________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પંદરમું પર્વ
૧૭૩ સમુદ્ર સમાન સેનાના રથ, ઘોડા, હાથી, પ્યાદાનો ખૂબ મોટો અવાજ થયો. કન્યાનો નિવાસ નજીક જ હતો એટલે સેનાના પ્રયાણના શબ્દ કન્યાના કાનમાં પડ્યા. કુમારની કૂચ જાણીને કન્યા ખૂબ દુઃખી થઈ. જેમ વજની શિલા કાનમાં પ્રવેશ કરે અને ઉપરથી હથોડાના ઘા પડે તેમ આ શબ્દો તેના કાનને બૂરા લાગ્યા. તે મનમાં વિચારવા લાગી. હાય હાય! પૂર્વોપાર્જિત કર્મે મને મહાનિધાન આપ્યું હતું તે છિનવાઈ ગયું, હું શું કરું? હવે શું થશે? મારી ઇચ્છા હતી કે આ કુમાર સાથે ક્રીડા કરીશ તે હવે બીજું જ નજરે પડે છે. આમાં અપરાધ શું થયો તે કાંઈ જણાતું નથી, પરંતુ મારી વેરી એવી મિશ્રકેશીએ નિંધ વચન કહ્યાં હતાં તેની ખબર કુમારને પહોંચી હોય અને મારા પ્રત્યે અણગમો કર્યો હોય. આ વિવેકહીન, કટુભાષિણીને ધિકબર છે, જેણે મારા પ્રાણવલ્લભને મારા પ્રતિ દ્વષી બનાવ્યા! હવે જો મારા ભાગ્ય હોય અને મારા પિતા મારા ઉપર કૃપા કરીને પ્રાણનાથને પાછા વાળે અને તેની મારા ઉપર સુદષ્ટિ થાય તો મારું જીવન ટકશે અને જો નાથ મારો પરિત્યાગ કરશે તો હું આહારનો ત્યાગ કરી શરીર છોડીશ. આમ વિચાર કરતી તે સતી મૂછ ખાઈ ધરતી પર પડી. જેમ વેલનું મૂળ ખેંચી કાઢવામાં આવે અને તે આશ્રયરહિત થઈ કરમાઈ જાય તેમ તે કરમાઈ ગઈ. બધી સખીઓ આ શું થયું, એમ કહીને અત્યંત ભયભીત થઈ, શીતળ ઉપચારથી તેને સચેત કરવામાં આવી અને તેને મૂછનું કારણ પૂછયું. પણ તે લજ્જાથી કહી ન શકી, તેની આંખો નિશ્ચળ થઈ ગઈ.
આ તરફ પવનંજયની સેનાના માણસો મનમાં આકુળિત થયા અને વિચાર કરવા લાગ્યા કે નિષ્કારણ કૂચ શા માટે ? આ કુમાર વિવાહ કરવા આવ્યા હુતા તે કન્યાને પરણીને કેમ નથી જતા? એને ગુસ્સો શેનો થયો છે, સર્વ સામગ્રી હાજર છે, કોઈ વસ્તુની કમી નથી. એના સસરા મોટા રાજા છે, કન્યા પણ અતિસુંદર છે, તો આ વિમુખ કેમ થયા? ત્યારે કેટલાક હસીને બોલ્યા, એનું નામ પવનંજય છે, તે પોતાની ચંચળતાથી પવનને પણ જીતે છે. તો કેટલાક એમ કહેવા લાગ્યા કે હજી એ સ્ત્રીનું સખ જાણતા નથી તેથી આવી કન્યાને છોડીને જવાને તૈયાર થયા છે. આ પ્રમાણે સેનાના સામંતો વાતો કરતા હતા કે એને રતિકાળનો રાગ હોય તો જેમ વનસ્તિ પ્રેમના બંધનથી બંધાય છે તેમ એ બંધાઈ જાય. પવનંજય શીઘ્રગામી વાહન પર બેસી ચાલવા તૈયાર થયા ત્યારે કન્યાના પિતા રાજા મહેન્દ્ર કુમારની કૂચની વાત સાંભળી ખૂબ વ્યાકુળ બન્યા અને
સ્ત સગાઓ સાથે રાજા પ્રહલાદ પાસે આવ્યા. પ્રહલાદ અને મહેન્દ્ર બન્ને આવી કુમારને કહેવા લાગ્યાઃ હું કલ્યાણરૂપ ! અમને શોક ઉત્પન્ન કરનાર આ કૂચ શા માટે કરો છો? કોણે આપને કાંઈ કહ્યું છે? હું શોભાયમાન! તમે કોને અપ્રિય છો ? જે તમને ન ગમે તે બધાને ન ગમે. તમારા પિતા અને અમારું વચન જો દોષવાળું હોય તો પણ તમારે માનવું જોઈએ અને અમે તો સમસ્ત દોષરહિત કહ્યું છે તેથી તમારે અવશ્ય સ્વીકારવું યોગ્ય છે. હે શૂરવીર! કૂચને રોકો અને અમારા બન્નેનું મનવાંછિત સિદ્ધ કરો. અમે તમારા વડીલ છીએ, તમારા જેવા સજ્જનોને તો વડીલની આજ્ઞા આનંદનું કારણ છે. જ્યારે રાજા મહેન્દ્ર અને પ્રહલાદે આમ કહ્યું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com