________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૩૪ મું
૬૫૯
૯૫૩
રાજકોટ, ચૈત્ર સુદ ૨, શુક્ર, ૧૯૫૭
અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભસ્વામીને નમો નમઃ
વેદનીય તથારૂપ ઉદયમાનપણે વૈદવામાં હર્ષશોક શો ? ૐ શાંતિઃ
૯૫૪
શ્રી જિન પરમાત્મને નમઃ
રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૯૫૭
(૧) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદી દર્શાવિયો. તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિપદ એકતા ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેની તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલટી' આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ;
૧. પાઠાન્તર - ઉલ્લસી.
9
C
૧૦
પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ८ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ સોમ: મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ યોગ જિનલોભ ૧૧ (ર) આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ, આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ, ૧ ઊપજે મોહ વિકલ્પી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. ૨
Audio