________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ દસમું પર્વ
૧૧૫ તેને જોઈને તે કામશલ્યથી અત્યંત દુઃખી થયો, નિરંતર મનમાં સુતારાનો વિચાર કરવા લાગ્યો. ઉન્મત્ત દશાવાળા તેણે દૂત મોકલીને સુતારાની યાચના કરી અને સુગ્રીવે પણ અનેક વાર યાચના કરી. આથી સુતારાના પિતા રાજા અગ્નિવેશ દ્વિધામાં પડી ગયા કે કન્યા કોને આપવી. તેમણે એક મહાજ્ઞાની મુનિને પૂછયું. મુનિએ કહ્યું કે સાહસગતિનું આયુષ્ય અલ્પ છે અને સુગ્રીવનું આયુષ્ય દીર્ઘ છે. પછી રાજા અગ્નિશિખે મુનિનાં અમૃતસમાન વચનો સાંભળીને સુગ્રીવને દીર્ઘ આયુષ્યવાળો જાણીને પોતાની પુત્રી સુગ્રીવ સાથે પરણાવી. સુગ્રીવનું પુણ્ય વિશેષ હતું તેથી તેને સુતારાની પ્રાપ્તિ થઈ. સુગ્રીવ અને સુતારાને અંગ અને અંગદ નામના બે પુત્રો થયા. હુજી પેલા પાપી સાહસગતિએ નિર્લજ્જ થઈને સુતારાની આશા છોડી નહોતી. ધિક્કાર છે કામચેષ્ટાને! કામાગ્નિથી દગ્ધ તે ચિત્તમાં આ પ્રમાણે વિચારે છે કે તે સુખદાયિનીને હું કેવી રીતે પ્રાપ્ત કરું? ચંદ્રમાથી અધિક સુંદર તેનું મુખ હું કયારે જોઉં? તેની સાથે કયારે નંદનવનમાં ક્રીડા કરું? આવું મિથ્યા ચિંતવન કરતો તે રૂપપરિવર્તિની શેમુવી નામની વિદ્યાની આરાધના કરવા હિમવત નામના પર્વત પર જઈને અત્યંત વિષમ ગુફામાં રહીને વિદ્યા આરાધવાનો આરંભ કરવા લાગ્યો. જેમ દુ:ખી જીવ પ્યારા મિત્રનું ચિંતવન કરે તેમ એ વિદ્યાનું ચિંતવન કરવા લાગ્યો.
પછી રાવણ દિગ્વિજય કરવા નીકળ્યો. તે વન પર્વતાદિથી શોભતી પૃથ્વીને જોતો અને સમસ્ત વિધાધરોના અધિપતિ અંતરદ્વીપોના રહેવાસીઓને પોતાને વશ કરતો અને તેમને આજ્ઞા આપી તેમના જ દેશોમાં સ્થાપતો. અખંડ છે આજ્ઞા જેની અને વિદ્યાધરોમાં સિંહસમાન મોટા મોટા રાજાઓને મહાપરાક્રમી રાવણે વશ કર્યા, તેમને પુત્ર સમાન ગણીને તેમના પ્રત્યે ખૂબ પ્રેમ રાખ્યો. મોટા પુરુષોનો એ જ ધર્મ છે કે નમ્રતામાત્રથી જ પ્રસન્ન થાય. રાક્ષસોના વંશમાં અથવા કપિવંશમાં જે પ્રચંડ રાજા હતા તે સર્વને વશ કર્યા. મહાન સેના સહિત, પવન સમા વેગવાળા, આકાશમાર્ગે ગમન કરતા દશમુખનું તેજ વિધાધરો સહન કરી શકતા નહિ. સંધ્યાકાર, સુવેલ, હેમાપૂર્ણ, સુયોધન, હંસદ્વીપ, વારિહલ્લાદિ દ્વીપોના વિધાધર રાજાઓ નમસ્કાર કરી ભેટ લઈને આવી મળ્યા. રાવણે તેમને મધુર વચનોથી સંબોધીને ખૂબ સંતોષ્યા અને ખૂબ સંપદાના સ્વામી બનાવ્યા. મોટા મોટા ગઢના નિવાસી વિધાધરો રાવણનાં ચરણારવિંદમાં નમીને આવી મળ્યા અને ઉત્તમ વસ્તુઓની ભેટ આપી. હું શ્રેણિક! સમસ્ત બળમાં પૂર્વોપાર્જિત પુણ્યનું બળ પ્રબળ છે. તેના ઉદયથી કોણ વશ થતું નથી ? બધા જ વશ થાય છે.
પછી રથનૂપુરના રાજા ઇન્દ્રને જીતવા ગમન કર્યું. પહેલાં પાતાળલંકા જ્યાં પોતાના બનેવી ખરદૂષણ રહે છે તેની સમીપે પડાવ નાખ્યો. રાત્રિનો સમય હતો, ખરદૂષણ સૂતો હુતો, રાવણની બહેન ચંદ્રનખાએ તેને જગાડયો એટલે તે પાતાળલંકામાંથી નીકળીને રાવણની નિકટ આવ્યો. તેણે રત્નોનો અર્ધ્વ આપી મહાભક્તિથી, પરમ ઉત્સાહથી રાવણની પૂજા કરી. રાવણે બનેવી તરીકેના સ્નેહથી ખરદૂષણનો ખૂબ સત્કાર કર્યો. જગતમાં બહેનબનેવી સમાન બીજું કોઈ સ્નેહનું પાત્ર નથી. ખરદૂષણે ચૌદ હજાર વિદ્યાધરો મનવાંછિત વિધવિધ રૂપ ધારણ કરનાર રાવણને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com