________________
૮૧૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૭૫
સોહં (મહાપુરુષોએ આશ્ચર્યકારક ગવેષણા કરી છે.)
| હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૬૭ |
કલ્પિત પરિણતિથી જીવને વિરમવું આટલું બધું કઠણ થઈ પડ્યું છે તેનો હેતુ શો હોવો જોઈએ ?
આત્માના ધ્યાનનો મુખ્ય પ્રકાર કયો કહી શકાય ?
તે ધ્યાનનું સ્વરૂપ શા પ્રકારે ?
આત્માનું સ્વરૂપ શા પ્રકારે ?
કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે ?
܀܀܀܀܀
૭૬
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૮ ]
પ્રેરણાપૂર્વક સ્પષ્ટ ગમનાગમનક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશપ્રમાણપણા માટે વિશેષ વિચારયોગ્ય છે. પ્રò- પરમાણુ એકપ્રદેશાત્મક, આકાશ અનંતપ્રદેશાત્મક માનવામાં જે હેતુ છે, તે હેતુ આત્માના અસંખ્યાતપ્રદેશપણા માટે યથાતથ્ય સિદ્ધ થતો નથી, મધ્યમ પરિણામી વસ્તુ અનુત્પન્ન જોવામાં આવતી નથી માટે.
ઉ-
૭૭
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૯ ]
શકાય ?
નથી.
અમૂર્તપણાની વ્યાખ્યા શું ?
અનંતપણાની વ્યાખ્યા શું?
આકાશનું અવગાહકધર્મપણું શા પ્રકારે ?
મૂર્તીમૂર્તનો બંધ આજ થતો નથી તો અનાદિથી કેમ થઈ શકે ? વસ્તુસ્વભાવ એમ અન્યથા કેમ માની
ક્રોધાદિભાવ જીવમાં પરિણામીપણે છે, વિવર્તપણે છે ?
પરિણામીપણે જો કહીએ તો સ્વાભાવિક ધર્મ થાય, અને સ્વાભાવિક ધર્મનું ટળવાપણું ક્યાંય અનુભૂત થતું
વિવર્તપણે જો ગણીએ તો સાક્ષાત્ બંધ જે પ્રકારે જિન કહે છે, તે પ્રમાણે માનતાં વિરોધ આવવો સંભવે છે. શું હાથનોંધ ૧. પૃ ૧૭૦ –
૭૮
જિનાને અભિમત કેવળદર્શન અને વેદાંતને અભિમત બ્રહ્મ એમાં ભેદ શો છે ?
જિનને અભિમતે.
૭૯
| ાયનોંધ ૧. પૃષ્ઠ ૧૭૧ |
આત્મા અસંખ્યાતપ્રદેશી, (?) સંકોચવિકાસનું ભાજન, અરૂપી, લોકપ્રમાણ પ્રદેશાત્મક.
જિન
૮૦
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૭૨ ]
મધ્યમ પરિમાણનું નિત્યપણું, ક્રોધાદિનું પારિણામિકપણું (?) આત્મામાં કેમ ઘટે ? કર્મબંધનો હેતુ આત્મા કે પુદ્ગલ, કે ઉભય કે કંઈ એથી પણ અન્ય પ્રકાર ? મુક્તિમાં આત્મઘન ?