________________
૮૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સપ્તમ પર્વ
પદ્મપુરાણ મંત્રનું ઉચ્ચારણ કરી રાવણ વિદ્યા સાધવા ચાલ્યો. માતાપિતાએ મસ્તક ચૂખ્યું અને આશિષ આપી. જેમણે પવિત્ર સંસ્કાર પ્રાપ્ત ર્યા છે, જેમનું ચિત્ત સ્થિર છે, એવા તે ઘરમાંથી નીકળી આનંદરૂપ થઈ ભીમ નામના મહાવનમાં પ્રવેશ્યા. તે વનમાં સિંહાદિ ક્રૂર પ્રાણીઓ ગર્જી રહ્યાં છે, વિકરાળ દાઢ અને વદનવાળા સૂતેલા અજગરોના નિશ્વાસથી કંપાયમાન છે મોટાં મોટાં વૃક્ષો જ્યાં અને નીચે વ્યંતરોના સમૂઠું રહે છે તેમનાં પગલાંથી પૃથ્વીતળ કાંપી રહ્યું છે અને અત્યંત ઊંડી ગુફાઓમાં અંધકારનો સમૂહુ ફેલાઈ રહ્યો છે. મનુષ્યોની તો શી વાત, જ્યાં દેવ પણ જઈ શકે નહિ, જેની ભયંકરતા પૃથ્વીમાં પ્રસિદ્ધ છે,
જ્યાં પર્વત છે, ગુફા અંધકારમય છે, વૃક્ષો કંટકરૂપ છે, મનુષ્યોનો સંચાર નથી, ત્યાં આ ત્રણે ભાઈ ઉજ્જવળ ધોતીદુપટ્ટા ધારણ કરી, શાંતભાવરૂપ થઈને, બધી તૃષ્ણાનો ત્યાગ કરી, વિદ્યાને અર્થે તપ કરવાને ઉધમી થયા. તેમનાં ચિત્ત નિઃશંક છે, પૂર્ણ ચંદ્રમા સમાન વદન છે, વિધાધરોના શિરોમણિ જુદાં જુદાં વનમાં વિરાજે છે. તેમણે દોઢ દિવસમાં અષ્ટાક્ષર મંત્રના લાખ જાપ ક્યું તેથી ત્રણે ભાઈઓને સર્વકામપ્રદા વિદ્યા સિદ્ધ થઈ. વિધા એમને મનવાંછિત અન્ન પહોંચાડતી તેથી તેમને સુધાની વાંછા થતી નહિ. પછી એ સ્થિરચિત્ત થઈને સહુન્નકોટિ પોડશાક્ષર મંત્ર જપવા લાગ્યા. તે વખતે જંબૂદ્વીપનો અધિપતિ અનાવૃત્તિ નામનો યક્ષ પોતાની સ્ત્રી સાથે ક્રિીડા કરવા આવ્યો. તેની દેવાંગના આ ત્રણે ભાઈઓને મહારૂપવાન અને નવયુવાન જોઈને તથા તપમાં જેમનું મન સાવધાન છે એમ જઈને જિજ્ઞાસાથી તેમની સમીપે આવી. જેમનાં મુખ કમળ સમાન છે. અને શ્યામસુંદર કેશ ભ્રમર સમાન છે એવી એ આપસમાં બોલીઃ “અહો ! આ કોમળ શરીર અને વસ્ત્રાભરણરહિત રાજકુમારો શા માટે તપ કરે છે? એમના આવાં શરીરની કાંતિ ભોગ વિના શોભતી નથી. ક્યાં એમની યુવાન ઉંમર અને ક્યાં આ ભયાનક વનમાં એમનું તપ ?” પછી એમને તપમાંથી ડગાવવા માટે કહેવા લાગીઃ “હે મન્દબુદ્ધિ ! તમારું આ રૂપાળું શરીર ભોગનું સાધન છે, યોગનું સાધન નથી. માટે શા કારણે તપનો ખેદ કરો છો? ઊઠો, ઘરે જાવ, હજી પણ કાંઇ બગડ્યું નથી.” ઇત્યાદિ અનેક વચનો કહ્યા, પણ તેમના મનમાં એકપણ આવ્યું નહિ, જેમ કમળપત્ર ઉપર જળનું બિંદુ ઠરતું નથી તેમ. ત્યારે તેઓ આપસમાં બોલવા લાગી. હે સખી! એ તો કાષ્ઠમય છે. એમનાં બધાં અંગ નિશ્ચલ દેખાય છે. આમ કહી ક્રોધાયમાન થઈ તત્કાળ સમીપમાં આવી એમની વિશાળ છાતી ઉપર મુઠ્ઠીઓ મારી તો પણ તે ચલાયમાન ન થયા. તેમનું ચિત્ત સ્થિર હતું. કાયર પુરુષ હોય તે પ્રતિજ્ઞાથી ડગે. દેવીઓના કહેવાથી અનાવૃત યક્ષે હસીને કહ્યું: હે સપુરુષો ! શા માટે દુર્ધર તપ કરો છો અને ક્યા દેવની આરાધના કરો છો ? આમ કહ્યું તો પણ તેઓ બોલ્યા નહિ, ચિત્ર સમાન બની રહ્યા. ત્યારે અનાવૃત યક્ષે ક્રોધ કર્યો કે જંબૂદ્વીપનો દેવ તો હું છું, મને છોડીને કોનું ધ્યાન કરો છો? એ મંદબુદ્ધિ છે. એમના ઉપર ઉપદ્રવ કરવા માટે તેણે પોતાના સેવકોને આજ્ઞા કરી. નોકરો સ્વભાવથી જ દૂર હતા અને સ્વામીના કહેવાથી તેમણે અતિ અધિક ઉપદ્રવ ક્ય. કેટલાક તો પર્વત ઉપાડીને લાવ્યા અને તેમની સમીપે પછાડયા તેના ભયંકર અવાજ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com