________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ દસમું પર્વ
પદ્મપુરાણ બતાવ્યા. રાવણ ખરદૂષણની સેના જોઈને ખૂબ રાજી થયો. તેને પોતાના જેવો સેનાપતિ બનાવ્યો. ખરદૂષણ મહા શૂરવીર છે. તેણે પોતાનાં ગુણોથી સર્વ સામતોના દિલ જીતી લીધાં છે. હિડંબ, હૈહિડંબ, વિકટ, ત્રિજટ, હ્યુમાકોટ, સુઇટ, ટંક, કિધુકંધાધિપતિ, સુગ્રીવ અને ત્રિપુર, મલય, હેમપાલ, કોલ, વસુન્દર ઇત્યાદિ અનેક રાજા જુદા જુદા પ્રકારનાં વાહનોમાં બેસી, જુદા જુદા પ્રકારની શસ્ત્રવિદ્યામાં પ્રવીણ, અનેક શાસ્ત્રોના અભ્યાસી સહિત ચમરેન્દ્ર ખરદૂષણ રાવણના લશ્કરમાં આવ્યો, જેમ પાતાળલોકમાંથી અસુરકુમારોના સમૂહ સહિત ચમરેન્દ્ર આવે તેમ. આ પ્રમાણે અનેક વિધાધર રાજાઓના સમૂહથી રાવણનું સૈન્ય પૂર્ણ થયું. જેમ વીજળી અને મેઘધનુષ્યયુક્ત વાદળાઓના સમૂહથી શ્રાવણ માસ પૂર્ણ થાય તેમ એક હજાર ઉપર અધિક અક્ષૌહિણી દળ રાવણ પાસે થઈ ગયું. દિવસે દિવસે તે વધતું જાય છે અને હજાર હજાર દેવોથી સેવાયોગ્ય રત્ન નાના પ્રકારના ગુણોના સમૂહના ધારક તે બધા સહિત, ચંદ્રકિરણ સમાન ઉજ્જવળ ચામર જેમના ઉપર ઢોળાય છે, ઉજ્જવળ છત્ર શિર ઉપર ફરે છે એવો મહાબાહુ રાવણ પુષ્પક નામના વિમાન પર બેસીને સુમેરુ સમાન સ્થિર, સૂર્ય સમાન જ્યોતિ ફેલાવતો, પોતાના વિમાનાદિ વાહન સંપદાથી સૂર્યમંડળને આચ્છાદિત કરતો, ઇન્દ્રના વિધ્વંસનો મનમાં વિચાર કરતો નીકળ્યો. રાવણનું પરાક્રમ પ્રબળ છે. જાણે કે આકાશને સમુદ્ર બનાવી દીધો. દેદીપ્યમાન શસ્ત્રો તે હુતાં કલ્લોલો, હાથી, ઘોડા, પ્યાદા હતાં, જળચર જીવ, છત્ર, ચમાર, તુરંગ હતાં, ચમરોના દંડરૂપ માછલાં હતાં. હે શ્રેણિક! રાવણની વિસ્તીર્ણ સેનાનું વર્ણન ક્યાં સુધી કરીએ? જેને જોતાં દેવ પણ ડરે તો માણસોની તો વાત જ શી? ઇન્દ્રજિત, મેઘનાદ, કુંભકર્ણ, વિભીષણ, ખરદૂષણ, નિકુંભ, કુંભ ઇત્યાદિ રણમાં પ્રવીણ અનેક સુજનો, વિદ્યાસિદ્ધ જનો મહાપ્રકાશવંત શસ્ત્ર-શાસ્ત્રવિદ્યામાં પ્રવીણ, મહાન કીર્તિવાળા સુભટો રાવણની સાથે ચાલ્યા. વિંધ્યાચળ પર્વત પાસે સૂર્યાસ્ત થયો અને સેનાએ ત્યાં નિવાસ કર્યો. જાણે વિંધ્યાચળે સેનાને પોતાના મસ્તકે મૂકી હોય. વિદ્યાના બળથી અનેક પ્રકારના આશ્રય બનાવ્યા. પછી પોતાના કિરણોથી અંધકારને દૂર કરતો ચંદ્ર ઉદય પામ્યો. જાણે કે રાવણના ભયથી રાત્રિ રત્નનો દીપક લાવી હોય. જાણે કે રાત્રિ સ્ત્રી હતી, ચાંદની સહિતનું નિર્મળ આકાશ તેનું વસ્ત્ર હતું. તારાઓનો સમૂહું તે તેના માથામાં ગૂંથેલાં ફૂલ હતાં, ચંદ્ર તેનું વદન હતું, જાતજાતની કથાઓ કરીને અને નિદ્રા કરીને સેનાના માણસોએ રાત્રિ પૂર્ણ કરી. પ્રભાત થતાં વાજિંત્રો વાગ્યાં, મંગળ પાઠથી રાવણ જાગ્યો. તેણે પ્રાતઃક્રિયા કરી, સૂર્યનો ઉદય થયો, જાણે સૂર્યને લોકમાં ભ્રમણ કર્યા પછી બીજે ક્યાંય શરણ ન મળ્યું એટલે રાવણને શરણે જ આવ્યો. પછી રાવણ નર્મદાતટે આવ્યો. નર્મદાનું જળ શુદ્ધ સ્ફટિકમણિ જેવું છે, તેના કિનારે અનેક હાથી રહે છે, હાથીઓ જળમાં કેલિ કરતા હતા, જાતજાતનાં પક્ષીઓ મધુર ગીત ગાતાં હતાં, નદી ફીણના ગોટાથી મંડિત છે. નદીના ભંવર જેની નાભિ છે, ચંચળ માછલીઓ તે નેત્ર છે, જાતજાતનાં ફૂલોવાળું જળ જેનું વસ્ત્ર છે, તે જાણે સુંદર સ્ત્રી જ છે. તેને જોઈને રાવણ બહુ પ્રસન્ન થયો. પ્રબળ જળચરોથી તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com