________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૧૧
પોતાનો દોષ કાઢતો નથી; અને દોષોનો વાંક કાઢે છે. જેમ સૂર્યનો તાપ બહુ પડે છે, અને તેથી બહાર નીકળાતું નથી; માટે સૂર્યનો દોષ કાઢે છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવ્યાં છે તેનો ઉપયોગ કરતો નથી તેમ. જ્ઞાનીપુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો, અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરો.
કયા પ્રકારે દોષ ઘટે ? જીવ લૌકિક ભાવ, ક્રિયા કર્યાં કરે છે, ને દોષો કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે! યોગ્ય જીવ ન હોય તેને સત્પુરુષ ઉપદેશ આપતા નથી.
સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગૃત જાગૃત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. સત્પુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. સત્સંગસમાગમની જરૂર છે. બાકી સત્પુરુષ તો જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ધરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઇચ્છા નથી. સત્પુરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. સત્પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય.
છે.
બાહુબલીજીને જેમ કેવળજ્ઞાન પાસે - અંતરમાં - હતું, કાંઈ બહાર નહોતું; તેમ સમ્યકૃત્વ પોતાની પાસે જ
શિષ્ય કેવો હોય કે માથું કાપીને આપે તેવો હોય ત્યારે સમ્યક્ત્વ જ્ઞાની પ્રાપ્ત કરાવે. નમસ્કારાદિ જ્ઞાનીપુરુષને કરવા તે શિષ્યનો અહંકાર ટાળવા માટે છે. પણ મનમાં ઊંચુંનીચું થયા કરે તો આરો ક્યારે આવે ! જીવ અહંકાર રાખે છે, અસત્ વચનો બોલે છે, ભ્રાંતિ રાખે છે, તેનું તેને લગારે ભાન નથી. એ ભાન થયા વિના નિવેડો આવવાનો નથી.
શૂરવીર વચનોને બીજાં એકે વચનો પહોંચે નહીં. જીવને સત્પુરુષનો એક શબ્દ પણ સમજાયો નથી. મોટાઈ નડતી હોય તો મૂકી દેવી. કુંઢિયાએ મુમતી અને તપાએ મૂર્તિ આદિના કદાગ્રહ ગ્રહી રાખ્યા છે પણ તેવા કદાગ્રહમાં કાંઈ જ હિત નથી. શૂરાતન કરીને આગ્રહ, કદાગ્રહથી દૂર રહેવું; પણ વિરોધ કરવો નહીં.
જ્યારે જ્ઞાનીપુરુષો થાય છે ત્યારે મતભેદ કદાગ્રહ ઘટાડી દે છે. જ્ઞાની અનુકંપા અર્થે માર્ગ બોધે છે. અજ્ઞાની કુગુરુઓ મતભેદ ઠામઠામ વધારી કદાગ્રહ ચોક્ક્સ કરે છે.
સાચા પુરુષ મળે, ને તેઓ જે કલ્યાણનો માર્ગ બતાવે તે જ પ્રમાણે જીવ વર્તે તો અવશ્ય કલ્યાણ થાય. સત્પુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ માર્ગ વિચારવાનને પૂછવો. સત્પુરુષના આશ્રયે સારાં આચરણો કરવાં. ખોટી બુદ્ધિ સહુને હેરાનકર્તા છે; પાપની કર્તા છે. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. શ્રાવક સર્વે દયાળુ હોય. કલ્યાણનો માર્ગ એક જ હોય; સો-બસો ન હોય. અંદરના દોષો નાશ થશે, અને સમપરિણામ આવશે તો જ કલ્યાણ થશે. મતભેદને છેદે તે જ સાચા પુરુષ સમપરિણામને રસ્તે ચઢાવે તે સાચો સંગ. વિચારવાનને માર્ગનો ભેદ
નથી.
હિંદુ અને મુસલમાન સરખા નથી, હિંદુઓના ધર્મગુરુઓ જે ધર્મબોધ કહી ગયા હતા તે બહુ ઉપકાર અર્થે કહી ગયા હતા. તેવો બોધ પીરાણા મુસલમાનનાં શાસ્ત્રોમાં નથી. આત્માપેક્ષાએ કણબી, વાણિયો, મુસલમાન નથી. તેનો જેને ભેદ મટી ગયો તે જ શુદ્ધ; ભેદ ભાસે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે જે સાચું માન્યું તે જ કષાય છે.