________________
૬૮૪
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
નિર્ધ્વસ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવાં પરિણામ.
હાલના વખતમાં મનુષ્યોનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે ગુરુ લૂંટી લે. એટલે મનુષ્યભવ નિરર્થક ચાલ્યો જાય.
લોકોને કંઈ જુદું કહીને સદ્ગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લોકો એમ પૂછે કે ‘કોણ પધાર્યા છે?” તો સ્પષ્ટ કહેવું કે 'મારા પરમકૃપાળુ સદ્ગુરુ પધાર્યા છે. તેમનાં દર્શન અર્થે જવાનું છે.' ત્યારે કોઈ કહે કે 'હું તમારી સાથે આવું ?' ત્યારે કહેવું કે, ‘ભાઈ, તેઓશ્રી કંઈ હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી. અને તમારો હેતુ એવો છે કે ત્યાં જઈશું તો સાંભળીશું. પણ કંઈ ત્યાં ઉપદેશ દે એવો કોઈ નિયમ નથી.' ત્યારે તે ભાઈ પૂછે કે, ‘તમને ઉપદેશ કેમ દીધો ?' ત્યાં જણાવવું કે ‘મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું અને તે વખતે ધર્મ સંબંધી વચનો શ્રવણ કર્યાં કે જેથી મને તેમ ખાતરી થઈ કે આ મહાત્મા છે. એમ ઓળખાણ થતાં મેં તેમને જ મારા સદ્ગુરુ ધાર્યા છે.’ ત્યારે તે એમ કહે કે ‘ઉપદેશ દે અગર ના દે પણ મારે તો તેમનાં દર્શન કરવાં છે.' ત્યારે જણાવવું કે ‘કદાચ ઉપદેશ ના દે તો તમારે વિકલ્પ કરવો નહીં.' આમ કરતાંય જ્યારે આવે ત્યારે તો હરિઇચ્છા. પણ તમારે પોતે કંઈ તેવી પ્રેરણા ન કરવી કે ચાલો, ત્યાં તો બોધ મળશે, ઉપદેશ મળશે. એવી ભાવના પોતે કરવી નહીં તેમ બીજાને પ્રેરણા કરવી નહીં.
૨
કાવિઠા, શ્રાવણ વદ ૩, ૧૯૫૨
પ્રશ્ન:- કેવલજ્ઞાનીએ સિદ્ધાંતો પ્રાપ્યા તે "પરઉપયોગ' કે 'સ્વઉપયોગ' ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે.
G:- તીર્થંકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ પરઉપયોગ' કહેવાય નહીં. 'પરઉપયોગ તેને કહેવાય કે જે ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય. જ્ઞાનીપુરુષને તો તાદાત્મ્યસંબંધ હોતો નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ ન થાય. રતિ, અરતિ થાય તે ‘પરઉપયોગ' કહેવાય. જો એમ હોય તો કેવળી લોકાલોક જાણે છે, દેખે છે તે પણ પરઉપયોગ કહેવાય. પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું, અરતિપણું નથી.
સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચનો અસત્ છે એમ ન કહેવું; કારણ કે જેને તમે અસત્ કહો છો, તે શાસ્ત્રથી જ પ્રથમ તો તમે જીવ, અજીવ એવું કહેતાં શીખ્યા છો; અર્થાત્ તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કાંઈ જાણો છો તે જાણ્યું છે; તો પછી તેને અસત્ કહેવાં તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણાય. વળી શાસ્ત્રના લખનારાઓ પણ વિચારવાન હતા; તેથી તે સિદ્ધાંત વિષે જાણતા હતા. મહાવીરસ્વામી પછી ઘણે વર્ષે લખાણાં છે માટે અસત્ કહેવાં તે દોષ ગણાય,
હાલ સિદ્ધાંતોનો જે બાંધો જોવામાં આવે છે તે જ અક્ષરોમાં અનુક્રમે તીર્થંકરે કહ્યું હોય એમ કાંઈ નથી. પણ જેમ કોઈ વખતે કોઈએ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા સંબંધી પૂછ્યું તો તે વખતે તે સંબંધી વાત કહી. વળી કોઈએ પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારે તો કહ્યું કે ચાર પ્રકારેસ- આક્ષેપણી, વિક્ષેપણી, નિર્વેદણી, સંવેગણી. આવા આવા પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણધરો હોય તે ધ્યાનમાં રાખી લે, અને અનુક્રમે તેનો બાંધો બાંધે. જેમ અહીં કોઈ વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેનો બાંધો બાંધે