________________
અ
http://www.ShrimadRajchandra.org
પરિશિષ્ટ પ
પરિશિષ્ટ ૫
અકર્મ ભૂમિ-ભોગભૂમિ, અસિ. મસિ, કૃષિ આદિ ષટ્કર્મ રહિત ભોગભૂમિ; મોક્ષને અયોગ્ય ક્ષેત્ર.
અકાલ-અસમય.
અગુરુલઘુ-ગુસ્તા અને લધુતા રહિત, એવો પદાર્થ- નો સ્વભાવ.
અોપ્ય પ્રગટ.
અગિયારમું ગુણસ્થાનક-ઉપશાંત મોહ.
અધ-પાપ
અચિત-જીવ વિનાનું,
અચેતન-જડ પદાર્થ.
અજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન, જુઓ
પત્રાંક ૭૬૮.
શબ્દાર્થ
અજ્ઞાન પરિષહ-સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય,આટ- આટલું કર્યાં છતાં, હજી જ્ઞાન કેમ નથી પ્રગટતું એમ થયા કરે તે. પત્રાંક ૫૩૭
અડવી-શોભા વગરની.
અઢાર દોષ-પાંચ પ્રકારના અંતરાય (દાન, લાભ,
ભોગ, ઉપભોગ, વીર્યંતરાય), હાસ્ય, રતિ, અરતિ, ભય, જાગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યા-ખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા, અને કામ. (મોક્ષમાળા)
અણલિંગ-જેનું કોઈ ખાસ બાહ્ય ચિહ્ન નથી. કોઈ પ્રકારના વેષથી પર. અાહારી આહાર ન કરનાર.
અણુ સૂક્ષ્મ, અલ્પ (વૃત); પુદ્ગલનો નાનામાં નાનો
ભાગ.
અણ છતું-નાનું હોવા છતાં
અણુવ્રત અલ્પવત: જે વ્રતોને શ્રાવકો ધારણ કરે છે. અતિક્રમ-મર્યાદાનું ઉલ્લંઘન.
અતિચાર-દોષ (લીધેલા વ્રતને મલિન કરે તેવો
વ્રતભંગના ઇરાદાપૂર્વક નહીં આચરેલો દોષ). અતિપરિચય ગાઢ સંબંધ; હદ કરતાં વધારે પરિચય અતીતકાળ ભૂતકાળ.
અથથી ઇતિ-પહેલેથી છેલ્લે સુધી.
૮૭૭
અદત્તાદાન-નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી; ચોરી. અદ્વૈત-એક જ વસ્તુ; એક આત્મા કે બ્રહ્મ વિના
જગતમાં બીજાં કંઈ નથી એવી માન્યતા. અધર્મ દ્રવ્ય-જીવ અને પુદગલને સ્થિતિમાં ઉદાસીન સહાય આપનાર, છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય. અધિકરણ ક્રિયા-તલવાર આદિના આરંભ-સમારંભ-
ના નિમિત્તથી લાગનું કર્મબંધના પત્રાંક પરર અધિષ્ઠાન-હરિ ભગવાન, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી. પત્રાંક ૨૨૦
અધીપ્ર યોગ્ય. અધોદશા-નીચી અવસ્થા.
અહ્વાસમય-કાલનો નાનામાં નાનો અંશઃ વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્તરૂપ, એક દ્રવ્ય.
અધ્યાત્મ-આત્મા સંબંધી. અધ્યાત્મમાર્ગ યથાર્થ
સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મમાર્ગ. પત્રાંક ૯૧૮.
અધ્યાત્મશાસ્ત્ર-જે શાસ્ત્રોમાં આત્માનું કથન છે તે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે; તેહ અધ્યાત્મ લડીએ રે." આનંદઘનજી, અધ્યાસ-મિથ્યા આરોપણ; ભ્રાંતિ. અનગાર-મુનિ; સાધુ; ઘર વિનાના. અનધિકારી-અધિકાર વિનાનું; અપાત્ર, આત્મસિદ્ધિ
ગાથા ૩૧.
અનન્યભાવ-ઉત્કૃષ્ટ ભાવ; શુદ્ધ ભાવ. અનન્યશરણ જેના જેવું બીજું શરણ નથી. અનભિસંધિ-કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે.
અનંતકાય-જેમાં અનંત જીવો હોય તે; તેવાં શરીરોવાળા, કંદમૂલાદિ.
અનંત ચારિત્ર-મોહનીય કર્મના અભાવથી જે આત્મસ્થિરતા થાય છે તે અનંતજ્ઞાન-કેવળજ્ઞાન. અનંતદર્શન કેવળદ ર્શન. અનંત રાશિ ઘણી મોટી રા.િ અનાકાર-આકારનો અભાવ.