________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૪ બારમું પર્વ
પદ્મપુરાણ હરી લે છે. મધુ નામ મિષ્ટાન્નનું છે, તે મિષ્ટભાષી છે. મધુ એટલે મકરંદ, તે મકરંદથી પણ અધિક સુગંધી છે. એના એટલા જ ગુણ નથી. અસુરોના ઇન્દ્ર ચમરેન્દ્ર એને મહાગુણરૂપ ત્રિશૂલરત્ન આપ્યું છે. તે ત્રિશૂલ વેરી પર ફેંકાતાં નિષ્ફળ જતું નથી. આપ એના કાર્યો વડે જ એનાં ગુણ જાણશો. અમે વચનથી કેટલું કહીએ ? તેથી હે દેવ ! તેની સાથે સંબંધ કરવાનો વિચાર કરો. એ પણ આપની સાથે સંબંધ બાંધીને કૃતાર્થ થશે.
જ્યારે મંત્રીઓએ તેને આ પ્રમાણે કહ્યું ત્યારે રાવણે તેને પોતાનો જમાઈ બનાવ્યો અને યોગ્ય સામગ્રી તેને આપી. રાવણે ખૂબ વૈભવથી પોતાની પુત્રી પરણાવી. આ રાવણની પુત્રી સાક્ષાત્ પુણ્યલક્ષ્મી, સુંદર શરીરવાળી, પતિનાં મન અને નેત્રને હરનારી હતી. તેને પામીને મધુ અતિ પ્રસન્ન થયો.
પછી શ્રેણિકે કુતૂહલથી ગૌતમ સ્વામીને પૂછ્યું કે હે નાથ ! અસુરેન્દ્ર મધુને શા માટે ત્રિશૂલરત્ન આપ્યું હતું? ત્યારે ગૌતમ સ્વામી જૈનધર્મીઓ પ્રત્યેના વાત્સલ્યથી ત્રિશૂલરત્નની પ્રાપ્તિનું કારણ કહેવા લાગ્યા- હે શ્રેણિક! ધાતકીખંડ નામે દ્વીપના ઐરાવત ક્ષેત્રમાં શતદ્વાર નામના નગરમાં બે મિત્રો રહેતા હતા. તેમની વચ્ચે પ્રેમનું મહાબંધન હતું. એકનું નામ સુમિત્ર, બીજાનું નામ પ્રભવ હતું. આ બન્ને એક ચટશાળામાં ભણીને પંડિત થયા. કેટલાક દિવસો પછી સુમિત્ર રાજા થયો. અનેક સામતોથી સેવિત, પૂર્વોપાર્જિત પુણ્યકર્મના પ્રભાવથી તે પરમોદય પામ્યો, અને બીજા મિત્ર પ્રભવ ગરીબ કુળમાં જન્મ્યો હતો. સુમિત્રે તેને સ્નેહથી પોતાના જેવો કર્યો. એક દિવસ રાજા સુમિત્રને દુષ્ટ ઘોડો વનમાં ઉપાડી ગયો. ત્યાં દુરિજદંષ્ટ્ર નામનો ભીલનો રાજા તેને પોતાને ઘેર લઈ ગયો અને તેની સાથે પોતાની પુત્રી વનમાલા પરણાવી. વનમાલા સાક્ષાત્ વનલક્ષ્મી હતી. તેને પ્રાપ્ત કરીને રાજા સુમિત્ર અતિ પ્રસન્ન થયો. ત્યાં એક મહિનો તે રહ્યો. તે ભીલોની સેના લઈને સ્ત્રી સહિત શતદ્વાર નગરમાં આવી રહ્યો હતો. અને પ્રભવ તેને શોધવા બહાર નીકળતો હતો. તેણે માર્ગમાં મિત્રને સ્ત્રી સહિત જોયો. કામની પતાકા જેવી તેની સ્ત્રીને જોઈને પાપી પ્રભવ મિત્રની પત્નીમાં મોહિત થયો. અશુભ કર્મના ઉદયથી જેની કૃત્યઅકૃત્યની વિવેકબુદ્ધિ નાશ પામી છે એવો પ્રભવ પ્રબળ કામબાણથી વીંધાઈને અતિ આકુળતા પામ્યો. આહાર, નિદ્રાદિનું વિસ્મરણ થઈ ગયું, સંસારમાં જેટલી વ્યાધીઓ છે તેમાં મદનની વ્યાધિ સૌથી મોટી છે. તેનાથી પરમ દુ:ખ મળે છે. જેમ સર્વ દેવોમાં સૂર્યપ્રધાન છે તેમ સમસ્ત રોગોમાં મદનનો રોગ પ્રધાન છે. સુમિત્રે પ્રભવને ખેદખિન્ન જોઈને પૂછયું: “હું મિત્ર ! તું ખિન્ન શા માટે છે?' તેણે મિત્રને કહ્યું કે તું વનમાળાને પરણ્યો છે. તેથી મારું ચિત્ત વ્યાકુળ બન્યું છે. આ વાત સાંભળી, મિત્ર પ્રત્યે અત્યંત સ્નેહવાળા રાજા સુમિત્રે પોતાના પ્રાણ સમાન મિત્રને પોતાની સ્ત્રીના નિમિત્તે દુ:ખી જાણીને સ્ત્રીને મિત્રના ઘેર મોકલી અને પોતે છાનોમાનો મિત્રના ઝરૂખામાં જઈને બેઠો, જોવા લાગ્યો કે આ શું કરે છે? જો મારી સ્ત્રી એની આજ્ઞા નહિ માને તો હું સ્ત્રીને રોકીશ અને જો એની આજ્ઞા માનશે તો એક હજાર ગામ આપીશ. વનમાલા રાત્રે પ્રભવની સમીપે જઈને બેઠી. ત્યારે પ્રભાવ પૂછવા લાગ્યો કે હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com