________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
સોળમું પર્વ
પદ્મપુરાણ અને જ્યારે બન્નેએ ઘણા આદરથી તેનો હાથ પકડયો ત્યારે ધીરવીર, વિનયથી જેનું મસ્તક નમ્યું એવા આ કુમાર વડીલોની ગુરુતાને ઉલ્લંઘવા અશક્ત બન્યા. તેમની આજ્ઞાથી પાછા ફર્યા. તેણે મનમાં વિચાર્યું કે આને પરણીને છોડી દઇશ કે જેથી તે દુઃખમાં જીવન પૂરું કરે અને એને બીજાનો સંયોગ પણ ન થઈ શકે.
પ્રાણવલ્લભને પાછા આવેલા જોઈને કન્યા અત્યંત હર્ષિત થઈ, તેને રોમાંચ ઉલ્લસિત થયાં. લગ્નસમયે એમના વિવાહ–મંગળ થયાં, જ્યારે કન્યાનું પાણિગ્રહણ કરાવવામાં આવ્યું ત્યારે અશોકનાં પલ્લવ સમાન લાલ, અત્યંત કોમળ કન્યાના હાથને એનો સ્પર્શ વિરક્ત ચિત્તના અગ્નિીની જ્વાળા સમાન લાગ્યો. ઈચ્છા વિના જ કુમારની દષ્ટિ કન્યાના શરીર પર અચાનક ગઈ તે ક્ષણમાત્ર સહન ન થઈ, જેમ કોઈ વિદ્યુત્પાત સહન ન કરી શકે તેમ. કન્યાની પ્રીતિ અને વરની અપ્રીતિ એ આના ભાવને જાણતી નથી એમ સમજીને જાણે કે અગ્નિ હસી રહ્યો હતો, તડતડાટ કરી રહ્યો હતો. મહાન વિધાન વડે એમનાં લગ્ન કરાવીને સર્વ બંધુજનો આનંદ પામ્યા. માનસરોવરના તટ પર વિવાહ થયા. નાના પ્રકારનાં વૃક્ષ, લતા, ફળ, પુષ્પોથી શોભતા સુંદર વનમાં ખૂબ ઉલ્લાસથી બધા એક માસ રહ્યા. બન્ને સંબંધીઓએ પરસ્પર અતિહિતનાં વચન કહ્યાં, પરસ્પર વખાણ કર્યાં, સન્માન કર્યું, પુત્રીના પિતાએ ખૂબ દાન આપ્યું અને પોતપોતાનાં ઠેકાણે ગયા.
હૈ શ્રેણિક! જે વસ્તુનું સ્વરૂપ જાણે નહિ અને સમજ્યા વિના બીજાના દોષ કાઢે તે મૂર્ખ છે. એ બીજાના દોષ કાઢવાથી પોતાના ઉપર જ દોષ આવે છે એ બધું પાપકર્મનું ફળ છે. પાપ આતાપકારી છે.
એ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. દૌલતરામજી કૃત ભાષા વચનિકાના ગુજરાતી અનુવાદમાં અંજના અને પવનંજયના વિવાહનું વર્ણન ક૨ના૨ પંદરમું પર્વ પૂર્ણ થયું.
***
સોળમું પર્વ
(અંજના અને પવનંજયકુમા૨નું મિલન )
પછી પવનંજયકુમારે અંજનાસુંદરીને પરણીને એવી રીતે છોડી દીધી કે કદી વાત ન કરે. તે સુંદરી પતિના મૌનથી અને તેને કૃપાદષ્ટિથી ન જોવાને કા૨ણે અત્યંત દુઃખી થઈ. તે રાત્રે ઊંઘતી પણ નહિ, તેની આંખમાંથી નિરંતર આંસુ ખર્યાં કરતાં. તેનું શરીર મેલું થઈ ગયું, તેને પતિ ઉ૫૨ અત્યંત પ્રેમ હતો, પતિનું નામ અત્યંત ગમતું, પતિ આવે તો પણ અતિપ્રિય લાગતું, પતિનું રૂપ તો વિવાહની વેદી પર જોયું હતું. તેનું મનમાં ધ્યાન કર્યા કરે અને નિશ્ચળ આંખોથી સર્વ ચેષ્ટારહિત થઈને બેસી રહેતી. અંતરંગ ધ્યાનમાં પતિનું રૂપ જોઈને બહારથી પણ તેનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com