________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧
૮૧૭ બીજે ક્ષેત્રે ઉપાધિ (વ્યાપાર) કરવાના અભિપ્રાયથી મોહમયી ક્ષેત્રની ઉપાધિનો ત્યાગ કરવાનો વિચાર રહે છે, એમ નથી.
પણ જ્યાં સુધી સર્વસંગપરિત્યાગરૂપ યોગ નિરાવરણ થાય નહીં ત્યાં સુધી જે ગૃહાશ્રમ વર્તે તે ગૃહાશ્રમમાં કાળ વ્યતીત કરવા વિષેનો વિચાર કર્તવ્ય છે. ક્ષેત્રનો વિચાર કર્તવ્ય છે, જે વ્યવહારમાં વર્તવું તે વ્યવહારનો વિચાર કર્તવ્ય છે, કેમકે પૂર્વાપર અવિરોધપણું નહીં તો રહેવું કઠણ છે.
૮૫
ભૂ
બ્રહ્મ.
સ્થાપના:-
ધ્યાન.
મુખઃ-
બ્રહ્મગ્રહણ.
યોગબળ.
નિર્ઝયાદિ સંપ્રદાય. નિરૂપણ.
ધ્યાન.
યોગબળ.
રૂ. સ્થાપના, મુખ.
સર્વદર્શન અવિરોધ.
સ્વાયુ-સ્થિતિ.
આત્મબળ.
૮૬
सो धम्मो जथ्य दया दसट्ठ दोसा न जस्स सो देवो
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૨ ]
| કાશનોંધ ૧, પૃષ્ઠ ૧૮૩ |
सो
हु गुरु जो नाणी आरंभपरिग्गहा विरओ.
܀܀܀܀܀
૮૭
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૮૭ ]
અકિંચનપણાથી વિચરતાં એકાંત મૌનથી જિનસન્દેશ ધ્યાનથી તન્મયાત્મસ્વરૂપ એવો ક્યારે થઈશ ?
૮૮
હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૯૫ |
એક વાર વિક્ષેપ શમ્યા વિના બહુ સમીપ આવી શકવા યોગ્ય અપૂર્વ સંયમ પ્રગટશે નહીં. કેમ, ક્યાં સ્થિતિ કરીએ ?
܀܀܀
હાથનોંધ-૨
૧
| હાથનોંધ ૨, પૃષ્ઠ 3 |
રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.
સર્વજ્ઞપદનું ધ્યાન કરો.
܀܀܀܀܀
૨
[ હાથનોંધ ૨, પૃષ્ઠ ૫]