________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ અઠ્ઠાવીસમું પર્વ
પદ્મપુરાણ અઠ્ઠાવીસમું પર્વ (સીતાનો સ્વયંવર અને રામની સાથે વિવાહ). આવા પરાક્રમથી પૂર્ણ રામની કથા વિના નારદ એક ક્ષણ પણ રહેતા નહિ, બધે રામની વાત કર્યા જ કરતા. નારદને રામના યશથી પરમ આશ્ચર્ય ઉત્પન્ન થયું છે. વળી, નારદે સાંભળ્યું હતું કે જનક રામને જાનકી દેવાનો વિચાર કર્યો છે. જાનકીનો મહિમા આખી પૃથ્વી પર પ્રસિદ્ધ હતો. નારદે વિચાર કર્યો કે એક વાર સીતાને જોઉં કે તે કેવી છે? કેવાં લક્ષણોથી શોભે છે કે જેથી જનકે તેને રામને દેવાનું નક્કી કર્યું છે. જેનું હૃદય શીલસંયુક્ત છે એવા નારદ સીતાને જોવા માટે સીતાને ઘેર આવ્યા. તે વખતે સીતા દર્પણમાં પોતાનું મુખ જોઈ રહી હતી, તેને નારદની જટા દર્પણમાં દેખાઈ એટલે તે ભયથી વ્યાકુળ બનીને મનમાં ચિંતવવા લાગી કે હાય માતા! આ કોણ છે? આમ ભયથી ધ્રુજતી તે મહેલની અંદર ગઈ. નારદ પણ સાથે જ મહેલમાં જવા લાગ્યા ત્યારે દ્વારપાલીએ તેમને રોકયા એટલે નારદ અને દ્વારપાલી વચ્ચે કજિયો થયો. કજિયાના શબ્દો સાંભળીને ખગ અને ધનુષ્યના ધારક સામંતો દોડી આવ્યા અને કહેવા લાગ્યા કે પકડી લ્યો, પકડી લ્યો, આ કોણ છે? આવા શસ્ત્રધારીઓનો અવાજ સાંભળીને નારદ ડરી ગયા અને આકાશમાર્ગે ગમન કરીને કૈલાસ પર્વત પર આવ્યા. ત્યાં બેસીને વિચારવા લાગ્યા કે ખૂબ કષ્ટ પામ્યો અને મુશ્કેલીથી બચ્યો, નવો જન્મ જ મળ્યો, જેમ પક્ષી દાવાનળમાંથી બહાર નીકળે તેમ હું ત્યાંથી નીકળ્યો. પછી ધીરે ધીરે નારદની ઘૂજારી મટી અને કપાળેથી પરસેવો લૂછીને વાળ વિખરાઈ ગયા હતા તે સમારીને બાંધ્યા. તેમના હાથ ધૃજતા હતા, જેમ જેમ તે વાત યાદ આવતી તેમ તેમ તે નિશ્વાસ નાખતા. પછી તે ખૂબ ક્રોધે ભરાઈને, મસ્તક હલાવીને વિચારવા લાગ્યા કે કન્યાની દુષ્ટતા તો જુઓ ! હું નિર્દોષપણે સરળ સ્વભાવથી, રામ પ્રત્યેના અનુરાગથી તેને જોવા ગયો હતો તે મૃત્યુ સમાન અવસ્થા પામ્યો, યમ જેવા દુષ્ટ માણસો મને પકડવા આવ્યા, સારું થયું કે હું બચી ગયો, પકડાયો નહિ. હવે તે પાપણી મારી પાસેથી કેવી રીતે બચશે? તે જ્યાં જ્યાં જશે ત્યાં હું તેને દુઃખમાં ધકેલીશ. હું વાજિંત્ર વગાડયા વિના પણ નાચું છું તો પછી જ્યારે વાજિંત્રો વાગે ત્યારે તો ટળું જ શેનો ? આમ વિચારીને તે શીધ્ર વૈતાદ્યની દક્ષિણ શ્રેણીમાં રથનૂપુર નગરમાં ગયા અને સીતાના મહાસુંદર રૂપનું ચિત્રપટ બનાવીને લઈ ગયા. ચિત્ર એવું અંકિત કર્યું હતું કે જાણે પ્રત્યક્ષ ન હોય! ચંદ્રગતિનો પુત્ર ભામંડળ ઉપવનમાં અનેક કુમારો સહિત ક્રિડા કરવા આવ્યો હતો તેની સમીપમાં આ ચિત્રપટ ફેંકીને પોતે છુપાઈ રહ્યા. ભામંડળને એવી ખબર ન પડી કે આ મારી બહેનનું ચિત્રપટ છે. તે ચિત્રપટ જોઈને ચિત્તમાં મોહ પામ્યો, લજ્જા, શાસ્ત્રજ્ઞાન, વિચાર એ બધું ભૂલી ગયો. લાંબા લાંબા નિસાસા નાખવા લાગ્યો, તેના હોઠ સુકાઈ ગયા, ગાત્ર શિથિલ થઈ ગયાં, રાતદિવસ ઊંઘ આવતી નહિ, અનેક ઉપચારો કરવામાં આવ્યા તો પણ તેને શાંતિ મળી નહિ, સુગંધી પુષ્પ અને સુંદર આહાર એને વિષ સમાન લાગ્યા. તેને શીતળ જળ છાંટવા છતાં પણ તેનો સંતાપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com