________________
http://www.ShrimadRajchandra.org
૮૧૦
શ્રીમદ્ રાજચંદ્ર
મથન કર્યુ. અને પ્રસંગે પ્રસંગે મથનની યોગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણા પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણો દેખાયાં.
૬૩
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૨ ]
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણામી કહ્યાં છે. ત્યારે એ અરૂપી છતાં રૂપને સહાયક કેમ થઈ શકે ?
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતારૂપે થઈ શા માટે આવે નહીં ?
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશી છે. તેનો કંઈ બીજો રહસ્યાર્થ છે ?
ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે, તેમ હોવામાં કંઈ રહસ્યાર્થ છે ?
લોકસંસ્થાન સદૈવ એક સ્વરૂપે રહેવામાં કંઈ રહસ્યાર્થ છે ?
એક તારો પણ ઘટવધ થતો નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી ?
શાશ્વતપણાની વ્યાખ્યા શું ? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે; પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેવું શું કારણ છે ?
૬૪
| હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૩૩ |
સિદ્ધ આત્મા લોકાલોકપ્રકાશક છે, પણ લોકાલોકવ્યાપક નથી, વ્યાપક તો સ્વઅવગાહનાપ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય લોકાલોકવ્યાપક નથી પણ લોકાલોકપ્રકાશક એટલે લોકાલોકજ્ઞાયક છે, લોકાલોક પ્રત્યે આત્મા જતો નથી, અને લોકાલોક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે ?
અત્રે જો એવું દૃષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તો એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમકે આરીસામાં તો વિસસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબત થાય છે.
આત્માનો અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મનો અર્થ શું સમજવો ?
આહારનો જય,
આસનનો જય,
નિદ્રાની જય.
વાસંયમ,
જિનોપદિષ્ટ આત્મધ્યાન.
37
આત્મધ્યાન શી રીતે ?
૬૫
જ્ઞાન પ્રમાણ ધ્યાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ.
[ હાથનોંધ છે, પૃષ્ઠ ૧૩૬ |