________________
http://www.ShrimadRajchandra.org
ઉપદેશ છાયા
૬૮૭
અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.
કદી પણ દંભપણે કે અહંકારપણે આચરણ કરવાનું જરાય મનમાં લાવવું નહીં. કહેવું ઘટે ત્યાં કહેવું પણ સહજ સ્વભાવે કહેવું. મંદપણે કહેવું નહીં તેમ આક્રોશથી કહેવું નહીં. માત્ર સહજ સ્વભાવે શાંતિપૂર્વક કહેવું.
સવ્રત આચરવામાં શૂરાતન રહે તેમ કરવું, મંદ પરિણામ થાય તેમ કરવું નહીં. જે જે આગાર બતાવ્યા છે તે ધ્યાનમાં રાખવા પણ ભોગવવાની બુદ્ધિએ ભોગવવા નહીં.
સત્પુરુષ પ્રત્યે તેત્રીસ આશાતનાદિક ટાળવાનું બતાવ્યું છે તે વિચારજો. આશાતના કરવાની બુદ્ધિએ આશાતના કરવી નહીં, સત્સંગ થયો છે તે સત્સંગનું ફળ થવું જોઈએ, કોઈ પણ અયોગ્ય આચરણ થાય અથવા અયોગ્ય વ્રત સેવાય તે સત્સંગનું ફળ નહીં. સત્સંગ થયેલા જીવથી તેમ વર્તાય નહીં, તેમ વર્તે તો લોકોને નિંદવાનું કારણ થાય, તેમ તેથી સત્પુરુષની નિંદા કરે અને સત્પુરુષની નિંદા આપણા નિમિત્તે થાય એ આશાતનાનું કારણ અર્થાત્ અધોગતિનું કારણ થાય માટે તેમ કરવું નહીં.
સત્સંગ થયો છે તેનો શો પરમા ” સત્સંગ થયો હોય તે જીવની કેવી દશા થવી જોઈએ ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ સત્પુરુષ છે. અને તે સત્પુરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં.
વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે.
૪
રાળજ, શ્રાવણ વદ ૬, ૧૯૫૨
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
:- આત્મા કોણે અનુભવ્યો કહેવાય ?
ઉo:- તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જાદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જુદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધ ને પાણી ભેળાં છે તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે. દૂધ અને પાણી ક્રિયા કરવાથી જાદાં પડે ત્યારે જાદાં કહેવાય તેવી રીતે આત્મા અને દેર ક્રિયાથી જુદા પડે ત્યારે જાદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી ક્રિયા કહેવી. આત્મા જાણ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહીં.
પોતાના દોષ ઘટે, આવરણ ટળે તો જ જાણવું કે જ્ઞાનીનાં વચનો સાચાં છે,
આરાધકપણું નહીં એટલે પ્રશ્નો અવળાં જ કરે છે. આપણે ભવ્ય અભવ્યની ચિંતા રાખવી નહીં. અહો ! અહો !! પોતાના ઘરની પડી મૂકીને બહારની વાત કરે છે ! પણ વર્તમાનમાં ઉપકાર કરે તે જ કરવું. એટલે હાલ લાભ થાય તેવો ધર્મવ્યાપાર કરવો,
જ્ઞાન તેનું નામ કે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ, શોક થાય નહીં.
સમ્યક્દૃષ્ટિ હર્ષશોકાદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન
ઊભું થાય કે જાણવામાં આવ્યે તરત જ દાબી દે; બહુ જ જાગૃતિ હોય.