણ મોહિત થઈ જાય છે. મેં તો પટ ૫૨ તેનો આકાર માત્ર દોર્યો છે, તેનું લાવણ્ય તો તેનામાં જ છે, તે દોરવામાં કેવી રીતે આવે? નવયૌવનરૂપ જળથી ભરેલા કાંતિરૂપ સમુદ્રની લહેરોમાં તે સ્તનરૂપ કુંભ વડે તરી રહી છે. અને આવી સ્ત્રી તને છોડીને બીજા કોના માટે યોગ્ય હોય? તારો અને એનો મેળાપ થાય તે યોગ્ય છે. આમ કહીને નારદે ભામંડળના મનમાં ખૂબ સ્નેહ ઉપજાવ્યો અને પોતે આકાશમાર્ગે ચાલતા થયા. કામના બાણથી વીંધાયેલો ભામંડળ પોતાના ચિત્તમાં વિચારવા લાગ્યો કે જો આ સ્ત્રીરત્ન મને તરત જ ન મળે તો મારે જીવવું નથી. જુઓ, આશ્ચર્યની વાત કે પરમાંતિ ધરનાર તે સુંદરી મારા હૃદયમાં બેસીને અગ્નિની જ્વાળા સમાન મારા હૃદયને આતાપ કરે છે. સૂર્ય બાહ્ય શરીરને તાપ ઉપજાવે છે અને કામ અંદર અને બહા૨ દાહ ઉપજાવે છે. સૂર્યનો આતાપ દૂર કરવાના તો અનેક ઉપાયો છે, પરંતુ કામનો દાહ મટાડવાનો કોઈ ઉપાય નથી. હવે મારી બે અવસ્થા થવાની છે. કાં તો તેનો સંયોગ થાય અથવા કામનાં બાણોથી મારું મરણ થાય. નિરંતર આવા વિચારો કરીને ભામંડળ વિહ્વળ થઈ ગયો. તે ભોજન અને ઊંઘ બધું ભૂલી ગયો. એને ન તો મહેલમાં શાતા મળતી, ન ઉપવનમાં. કુમારની વ્યાકુળતાના કારણરૂપ આ બધો વૃત્તાંત જાણીને તથા તે નારદકૃત છે એમ સમજીને તેણે કુમારના પિતાને કહ્યું કે હું નાથ! આ અનર્થનું મૂળ નારદ છે. તેણે એક અત્યંત રૂપાળી સ્ત્રીનું ચિત્રપટ લાવીને કુમારને બતાવ્યું છે અને કુમાર ચિત્રપટ જોઈને અત્યંત વિભ્રમચિત્ત થઈને ધીરજ રાખતો નથી, લજ્જારહિત થઈ ગયો છે, વારંવાર ચિત્રપટ જોયા કરે છે, ‘સીતા, સીતા ' એવા શબ્દો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com