________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૪ એકવીસમું પર્વ
પદ્મપુરાણ ધારીને ઊભેલા મુનિરાજ વિષે વજબાહુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા. મુનિને ઝાડનું ઠૂંઠું જાણીને તેમના શરીર સાથે મૃગ પોતાના શરીરને ઘસી પોતાની ખંજવાળ મટાડતા હતા. જ્યારે રાજા પાસે ગયા ત્યારે તેમને નિશ્ચય થયો કે આ મહાયોગીશ્વર શરીરનું ભાન ભૂલી કાયોત્સર્ગ કરી સ્થિરપણે ઊભા છે, સૂર્યનાં કિરણો તેમના મુખકમળને સ્પર્શી રહ્યા છે, મહાસર્પની ફેણ સમાન દેદીપ્યમાન ભુજાઓ લંબાવીને ઊભા છે, તેમનું વક્ષસ્થળ સુમેરુના તટ સમાન સુંદર છે, દિગ્ગજોને બાંધવાના સ્તંભ જેવી અચળ તેમની જંઘા છે, શરીર તપથી ક્ષીણ છે, પણ કાંતિથી પુષ્પ દેખાય છે, જેમણે નિશ્ચળ સૌમ્ય નેત્રો નાકની અણી ઉપર સ્થિર કર્યા છે, આત્માનું એકાગ્ર થઈને ધ્યાન કરે છે એવા મુનિને જોઈને રાજકુમાર ચિંતવવા લાગ્યા કે અહો, ધન્ય છે આ શાંતિભાવના ધારક મહામુનિ, જે સમસ્ત પરિગ્રહું છોડીને મોક્ષાભિલાષી થઈ તપ કરે છે એમને નિર્વાણ નિકટ છે, નિજકલ્યાણમાં જેમની બુદ્ધિ લાગેલી છે, જેમનો આત્મા પરજીવોને પીડા આપવામાંથી નિવૃત્ત થયો છે અને મુનિપદની ક્રિયાથી મંડિત છે, જેમને શત્રુ મિત્ર સમાન છે, તૃણ અને કંચન સમાન છે, પાષાણ અને રત્ન સમાન છે, જેમનું મન-માન, મત્સરથી રહિત છે, જેમણે પાંચેય ઈન્દ્રિય વશ કરી છે, જેમને નિશ્ચળ પર્વત સમાન વીતરાગ ભાવ છે, જેમને જોવાથી જીવનનું કલ્યાણ થાય છે. આ મનુષ્યદેહનું ફળ એમણે જ મેળવ્યું છે. એ વિષય કષાયોથી ઠગાયા નથી, જે મહાક્રૂર અને મલિનતાના કારણ છે. હું પાપી કર્મરૂપ બંધનથી નિરંતર બંધાઈને રહ્યો. જેમ ચંદનનું વૃક્ષ સર્પોથી વીંટળાઈને રહે છે તેમ હું પાપી અસાવધાનચિત્ત અચેત સમાન થઈ રહ્યો. ધિક્કાર છે મને! હું ભોગાદિરૂપ મહાપર્વતના શિખર પર સૂઈ રહ્યો છું તે નીચે જ પડીશ. જો આ યોગીન્દ્ર જેવી દશા ધારણ કરું તો મારો જન્મ સફળ થઈ જાય. આમ ચિંતવન કરતાં વજબાહુની દષ્ટિ મુનિનાથમાં અત્યંત નિશ્ચળ થઈ, જાણે કે થાંભલા સાથે બંધાઈ ગઈ. ત્યારે તેમના સાળા ઉદયસુંદરે તેમને નિશ્ચળ દષ્ટિથી જોતા જોઈને મલકતાં મલકતાં હસીને કહ્યું કે મુનિ તરફ અત્યંત નિશ્ચળ થઈને જુઓ છો તો શું દિગંબરી દીક્ષા ધારણ કરવી છે? વજબાહુએ જવાબ આપ્યો કે અમારા હૃદયનો ભાવ હતો તે જ તમે પ્રગટ કર્યો. હવે તમે આ જ ભાવની વાત કરો. ત્યારે તેણે તેમને રાગી જાણીને હસતાં હસતાં કહ્યું કે જો તમે દીક્ષા લેશો તો હું પણ લઈશ, પરંતુ આ દીક્ષાથી તો તમે અત્યંત ઉદાસ થશો. વજબાહુ બોલ્યા એ તો આ લીધી. આમ કહીને વિવાહનાં આભૂષણ ઉતારી નાખ્યાં અને હાથી ઉપરથી નીચે ઉતર્યા. ત્યારે મૃગનયની સ્ત્રી રોવા લાગી, મોટાં મોતી સમાન અથુપાત કરવા લાગી. ત્યારે ઉદયસુંદર આંસુ સારતો કહેવા લાગ્યો કે આ તો હસવાની વાત કરી હતી તેને વિપરીત કેમ કરો છો? વજબાહુ અતિમધુર વચનોથી તેમને શાંતિ ઉપજાવતાં કહેવા લાગ્યા કે હે કલ્યાણરૂપ! તમારા જેવા ઉપકારી બીજા કોણ છે? હું કૂવામાં પડતો હતો અને તમે મને બચાવ્યો. તમારા જેવો ત્રણ લોકમાં મારો કોઈ મિત્ર નથી. હે ઉદયસુંદર! જે જમ્યો છે તે અવશ્ય મરશે અને જે મર્યો તે અવશ્ય જન્મશે. આ જન્મ અને મરણ રેંટના ઘડા સમાન છે. તેમાં સંસારી જીવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com