________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ આઠમું પર્વ
૯૧ મોટી સેના લઈને નીકળ્યા, બીજા પણ ઘણા રાજાઓ તેમની સાથે થયા. તેઓ આકાશમાં શસ્ત્રની કાંતિથી પ્રકાશ કરતા આવ્યા. આ બધા રાજાઓને જોઈને તે બધી કન્યાઓ ભયથી વ્યાકુળ બની અને હાથ જોડી રાવણને કહેવા લાગી કે હે નાથ ! અમારા કારણે તમે મોટા સંકટમાં આવી પડ્યા, તમે પુણ્યહીન છીએ, હવે આ૫ ઊઠીને ક્યાંક શરણ ગોતો, કેમ કે આ પ્રાણ દુર્લભ છે, તેની રક્ષા કરો. આ નજીકમાં જ ભગવાનનું મંદિર છે, ત્યાં છુપાઈ રહો. આ ક્રૂર શત્રુઓ તમને ન જોવાથી એમની મેળે પાછા ચાલ્યા જશે. સ્ત્રીઓનાં આવાં દીન વચનો સાંભળીને અને શત્રુઓનું સૈન્ય નજીક આવેલું જોઈને રાવણે આંખો લાલ કરી અને એમને કહેવા લાગ્યો: “તમને મારા પરાક્રમની ખબર નથી, અનેક કાગડા ભેગા થાય તેથી શું થયું? શું તે ગરુડને જીતી શકશે? સિંહનું એક જ બચ્યું અનેક મદોન્મત્ત હાથીઓનો મદ ઉતારી નાખે છે.' રાવણનાં આવાં વચન સાંભળીને સ્ત્રીઓ આનંદ પામી અને વિનંતી કરી કે હે પ્રભો ! અમારા પિતા, ભાઈ અને કુટુંબનું રક્ષણ કરો. ત્યારે રાવણે કહ્યું કે હે પ્રિયે! એમ જ થશે, તમે ડરો નહિ, ધીરજ રાખો. આમ પરસ્પર વાત થાય છે એટલામાં રાજાઓનું સૈન્ય આવી પહોંચ્યું ત્યારે રાવણ વિધાના રચેલા વિમાનમાં બેસીને ક્રોધથી તેમની સામે આવ્યો. તે બધા રાજાઓ અને તેમના યોદ્ધાઓએ જેમ પર્વત પર મેઘની મોટી ધારા વર્ષે તેમ બાણની વર્ષા કરી. વિધાઓના સાગર રાવણે તે બધાં શસ્ત્રોને શિલાઓ વડ રોકી દીધાં અને કેટલાકોને શિલાઓ વડે જ ભય પમાડયા. વળી મનમાં વિચાર્યું કે આ બિચારાઓને મારવાથી શો લાભ? આમાં જે મુખ્ય રાજા છે તેમને જ પકડી લેવા. પછી એ રાજાઓને તામસ શસ્ત્રોથી મૂર્ણિત કરીને નાગપાશમાં બાંધી લીધા. ત્યારે પેલી છ હજાર સ્ત્રીઓએ વિનંતી કરીને તેમને છોડાવ્યા. રાવણે તે રાજાઓની શઋષા કરી અને કહ્યું કે તમે અમારા પરમ હિતસ્વી, સંબંધી છો. તેઓ પણ રાવણનું શૂરવીરપણું, વિનય અને રૂપ જોઈને પ્રસન્ન થયા. તેમણે પોતપોતાની પુત્રીઓનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું. ત્રણ દિવસ સુધી મોટો ઉત્સવ ચાલ્યો. પછી તે રાજાઓ રાવણની આજ્ઞા લઈને પોતપોતાને ઠેકાણે ગયા. મંદોદરીના ગુણોથી મોહિત ચિત્તવાળો રાવણ જ્યારે સ્વયંપ્રભ નગરમાં આવ્યો ત્યારે તેને સ્ત્રીઓ સહિત આવેલો સાંભળીને કુંભકર્ણ અને વિભીષણ પણ સામે ગયા. રાવણ બહુ જ ઉત્સાહથી સ્વયંપ્રભ નગરમાં આવ્યો અને દેવરાજની પેઠે આનંદ કરવા લાગ્યો.
પછી કુંભપુરના રાજા મંદોદરીની રાણી સ્વરૂપાની પુત્રી તડિન્માલા કુંભકર્ણ જેનું પ્રથમ નામ ભાનુકર્ણ હતું તેને પરણી. ધર્મમાં આસક્ત બુદ્ધિવાળો તે મહાયોદ્ધો છે, અનેક કલાગુણમાં પ્રવીણ છે. હું શ્રેણિક! અન્યમતિ જે એની કીર્તિ બીજી રીતે કહે છે કે તે માંસ અને લોહીનું ભક્ષણ કરીને છ મહિના સૂઈ રહેતા, તે પ્રમાણે હકીકત નથી. એનો આહાર બહુ જ પવિત્ર સ્વાદરૂપ અને સુગંધમય હતો. તે પ્રથમ મુનિઓને આહારદાન કરી, આર્જિકા વગેરેને આહાર આપીને, દુઃખી-ભૂખ્યા જનોને આપીને પછી કુટુંબ સાથે યોગ્ય આહાર કરતો. માંસાદિકની પ્રવૃત્તિ નહોતી અને નિદ્રા અને અર્ધરાત્રિ પછી અલ્પ આવતી, તેનું ચિત્ત સદાય ધર્મમાં લવલીન રહેતું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com