SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ ૯૫ ભાઈઓ સાથે અયોગ્ય વ્યવહાર કરવો યોગ્ય નથી. આ જીવ પ્રાણીઓની હિંસા કરાવી મહાભયંકર નરકમાં જાય છે, તે મહાદુઃખથી ભરેલું છે. જગતના જીવો વિષયોની અભિલાષામાં ફસાયેલા છે. જીવન આંખોની પલકમાફક ક્ષણિક છે એ શું તું નથી જાણતો? ભોગોને ખાતર પાપકર્મ શા માટે કરે છે?' રાવણે ઉત્તર આપ્યો, “હે વૈશ્રવણ ! આ ધર્મશ્રવણનો સમય નથી. જે મત્ત હાથી ઉપર ચડે અને હાથમાં ખગ લે તે શત્રુઓને મારે અથવા પોતે મરે. ઘણું બોલવાથી શું ફાયદો? કાં તો તું તલવારના માર્ગમાં ખડો થા અથવા મારા પગમાં પડ. જો તું ધનપાલ હો તો અમારો ભંડારી થા, પોતાનું કામ કરવામાં માણસને લજ્જા ન થવી જોઈએ.' ત્યારે વૈશ્રવણે કહ્યું, “હે રાવણ! તારું આયુષ્ય અલ્પ છે તેથી તેં આવાં ફૂર વચન કહ્યાં. તારી શક્તિ પ્રમાણે તું અમારા ઉપર શસ્ત્રનો પ્રહાર કર.' ત્યારે રાવણે કહ્યું કે તમે મોટા છો તેથી પ્રથમ પ્રહાર તમે કરો. પછી રાવણ અને વૈશ્રવણે બાણ ચલાવ્યાં, જાણે કે પર્વત ઉપર સૂર્યનાં કિરણો ફેંક્યાં. વૈશ્રવણનાં બાણ રાવણે પોતાનાં બાણથી કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી શરમંડપ બનાવી દીધો. પછી વૈશ્રવણે અર્ધચંદ્ર બાણ વડ રાવણનું ધનુષ્ય છેદી નાખ્યું અને રથરહિત કર્યો. રાવણે મેઘનાદ નામના રથ ઉપર ચડીને વૈશ્રવણ સાથે યુદ્ધ કર્યું, ઉલ્કાપાત સમાન વજદંડોથી વૈશ્રવણનું બખર તોડી નાખ્યું અને વૈશ્રવણના કોમળ હદયમાં ભિંડમાલ મારી તેથી તે મૂછિત બની ગયો. તેની સેનામાં અત્યંત શોક ફેલાઈ ગયો અને રાક્ષસોની સેનામાં હર્ષ. વૈશ્રવણના સેવકો વૈશ્રવણને રણક્ષેત્રમાંથી ઉપાડીને યક્ષપુર લઈ ગયા અને રાવણ શત્રુઓને જીતીને યુદ્ધમાંથી પાછો આવ્યો. સુભટોને શત્રુને જીતવાનું જ પ્રયોજન હોય છે, ધનાદિકનું નહિ. પછી વૈશ્રવણના વૈદ્યોએ પ્રયત્ન કર્યો તેથી તે સાજો થયો અને પોતાના મનમાં વિચારવા લાગ્યો કે જેમ પુષ્પરહિત વૃક્ષ, શિંગડા તૂટેલો બળદ કે કમળ વિનાનું સરોવર શોભતું નથી તેમ હું શૂરવીરતા વિના શોભે નહિ. જે સામંત છે અને ક્ષત્રિયપણાનું બિરુદ ધરાવે છે તે સુભટપણાથી શોભે છે, તેને સંસારમાં પરાક્રમી જ સુખ છે; તે હવે મારામાં રહ્યું નહિ માટે હવે સંસારનો ત્યાગ કરીને મુક્તિ માટે પ્રયત્ન કરું. આ સંસાર અસાર છે, ક્ષણભંગુર છે, માટે જ સત્પરુષો વિષયસુખ ઈચ્છતા નથી. એ અંતરાય સહિત છે અને અલ્પ છે. દુ:ખરૂપ છે. આ પ્રાણી પૂર્વભવમાં જે અપરાધ કરે છે તેનું ફળ આ ભવમાં પરાભવ પામે તે છે. સુખદુઃખનું મૂળ કારણ કર્મ જ છે અને પ્રાણી નિમિત્તમાત્ર છે, તેથી જ્ઞાનીએ તેના ઉપર કોપ ન કરવો જોઈએ. જ્ઞાની સંસારનું સ્વરૂપ સારી રીતે જાણે છે. આ કેકસીનો પુત્ર રાવણ મારા કલ્યાણનું નિમિત્ત બન્યો છે, જેણે મને ગૃહવાસરૂપ મોટી ફાંસીમાંથી છોડાવ્યો, અને કુંભકર્ણ મારો પરમ બાંધવ થયો, જેણે આ સંગ્રામના કારણને મારા જ્ઞાનનું નિમિત્ત બનાવ્યું. આમ વિચાર કરીને વૈશ્રવણે દિગંબરી દીક્ષા ધારણ કરી. તેણે પરમતપ આરાધીને સંસારભ્રમણનો અંત કર્યો. રાવણ પોતાના કુળના અપમાનરૂપ કલંક ધોઈને સુખી થયો. બધા ભાઈઓએ તેને રાક્ષસોનો અગ્રણી માન્યો. વૈશ્રવણની સવારીનું પુષ્પક નામનું વિમાન મહામનોજ્ઞ છે, રત્નોની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy