________________
http://www.ShrimadRajchandra.org
વ્યાખ્યાનસાર-૨
૭ કર્મગ્રંથ મુખ્યપણે કરણાનુયોગમાં સમાય.
દ 'પરમાત્મપ્રકાશ' દિગંબર આચાર્યનો બનાવેલો છે. તે ઉપર ટીકા થઈ છે.
૯ નિરાકુળતા એ સુખ છે. સંકલ્પ એ દુઃખ છે.
૭૭૫
૧૦ કાયક્લેશ તપ કરતાં છતાં મહામુનિને નિરાકુળતા અર્થાત્ સ્વસ્થતા જોવામાં આવે છે. મતલબ જેને તપાદિકની આવશ્યકતા છે અને તેથી તપાદિક કાયક્લેશ કરે છે, છતાં સ્વાસ્થ્યદશા અનુભવે છે; તો પછી કાયક્લેશ કરવાનું રહ્યું નથી એવા સિદ્ધભગવાનને નિરાકુળતા કેમ ન સંભવે ?
૧૧ દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય, આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે, વિભાવે પરિણમ્યાનું જણાઈ રહે.
૧૨ અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે “મુક્તિ.
૧૩ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના અભાવે અનુક્રમે યોગ સ્થિર થાય છે,
૧૪ પૂર્વના અભ્યાસને લીધે જે ઝોકું આવી જાય છે તે ‘પ્રમાદ.’
૧૫ યોગને આકર્ષણ કરનાર નહીં હોવાથી એની મેળે સ્થિર થાય છે.
૧૬ રાગ અને દ્વેષ એ આકર્ષણ.
૧૭ સંક્ષેપમાં જ્ઞાનીનું એમ કહેવું છે કે પુદ્ગલથી ચૈતન્યનો વિયોગ કરાવવો છે; એટલે કે રાગદ્વેષથી આકર્ષણ મટાડવું છે.
૧૮ અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે.
૧૯ જિનપૂજાદિ અપવાદમાર્ગ છે.
૨૦ મોહનીય કર્મ મનથી જિતાય, પણ વેદનીયકર્મ મનથી જિતાય નહીં; તીર્થંકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે, પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. ક્ષુધા, તૃષા એ મોહનીય નહીં પણ વેદનીયકર્મ છે.
૨૧
..g પુમાન પરધન હરે, સો
અપરાધી અજ્ઞઃ
જે અપનો ધન
વિવહરે, સો
ધનપતિ
ધર્મજ્ઞ "
-
થી બનારસીદાસ
શ્રી બનારસીદાસ એ આશાના દશાશ્રીમાલી વાણિયા હતા.
રર 'પ્રવચનસારોદ્વાર' ગ્રંથના ત્રીજા ભાગમાં જિનકલ્પનું વર્ણન કર્યું છે, એ ગ્રંથ શ્વેતાંબરી છે. તેમાં કહ્યું છે કે એ કલ્પ સાધનાર નીચેના ગુણોવાળો મહાત્મા હોવો જોઈએઃ-
૧. સંઘયણ. ૨, ધીરજ, ૩. શ્રુત. ૪. વીય. ૫. અસંગતા.
૨૩ દિગંબરદૃષ્ટિમાં આ દશા સાતમા ગુણસ્થાનકવર્તીની છે. દિગંબરદૃષ્ટિ પ્રમાણે સ્થવિરકલ્પી અને જિનકલ્પી એ નગ્ન હોય; અને કોતાંબર પ્રમાણે પહેલા એટલે સ્થવિર નગ્ન ન હોય. એ કલ્પ સાધનારને શ્રુતજ્ઞાન એટલું બધું બળવાન હોવું જોઈએ કે વૃત્તિ શ્રુતજ્ઞાનાકારે હોવી જોઈએ, વિષયાકારે વૃત્તિ થવી ન જોઈએ. દિગંબર કહે છે કે નાગાનો એટલે નગ્ન સ્થિતિવાળાનો મોક્ષમાર્ગ છે, બાકી તો ઉન્મત્તમાર્ગ છે. ‘નો વિમોત્સ્વનો, સેસા ચ સાચા સવ્યું,' વળી 'નાગો એ બાદશાહથી આધો' એટલે તેથી વધારે ચઢિયાતો એ કહેવત પ્રમાણે એ સ્થિતિ બાદશાહને પૂજ્ય છે.
કરે.
ર૪ ચેતના ત્રણ પ્રકારની છેઃ- (૧) કર્મફળચેતના- એકેંદ્રિય જીવ અનુભવે છે. (૨) કર્મચેતના-
×પરધન-જડ, પરસમય. અપનો ધન-પોતાનું ધન, ચેતન, સ્વસમય. વિવહ-વ્યવહાર કરે, વહેંચણ કરે, વિવેક