SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૨ આઠમું પર્વ પદ્મપુરાણ હતું. ચરમશરીરી મહાન પુરુષોને લોકો જૂઠું કલંક લગાડે છે તે મહાપાપનો બંધ કરે છે. આમ કરવું યોગ્ય નથી. - દક્ષિણ શ્રેણીમાં જ્યોતિપ્રભ નામનું નગર છે. રાજા મયના મોટા મિત્ર રાજા વિશુદ્ધકમલ ત્યાં રાજ્ય કરે છે. તેની રાણી નંદનમાલાની પુત્રી રાજીવસરસી વિભીષણને પરણી હતી. પોતાની સુંદર રાણી સાથે અત્યંત કૌતૂહલ કરતો, અનેક ચેષ્ટા કરતો. તે રતિકેલિ કરતાં તૃત થતો નહિ. પોતે દેવસમાન સુંદર અને રાણી લક્ષ્મીથી પણ અધિક સુંદર. લક્ષ્મી તો કમલની નિવાસીની અને રાણી પદ્મરાગમણિના મહેલની નિવાસિની હતી. ત્યારબાદ રાવણની રાણી મંદોદરી ગર્ભવતી થઈ તેથી તેને માતાપિતાને ઘેર લઈ જવામાં આવી. ત્યાં ઇન્દ્રજિતનો જન્મ થયો. ઈન્દ્રજિતનું નામ આખી પૃથ્વીમાં પ્રસિદ્ધ થયું. તે પોતાના નાનાને ત્યાં મોટો થયો. તે સિંહના બાળકની પેઠે સાહસરૂપ ઉન્મત્ત ક્રિીડા કરતો. રાવણે પુત્ર સહિત મંદોદરીને પોતાની પાસે બોલાવી અને આજ્ઞા પ્રમાણે તે આવી ગઈ. મંદોદરીના માતાપિતાને તેના વિયોગનું અત્યંત દુઃખ થયું. રાવણ પુત્રનું મુખ જોઈને ખૂબ રાજી થયો. સુપુત્ર સમાન બીજું કોઈ પ્રેમનું સ્થાન નથી. ફરીથી મંદોદરીને ગર્ભ રહ્યો એટલે માતાપિતાને ઘેર ફરીથી તે ગઈ અને તેણે મેધનાદને જન્મ આપ્યો. પછી તે પતિ પાસે આવી અને ભોગના સાગરમાં મગ્ન થઈ. મંદોદરીએ પોતાનાં ગુણોથી પતિનું ચિત્ત વશ કરી લીધું છે. તેના બન્ને પુત્રો ઇન્દ્રજિત અને મેઘનાદ સજ્જનોને આનંદ આપતાં સુંદર ચારિત્રના ધારક તરુણ અવસ્થાને પામ્યા. તેઓ વિસ્તીર્ણ નેત્રવાળા વૃષભ સમાન પૃથ્વીનો ભાર ચલાવનાર હતા. હવે વૈશ્રવણ જે જે નગરોમાં રાજ્ય કરતો તે હજારો નગરોમાં કુંભકરણ હુમલા કરતો અને જ્યાં ઇન્દ્રનો કે વૈશ્રવણનો માલ હોય તે છીનવી લઈને સ્વયંપ્રભ નગરીમાં લઈ આવતો. વૈશ્રવણ ઇન્દ્રના જોરથી અત્યંત ગર્વિત હતો એટલે વૈશ્રવણનો દૂત દ્વારપાલને મળીને સભામાં આવ્યો અને સુમાલીને કહેવા લાગ્યો કે હે મહારાજ ! રાજા વૈશ્રવણે જે સંદેશો મોકલ્યો છે તે તમે ધ્યાન દઈને સાંભળો. વૈશ્રવણે એમ કહ્યું છે કે આપ પંડિત છો, કુલીન છો, લોકરીતિના જાણકાર છો, વડીલ છો, અકાર્યથી ભયભીત છો, બીજાઓને સારો માર્ગ દેખાડો છો એવા આપની સામે આ બાળક ચપળતા કરે તો શું આપ આપના પૌત્રને મના ન કરી શકો. તિર્યંચ અને મનુષ્યમાં એ જ તફાવત છે કે મનુષ્ય તો યોગ્ય અયોગ્યને જાણે છે અને તિર્યંચ જાણતા નથી. વિવેકની એ જ રીત છે કે કરવા યોગ્ય કાર્ય કરવું અને ન કરવા યોગ્ય કાર્ય ન કરવું. જે દઢ મનવાળા છે તે પૂર્વ વૃત્તાંત ભૂલ્યા નથી અને વીજળી સમાન ક્ષણભંગુર વિભૂતિ હોવા છતાં પણ ગર્વ કરતા નથી. અગાઉ શું રાજા માલીના મૃત્યુથી આપના કુળની કુશળતા રહી છે? હવે કુળના મૂળ નાશનો ઉપાય કરો છો એમાં કયું ડહાપણ રહેલું છે? જગતમાં એવું કોઈ નથી કે જે પોતાના કુળના મૂળ નાશને આદરે. આપ શું ઇન્દ્રનો પ્રતાપ ભૂલી ગયા કે જેથી આવું અનુચિત કામ કરો છો? ઇન્દ્ર સમસ્ત વેરીઓનો નાશ કર્યો છે, સમુદ્ર સમાન અથાગ તેનું બળ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy