________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ આઠમું પર્વ
પદ્મપુરાણ કહ્યા હતા, વૈશ્રવણનું વૈરાગ્યગ્રહણ, પોતાનું નાસવું વગેરે તે બધું ઇન્દ્ર પોતાના ઐશ્વર્યના મદમાં ભૂલી ગયો. જેમ અભ્યાસ વિના વિધા ભૂલી જવાય તેમ યમ પણ ઇન્દ્રનો સત્કાર અને અસુર સંગીતનગરનું રાજ્ય પામીને માનભંગનું દુઃખ ભૂલી ગયો. તે મનમાં માનવા લાગ્યો કે મારી પુત્રી ઘણી રૂપાળી છે તે ઇન્દ્રને પ્રાણથી પણ પ્યારી છે. મારો અને ઇન્દ્રનો ગાઢ સંબંધ છે તેથી મારે કઈ વાતની કમી છે?
ત્યારપછી રાવણે કિધુકંધપુર સૂર્યરજને આપ્યું અને કિહÉપુર રક્ષરજને આપ્યું. તે બન્નેને પોતાના કાયમના હિતસ્વી જાણીને ખૂબ આદર આપ્યો. રાવણ પ્રસાદથી વાનરવંશી સુખે રહેવા લાગ્યા. રાવણ સર્વ રાજાઓનો રાજા મહાલક્ષ્મી અને કીર્તિ પામતો દિગ્વિજય કરી રહ્યો હતો. પ્રતિદિન મોટા મોટા રાજાઓ આવીને તેને મળતા. આથી રાવણનું સૈન્ય અનેક રાજાઓની સેનાથી નદીઓ મળવાથી સમુદ્રની પેઠે ખૂબ વૃદ્ધિ પામ્યું, દિન-પ્રતિદિન તેનો વૈભવ વધતો ગયો. જેમ શુક્લ પક્ષનો ચંદ્ર દિવસે કળા વધારતો જાય તેમ રાવણ દિન-પ્રતિદિન વધતો ગયો. પુષ્પક નામના વિમાનમાં બેસીને ત્રિકૂટાચલના શિખર પર જઈને રહ્યો. પુષ્પક વિમાન રત્નોની માળાથી મંડિત છે અને ઊંચાં શિખરોની પંક્તિથી વિરાજિત છે. આવા વિમાનનો સ્વામી રાવણ, મહાન પુણ્યના ફળનો જેને ઉદય છે, તે જ્યારે ત્રિકૂટાચલના શિખર પર પહોંચ્યો ત્યારે સર્વ વાતોમાં પ્રવીણ રાક્ષસોએ આવા મંગળ શબ્દો ગંભીર ભાવે કહ્યા “હે દેવ! તમે જયવંત વર્તા, આનંદ પામો, ચિરકાળ જીવો, વૃદ્ધિ પામો, ઉદય પામો.” નિરંતર આવાં મંગળ અને ગંભીર વચનો તેઓ ઉચ્ચારવા લાગ્યા. કેટલાક સિંહ-શાર્દૂલ પર બેસીને આવ્યા હતા. કેટલાક હાથી ઘોડા ઉપર ચડ્યા હતા અને કેટલાક હંસ પર. પ્રમોદથી વિકસિત નેત્રોવાળા, દેવોના આકારવાળા, આકાશમાં તેજ ફેલાવતા વન, પર્વત અને અંતરદ્વીપના વિદ્યાધર રાક્ષસો આવ્યા. સમુદ્ર જોઈને તે આશ્ચર્ય પામ્યા. સમુદ્રનો પાર નથી, અતિ ગંભીર છે, મહામસ્યાદિ જળચરોથી ભરેલો છે, તમાલવન સમાન શ્યામ છે, પર્વત જેવા ઊંચા તરંગો તેમાં ઊછળે છે, પાતાળ સમાન ઊંડો, અનેક નાગનાગણીઓથી ભયાનક, નાના પ્રકારનાં રત્નોના સમૂહથી શોભતો છે. લંકાપુરી પ્રથમથી અતિસુંદર હતી જ અને રાવણના આવવાથી અધિક શોભાયમાન બની છે. તેનો કોટ અતિ દેદીપ્યમાન રત્નોનો છે. આસપાસ ઊંડી ખાઈ છે. જેમાં કુંદપુષ્પ સમાન અતિ ઉજ્જવળ સ્ફટિકમણિના મહેલ છે. ઇન્દ્રનીલમણિઓની જાળી શોભે છે, ક્યાંક પદ્મરાગમણિઓના અરૂણ મહેલો છે, ક્યાંક પુષ્પરાગમણિના મહેલો છે, ક્યાંક મરકતમણિના મહેલો છે ઇત્યાદિ અનેક મણિઓના મહેલોથી લંકા સ્વર્ગપુરી સમાન છે. નગરી તો સદાય રમણીક હતી, પણ સ્વામીના આવવાથી તે અધિક બની છે. રાવણે અતિહર્ષથી લંકામાં પ્રવેશ કર્યો. રાવણને કોઈની શંકા નથી, પહાડ સમાન હાથી તેની અધિક શોભા બની છે, મહેલ જેવા રત્નમયી રથ, હણહણતા અશ્વોના સમૂહુ, ચારેકોર પ્રકાશ ફેલાવતાં વિમાનો વગેરે મહાવિભૂતિ સહિત રાવણ આવ્યો. ચંદ્રમા સમાન ઉજ્જવળ છત્ર તેના શિર પર ફરે છે, ધજાઓ ફરકી રહી છે, ચારણો બિરદાવલી ગાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com