________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૨૫
પરમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમકિતીને અશુદ્ધ વ્યવહાર ટાળવાનો છે. સમકિતી પરમાર્થથી શુદ્ધ કર્તા છે.
નયના પ્રકાર ઘણા છે; પણ જે પ્રકાર વડે આત્મા ઊંચો આવે, પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચારવો. પ્રત્યેક કાર્ય કરતાં પોતાની ભૂલ ઉપર લક્ષ રાખવો. એક સમ્યક્ ઉપયોગ થાય, તો પોતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે !
સત્સંગ હોય તો બધા ગુણો સહેજે થાય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં, લોકોને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. મનુષ્ય અવતાર મળ્યો છે, ને સદાચાર નહીં સેવ, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સત્પુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે.
સત્ય બોલવું એ કાંઈ મુશ્કેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જો છ મહિના સુધી એમ વર્તાય તો પછી સત્ય બોલવું સહજ થઈ જાય છે. સત્ય બોલતાં કદાચ થોડો વખત પ્રથમ થોડું નુકસાન પણ થાય; પણ પછી અનંત ગુણનો ધણી જે આત્મા તે આખો લૂંટાઈ જાય છે તે લૂંટાતો બંધ પડે. સત્ય બોલતાં ધીમે ધીમે સહજ થઈ જાય છે; અને થયા પછી વ્રત લેવું. અભ્યાસ રાખવો; કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મા વિરલા છે.
જીવ જો લૌકિક ભયી ભય પામ્યો તો તેનાથી કાંઈ પણ થાય નહીં. લોક ગમે તેમ બોલે તેની દરકાર ન કરતાં આત્મતિ જેનાથી થાય તેવાં સદાચરણ સેવવ.
જ્ઞાન જે કામ કરે છે તે અદ્ભુત છે. સત્પુરુષનાં વચન વગર વિચાર આવતો નથી; વિચાર વિના વૈરાગ્ય આવે નહીં; વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી સત્પુરુષનાં વચનો વારંવાર વિચારવાં.
ખરેખરી આશંકા ટળે તો ઘણી નિર્જરા થાય છે. જીવ જો સત્પુરુષનો માર્ગ જાણતો હોય, તેનો તેને વારંવાર બોધ થતો હોય, તો ઘણું ફળ થાય.
સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રયે જાળ ટળે.
વ્યાખ્યાનમાં ભંગજાળ, રાગ (સ્વર) કાર્ટી સંભળાવે છે. પણ તેમાં આત્માર્થ નથી. જો સત્પુરુષના આશ્રયે કષાયાદિ મોળા પાડો, ને સદાચાર સેવી અહંકારરહિત થાઓ, તો તમારું અને બીજાનું હિત થાય. દંભરહિત, આત્માર્થે સદાચાર સેવવા: જેથી ઉપકાર થાય.
ખારી જમીન હોય, ને તેમાં વરસાદ પડે તો શું કામ આવે ? તેમ જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામની ? જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેનો કેડો મૂકવો નહીં, કાયર થવું નહીં; કાયર થાય તો આત્મા ઊંચો આવે નહીં. જ્ઞાનનો અભ્યાસ જેમ બને તેમ વધારવો; અભ્યાસ રાખવો તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં.
આત્મા અનંત જ્ઞાનમય છે. જેટલો અભ્યાસ વધે તેટલો ઓછો છે. 'સુંદરવિલાસ' વગેરે વાંચવાનો અભ્યાસ રાખવો. ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તકો હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તો જીવ પાછો માર્યો જાય; માટે મતોના કદાગ્રહની વાતોમાં પડવું નહીં. મતોથી છેટે રહેવું; દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતર્દષ્ટિનાં પુસ્તકો છે. વૈરાગ્યવાળાં