________________
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંત
વર્ષ ૧૭ મા પહેલાં
૧
પ્રથમ શતક
(શાર્દૂલવિક્રીડિત વૃત્ત)
ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કોડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કામ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે કશું કામના; એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કામના.૧
(છપ્પય)
નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા;
શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨
Audio
Audio