________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આઠમું પર્વ
૯૬
પદ્મપુરાણ જ્યોતિના અંકુર ફૂટી રહ્યા છે, ઝરૂખા જાણે કે તેનાં નેત્ર છે, નિર્મળ કાંતિ ધરનાર મોતીની ઝાલરોથી જાણે કે તે પોતાના સ્વામીના વિયોગથી અશ્રુપાત કરે છે અને પદ્મરાગમણિની પ્રભાથી તે લાલાશ ધારણ કરે છે; જાણે કે વૈશ્રવણનું હૃદય જ રાવણના કરેલા પ્રહારથી લાલ થઈ ગયું છે અને ઇન્દ્રનીલમણિની પ્રભા અતિશ્યામ સુંદરતા ધારણ કરે છે, જાણે કે સ્વામીના શોકથી શ્યામ થઈ રહ્યું છે. ચૈત્યાલય, વન, વાપી, સરોવર, અનેક મંદિરોથી મંડિત જાણે નગરનો આકાર જ ન હોય! રાવણના હાથના વિવિધ પ્રકારના ઘાથી જાણે કે ઘાયલ થઈ ગયું છે. રાવણના મહેલ જેવા ઊંચા તે વિમાનને રાવણના સેવકો રાવણની પાસે લાવ્યા. તે વિમાન આકાશનું આભૂષણ છે. આ વિમાનને વેરીના પરાજયનું ચિહ્ન ગણીને રાવણે તે લીધું, બીજા કોઈનું કાંઈ ન લીધું. રાવણને કોઈ વસ્તુની કમી નથી, વિધામયી અનેક વિમાનો છે તો પણ પુષ્પક વિમાનમાં તે અનુરાગપૂર્વક બેઠો. પિતા રત્નશ્રવા, માતા કેકસી અને સમસ્ત પ્રધાન સેનાપતિ તથા ભાઈ-પુત્રો સહિત પોતે પુષ્પક વિમાનમાં આરૂઢ થયો. નગરજનો જાતજાતનાં વિમાનોમાં બેઠાં. પુષ્પકની વચમાં મહા કમલવન છે. ત્યાં પોતે મંદોદરી આદિ સમસ્ત રાજ્યના સંબંધીઓ સહિત આવીને બેઠો. કેવો છે રાવણ ? અખંડ જેની ગતિ છે; પોતાની ઈચ્છાથી આશ્ચર્યકારી આભૂષણો પહેર્યા છે, શ્રેષ્ઠ વિદ્યાધરી તેના ઉપર ચામર ઢોળે છે, મલિયાગિરિના ચંદનાદિ અનેક સુગંધી પદાર્થો તેના અંગ પર લગાવ્યા છે, ચંદ્રમાની કીર્તિ સમાન ઉજ્જવળ છત્ર શોભે છે, જાણે કે શત્રુઓના પરાજયથી પોતાનો જે યશ ફેલાયો છે તે યશથી શોભાયમાન છે. ધનુષ, ત્રિશૂળ, ખગ, ભાલા, પાશ ઇત્યાદિ હથિયારો હાથમાં રાખીને સેવકો તેની આજુબાજુ વીંટળાયેલા છે. મહાભક્તિયુક્ત, અદ્દભુત કાર્ય કરનાર મોટા મોટા વિદ્યાધર, રાજા, સામંતોનો ક્ષય કરનાર, પોતાના ગુણોથી સ્વામીના મનને મોહનાર, મહાન વૈભવવાન સાથીઓથી દશમુખ મંડિત છે. પરમ ઉદાર, સૂર્ય જેવું તેજ ધારણ કરનાર તે પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ ભોગવતો થકો દક્ષિણ સમુદ્ર તરફ જ્યાં લંકા છે તે તરફ ઇન્દ્ર જેવી વિભૂતિ સહિત ચાલ્યો. ભાઈ કુંભકરણ હાથી ઉપર ચડ્યો, વિભીષણ રથ ઉપર ચડયો. તે સૌ પોતાના માણસો સાથે મહાવૈભવમંડિત રાવણની પાછળ ચાલ્યા. મંદોદરીના પિતા રાજા મય દૈત્ય જાતિના વિદ્યાધરોના અધિપતિ ભાઈઓ સહિત અનેક સામંતો સહિત, તથા મારીચ, અંબર, વિધુતવજ, વજોદર, બુધવજાલક્રૂર, દૂરનક, સારન, સુનય, શુક્ર ઇત્યાદિ મંત્રીઓ સહિત, મહાવિભૂતિથી શોભિત અનેક વિધાધરોના રાજા રાવણની સાથે ચાલ્યા. કેટલાક સિંહના રથ પર ચડ્યા, કેટલાક અષ્ટાપદોના રથ પર ચડીને વન, પર્વત, સમુદ્રની શોભા દેખતા પૃથ્વી પર ફર્યા અને સમસ્ત દક્ષિણ દિશા વશ કરી.
ત્યાર પછી એક દિવસ રાવણે પોતાના દાદા સુમાલીને પૂછયું “હે પ્રભો! હે પૂજ્ય! પર્વતના શિખર ઉપર સરોવર નથી છતાં કમળનું વન કેવી રીતે ખીલ્યું છે; એ આશ્ચર્ય છે. વળી, કમળોનું વન ચંચળ હોય છે અને આ નિશ્ચળ છે.' રાવણે વિનયથી નમ્ર શરીરથી જ્યારે સુમાલીને આ પ્રમાણે પૂછયું ત્યારે સુમાલી “નમઃ સિદ્ધભ્ય:' આ મંત્ર બોલીને કહેવા લાગ્યા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com