________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લિખિત પ્રતિ પરથી અને મૂળ સંસ્કૃત ગ્રંથ સાથે મેળવીને યથાસ્થાન આવશ્યક સંશોધન કરવામાં આવેલ છે. કથાનકોની વચ્ચે આવતા દેશ, ગામ અને વ્યક્તિઓના જે અશુદ્ધ નામ અત્યાર સુધી છપાયા કરતા હતા તેમને શુદ્ધ કરી લેવામાં આવ્યા છે.
- હીરાલાલ જૈન
શ્રી શીતળ પ્રસાદજીએ સોનીપત ) પોતાનો અમૂલ્ય સમય આપીને આ ગ્રંથનું સંશોધન કર્યું છે. તેથી સસ્તી ગ્રંથમાળા મિટિ તેમની અત્યંત આભારી છે. છતાં પણ જો દૃષ્ટિદોષથી કોઈ અશુદ્ધિ રહી ગઈ હોય તો વાચક તેને શુદ્ધ કરીને વાંચશે અને સાથે ગ્રંથમાળાને સૂચિત કરશે કે જેથી આગામી સંસ્કરણમાં તેમને સુધારી શકાય.
સુમેરચંદ જૈન અરાઈજ નવીસ મંત્રી, સસ્તી ગ્રંથમાળા કમિટિ, દિલ્હી.
555
અનુવાદકનું કથન :
શ્રી રવિપુણાચાર્ય વિરચિત પદ્મપુરાણ (શ્રી રામ–ચરિત) સંસ્કૃત રચના છે. તે અનુષ્ટુપ છંદમાં અઢાર હજાર તેવીસ શ્લોક પ્રમાણ છે. ભગવાન મહાવીરના નિર્વાણ બાદ ૧૨૦૩ વર્ષે તેની રચના થઈ. સંસ્કૃત પદ્મપુરાણના રચયિતાની ગુરુ પરંપરા ગ્રંથના અંતે આપી છે.
ઉક્ત સંસ્કૃત પદ્મચરિત્રનો હિન્દી અનુવાદ ‘પદ્મપુરાણ ' નામથી પ્રસિદ્ધ છે. પદ્મપુરાણની હિન્દી વનિકા પં. દૌલતરામજીએ વિક્રમ સંવત ૧૮૨૩માં કરી છે. તેની ભાષા ઢૂંઢારી અથવા રાજસ્થાની છે. આ ભાષા શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે.
અધ્યાત્મ અતિશય તીર્થ સોનગઢમાં રહીને આધ્યાત્મિક સત્પુરુષશ્રી કાનજીસ્વામીએ સનાતન દિગંબર જૈનધર્મનું રહસ્ય અદ્ભુત રીતે પ્રકટ કર્યું છે અને ભારતભરમાં તેમજ વિદેશોમાં પણ તેનો પ્રચાર થયો છે. સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના લાખો અનુયાયીઓ ગુજરાતીભાષી છે અને દેશવિદેશમાં ફેલાયેલા છે. તેમને પણ આ ઉત્તમ પ્રાચીન પુરાણ ગ્રંથનો અભ્યાસ કરવા મળે તે માટે કેટલાક જિજ્ઞાસુ વાચકોની માગણીથી ઉપરોક્ત પં. દૌલતરામજી કૃત ભાષા વનિકાનો ગુજરાતી અનુવાદ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત રચના ગુજરાતી ભાષી વાચકોને રસ ઉત્પન્ન કરે અને આ મહાન પુરાણ ગ્રંથમાંથી તેઓ યથેષ્ટ લાભ પ્રાપ્ત કરે તેવી ભાવના છે. ઈતિ અલભ્
44
(૯)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com