________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૭૦૫
કરવાનું છે, જેમ હોડી નાની હોય અને મોટો મહાસાગર તરવાનો હોય તેમ આયુષ થોડું છે, અને સંસારરૂપી મહાસાગર તરવો છે. જે પુરુષો પ્રભુના નામથી તર્યા છે તે પુરુષોને ધન્ય છે ! અજ્ઞાની જીવને ખબર નથી કે ફલાણી જગ્યા પડવાની છે પણ જ્ઞાનીઓએ તે જોયેલું છે. અજ્ઞાનીઓ, દ્રવ્ય અધ્યાત્મીઓ કહે છે કે મારામાં કષાય નથી. સમ્યક્દૃષ્ટિ ચૈતન્યસંયોગે છે.
એક મુનિ ગુફામાં ધ્યાન કરવા જતા હતા. ત્યાં સિંહ મળ્યો. તેમના હાથમાં લાકડી હતી. સિંહ સામી લાકડી ઉગામી હોય તો સિંહ ચાલ્યો જાય એમ મનમાં થતાં મુનિને વિચાર આવ્યો કે હું આત્મા અજર, અમર છું, દેહપ્રેમ રાખવા યોગ્ય નથી; માટે હે જીવ! અહીં જ ઊભો રહે. સિહનો ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂર્છાને લઈને ભય છે.' આવી ભાવના ભાવતાં બે ઘડી સુધી ઊભા રહ્યા તો કેવળજ્ઞાન પ્રગટ થયું, માટે વિચારદશા, વિચારદશા વચ્ચે ઘણો જ ફેર છે.
ઉપયોગ જીવ વગર હોય નહીં. જડ અને ચેતન એ બન્નેમાં પરિણામ હોય છે. દેહધારી જીવમાં અધ્યવસાય વર્તાય, સંકલ્પ વિકલ્પ ઊભા થાય, પણ જ્ઞાનથી નિર્વિકલ્પપણું થાય. અધ્યવસાયનો ક્ષય જ્ઞાનથી થાય છે. ધ્યાનનો હેતુ એ જ છે. ઉપયોગ વર્તતો હોવો જોઈએ.
ધર્મધ્યાન, શુક્લધ્યાન ઉત્તમ કહેવાય. આર્ત્ત, રૌદ્ર, એ ધ્યાન માઠાં કહેવાય. બહાર ઉપાધિ એ જ અધ્યવસાય, ઉત્તમ લૈશ્યા હોય તો ધ્યાન કહેવાય; અને આત્મા સમ્યક પરિણામ પામે.
માણેકદાસજી એક વેદાંતી હતા. તેઓએ એક ગ્રંથમાં મોક્ષ કરતાં સત્સંગ વધારે યથાર્થ ગણ્યો છે. કહ્યું છે કે, "નિજકંદનસ ના મિલે, હેરો વૈકુંઠ ધામ;
સંતકૃપાસે પાઈએ, સો હરિ સબમેં ઠામ.”
જૈનમાર્ગમાં ઘણા ફાંટા પડી ગયા છે. લોંકાશાને થયાં સુમારે ચારસો વર્ષ થયાં છે. પણ તે કુંઢિયા સંપ્રદાયમાં પાંચ ગ્રંથ પણ રચાયા નથી. ને વેદાંતમાં દશ હજાર જેટલા ગ્રંથ થયા છે. ચારસો વર્ષમાં બુદ્ધિ હોય તે છાની ના રહે.
કુગુરુ અને અજ્ઞાની પાખંડીઓનો આ કાળમાં પાર નથી.
મોટા વરઘોડા ચઢાવે, ને નાણાં ખર્ચે; એમ જાણીને કે મારું કલ્યાણ થશે. એવી મોટી વાત સમજી હજારો રૂપિયા ખર્ચી નાંખે. એક પૈસો ખોટું બોલી ભેગો કરે છે, ને સામટા હજારો રૂપિયા ખર્ચી નાંખે છે ! જાઓ, જીવનું કેટલું બધું અજ્ઞાન ! કંઈ વિચાર જ ન આવે !
આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ ‘યથાખ્યાતચારિત્ર' કહ્યું છે.
ભય અજ્ઞાનથી છે. સિંહનો ભય સિંહણને થતો નથી. નાગણીને નાગનો ભય થતો નથી. આનું કારણ એ પ્રકારનું તેને અજ્ઞાન દૂર થયું છે.
સમ્યકૃત્વ ન પ્રગટે ત્યાં સુધી મિથ્યાત્વ; અને મિશ્રગુણસ્થાનકનો નાશ થાય ત્યારે સમ્યકૃત્વ કહેવાય. અજ્ઞાનીઓ બધા પહેલા ગુણસ્થાનકે છે.
સત્શાસ્ત્ર, સદગુરૂઆશ્રયે જે સંયમ તેને સરાગસંયમ' કહેવાય નિવૃત્તિ, અનિવૃત્તિસ્થાનક ફેર પડે ત્યારે સરાગસંયમમાંથી ‘વીતરાગસંયમ' થાય. તેને નિવૃત્તિ અનિવૃત્તિ બરાબર છે.
સ્વચ્છંદે કલ્પના તે ભ્રાંતિ છે.
"આ તો આમ નહીં, આમ હશે' એવો જે ભાવ તે શંકા.'
સમજવા માટે વિચાર કરી પૂછવું તે ‘આશંકા’ કહેવાય.
પોતાથી ન સમજાય તે ‘આશંકામોહનીય.' સાચું જાણ્યું હોય છતાં ખરેખરો ભાવ આવે નહીં તે પણ ‘આશંકામોહનીય.’ પોતાથી ન સમજાય તે પૂછવું. મૂળ જાણ્યા પછી ઉત્તર વિષય માટે આનું કેમ હશે, એવું જાણવા આકાંક્ષા થાય તેનું સમ્યક્ત્વ જાય નહીં, અર્થાત્ તે પતિત હોય