________________
૮૩૨
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
હૈ ધ્યાન ! તું નિજસ્વભાવાકાર થા, નિજસ્વભાવાકાર થા.
હે વ્યગ્રતા ! તું જતી રહે, જતી રહે.
હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી.
હું સર્વજ્ઞપદ । યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર.
હે અસંગ નિગ્રંથપદ ! તું સ્વાભાવિક વ્યવહારરૂપ થા !
હે પરમ કરુણામય સર્વ પરમહિતના મૂળ વીતરાગ ધર્મ ! પ્રસન્ન થા, પ્રસન્ન.
હૈ આત્મા । તું નિજસ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા ! અભિમુખ થા.
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૧ |
હે વચનસમિતિ ! હે કાય અચપળતા ! હે એકાંતવાસ અને અસંગતા ! તમે પણ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ ! ખળભળી રહેલી એવી જે આત્યંતર વર્ગા તે કાં તો આપ્યંતર જ વેદી લેવી, કાં તો તેને સ્વચ્છપુટ દઈ ઉપશમ કરી દેવી.
જેમ નિસ્પૃહતા બળવાન તેમ ધ્યાન બળવાન થઈ શકે, કાર્ય બળવાન થઈ શકે.
܀܀܀܀܀
૨૭
| હાથનોંધ ૩. પૃષ્ઠ ૬૩ ]
इणमेव निग्गंथ्यं पावयणं सच्चं अणुतरं केवलियं पडिपुणसंसुद्धं णेयाउयं सल्लकतणं सिद्धिमग्गं मुतिमग्गं विज्जाणमग्गं निव्वाणमग्गं अवितहमसंदिठं सव्वदुख्खपहीणमग्गं । एथ्थं ठिया जीवा सिझंति बुझ्झंति मुच्चति परिणिव्वायंति सव्व दुखखाणमंत करंति तंमाणाए तहा गच्छामो तहा चिट्ठामो । तहा णिसियामो तहा सुयट्ठामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठामो तहा उठाए उट्ठेमोति पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामोत्ति ।
૨૮
શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયો.
જ્ઞાનીઓનો સનાતન સન્માર્ગ જયવંત વર્તો !
સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને
܀܀܀
૨૯
દ્વિ આo શુ૦૧, ૧૯૫૪
ૐ નમઃ
મનનો
વચનનો
કાયાનો
જય કરીને
ઇન્દ્રિયનો
આહારનો
નિદ્રાનો
ફાગણ વદ ૧૩, સોમ, સં. ૧૯૫૭