________________
૬૩૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
ક્ષીણમો પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.
આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાની યાચના છે. શમમ્.
૮૮૯
મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, રવિ, ૧૯૫૫
જે વનવાસી શાસ્ત્ર' મોકલ્યું છે તે પ્રબળ નિવૃત્તિના યોગમાં સંયત ઇંદ્રિયપણે મનન કરવાથી અમૃત છે. હાલ "આત્માનુશાસન' મનન કરશો.
આજ દિવસ પર્યત તમારા તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવને લીધે કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિ
܀܀܀܀܀
શ્રી અંબાલાલ આદિ મુમુક્ષુજનો,
૮૯૦ ૐ
મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૯૫૫
આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ.
૮૯૧
ૐ શાંતિઃ
મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૯૫૫
તમારા તથા ભાઈ વણારસીદાસ વગેરેના લખેલા કાગળ મળ્યા હતા.
તમારા કાગળોમાં કંઈ ન્યુનાધિક લખાયું હોય એવો વિકલ્પ દર્શાવ્યો તેવું કંઈ ભાસ્યમાન થયું નથી. નિર્વિક્ષિપ્ત રહેશો, ઘણું કરીને અત્ર તેવો વિકલ્પ સંભવિત નથી.
ઇન્દ્રિયોના નિગ્રહપૂર્વક સત્સમાગમ અને સશાસ્ત્રથી પરિચિત થજો. તમારા સમીપવાસી મુમુક્ષુઓનો ચિત વિનય ઇચ્છીએ છીએ.
ક્ષીણમોહ પર્યંત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપવાસી બાઈઓ, ભાઈઓ પ્રત્યે કિંચિત્ અન્યથા યોગના પ્રમત્ત સ્વભાવથી થયું હોય તે અર્થે ભાવથી ક્ષમા ઇચ્છીએ છીએ.
જો આપ પતિ માં ઓપન પણ મ
܀܀܀܀܀
શમમ
૮૯૨
મુંબઈ, ભાદ્રપદ સુદિ ૫, રવિવાર, ૧૯૫૫
ૐ શાંતિઃ
શ્રી ઝવેરચંદ અને રતનચંદ આદિ મુમુક્ષુઓ,
કાવિઠા-બોરસદ.
આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં બાઈઓ, ભાઈઓ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે જે કંઈ, કિંચિત્ પણ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ. ૐ શાંતિ
૧. શ્રી પાનદી પંચવિનિ