________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૨
૮૧૯
૬
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૧૫ ]
જીવને બંધનના મુખ્ય હેતુ બેઃ
રાગ અને દ્વેષ.
રાગને અભાવે દ્વેષનો અભાવ થાય.
રાગનું મુખ્યપણું છે.
રાગને લીધે જ સંયોગમાં આત્મા તન્મયવૃત્તિમાન છે.
તે જ કર્મ મુખ્યપણે છે.
જેમ જેમ રાગદ્વેષ મંદ, તેમ તેમ કર્મબંધ મંદ અને જેમ જેમ રાગદ્વેષ તીવ્ર, તેમ તેમ કર્મબંધ તીવ્ર. રાગમનો અભાવ ત્યાં કર્મબંધનો સપરાધિક અભાવ.
રાગદ્વેષ થવાનું મુખ્ય કારણ-
મિથ્યાત્વ એટલે
અસમ્યકદર્શન છે.
સમ્યકજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે.
તેથી અસમ્યદર્શન નિવૃત્તિ પામે છે.
તે જીવને સમ્યકચારિત્ર પ્રગટે છે,
જે વીતરાગદશા છે.
સંપૂર્ણ વીતરાગદશા જને વર્તે છે તે ચરમારીરી જાણીએ છીએ.
૭
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૧૭ ]
હે જીવ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.
હે જીવ ! અસમ્યક્દર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી. તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યામોહ અને ભય છે. સમ્યક્દર્શનનો યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસનાદિની નિવૃત્તિ થશે.
હે સમ્યક્દર્શની ! સમ્યક્ચારિત્ર જ સમ્યક્દર્શનનું ફળ ઘટે છે, માટે તેમાં અપ્રમત્ત થા.
જે પ્રમત્તભાવ ઉત્પન્ન કરે છે તે કર્મબંધની તને સુપ્રતીતિનો હેતુ છે.
હૈ સમ્યક્રચારિત્રી ! હવે શિથિલપણું ઘટતું નથી. ઘણો અંતરાય હતો તે નિવૃત્ત થયો, તો હવે નિરંતરાય પદમાં શિથિલતા શા માટે કરે છે ?
૮
| હાથનોંધ ર, પૃષ્ઠ ૨૧ |
ખનો અભાવ કરવાને સર્વ જીવ ઇચ્છે છે,
દુઃખનો આત્યંતિક અભાવ કેમ થાય ? તે નહીં જણાવાથી દુઃખ ઉત્પન્ન થાય તે માર્ગને દુઃખથી મુકાવાનો ઉપાય જીવ સમજે છે.
કારણ છે.
જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ
મિચ્યાત્વ અવિરતિ
પ્રમાદ